ઓરિયો ટીંબો એ ભાવનગર જિલ્લા, ગુજરાતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે. આ સ્થળ ૪ હેક્ટર્સમાં ફેલાયેલું છે અને રોઝડી, જે પણ સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે, ત્યાંથી ૭૦ કિમી દૂર આવેલું છે.

ખોદકામ ફેરફાર કરો

આ સ્થળનું ખોદકામ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવાનિયાના યુનિવર્સિટી સંગ્રહાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

જૈવિકપુરાતત્વ સંશોધનો ફેરફાર કરો

હડપ્પીય કાળના સ્થળમાં શરૂઆતી ખેતીકામના પુરાવાઓ મળ્યા છે. ઓરિયો ટીંબોમાં મોટા પ્રમાણમાં જૈવિકપુરાતત્વ સંશોધન કરવામાં આવ્યું છે[૧] અને સીતા નારાયણ રેડ્ડીએ આ સ્થળમાં ખેતી પ્રવૃત્તિઓની સારી એવી વિગતો એકઠી કરી છે. અહીં રાગીના વાવેતરના પુરાવા મળ્યા છે.[૨]

પુરાવાઓ ફેરફાર કરો

આ સ્થળ પર માઇક્રોલિથ (એક જાતનો પથ્થર) અને સિરામિક (ઓછા પ્રમાણમાં)ના સાધનો અને લાલ માટીના વાસણો મળ્યા છે (જે આ વિસ્તારના શહેરી યુગના પછીના કાળ માટે મહત્વના છે).[૩] ગ્રેગોરી પોશ્હેલ કહે છે કે "ઓરિયો ટીંબો એ કેટલાક માઇક્રોલિથ માટે રેડિયો કાર્બન રજૂ કરે છે (રિસમેન અને ચિતલવાલા ૧૯૯૦) જે દર્શાવે છે કે, આ ત્રીજા મિલેનિયમ કાળના, કદાચ ઇસ પૂર્વે ૩૭૦૦ના હોઇ શકે છે." અને આ વિસ્તારમાં લોથલ સમયમાં શિકારી પ્રકારના લોકો હોઇ શકે છે.[૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Reddy, Seetha Narayana (૧૯૯૨). "Aracheobotanical Investigations at Oriyo Timbo". Palēorient Pub. by Pennsylvania University. ૧૮ (૨): ૧૭૩. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૨.
  2. M.H. Raval, Gregory L. Possehl, with contributions from Y.M. Chitalwala (૧૯૮૯). Harappan civilization and Rojdi. New Delhi: Oxford & IBH Pub. Co. પૃષ્ઠ ૧૭૫. ISBN 9788120404045.
  3. ૩.૦ ૩.૧ Gregory L. Possehl.,, Kathleen D. Morrison& Laura Lee Junker (Ed.); Junker, Laura L. (૨૦૦૨). Forager-traders in South and Southeast Asia : long term histories ([Online-Ausg.] આવૃત્તિ). Cambridge [u.a.]: Cambridge Univ. Press. પૃષ્ઠ ૭૦, ૭૧. ISBN 9780521016360.CS1 maint: extra punctuation (link) CS1 maint: extra text: authors list (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો