દેશલપર (તા. નખત્રાણા)
દેશલપર (તા. નખત્રાણા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨]. આ ગામ સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે. દેશલપુર ગામ ભુજથી ૭૫ કિમી દૂર આવેલું છે. આ ગામમાં આવેલ સિંધુ સંસ્કૃતિનું સ્થળ (130 m (427 ft) x 100 m (328 ft)) વિસ્તાર ધરાવે છે અને તે ધ્રુડ નદીની પેટા નદી એવી બામુ-ચેલાના ઉત્તર કાંઠે આવેલું છે.[૩]
દેશલપર (તા. નખત્રાણા) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°12′15″N 69°26′31″E / 23.204254°N 69.441984°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
વસ્તી | ૧,૭૩૩[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરો૨૨૫૦ યાર્ડ લાંબી દિવાલોની રેખાઓ અહીં નજરે ચડે છે. આંતરિક ભાગોમાં ખંડરો, મકાનોના અવશેષો અને મંદિરો જોવા મળે છે. ૧૮૨૮માં ગામના લોકોને જૂનાં વાસણો, સિક્કાઓ અને જવલ્લે રૂપિયાઓની પેટીઓ મળી હોવાના અહેવાલો છે. જૂનાં મહાદેવના મંદિરમાં નાગ દેવતા દ્વારા રક્ષિત ખજાનો છુપાયેલો હોવાનું મનાય છે.[૪]
કિલ્લાની પશ્ચિમ બાજુએ લખાણ વગરનાં સાત પાળિયાઓ જોવા મળે છે જે એક સમયના કિલ્લાનાં શાસકો એવા વાઘેલા રાજપૂતોના મનાય છે. આ પાળિયાઓ ચૌદમી સદીના મનાય છે, જે દરમિયાન સામા વંશે કિલ્લો જીત્યો હતો અને તેઓ પશ્ચિમ કચ્છના શાસકો બન્યા હતા.[૪]
લોકવાર્તા મુજબ મોડ અને માંડી નામના સિંધના બે સામા વંશના લોકોએ લખપત નજીક આવેલા કોરા ગામથી દસ માઇલ ઉત્તરે આવેલા વાઘમ ચાવડાગઢનો કબ્જો મેળવ્યો. વાઘમ ચાવડા જેને સામા લોકોએ હણી નાખ્યો, તે સાત સાંઢનો ધણી હતો. સામા લોકોને વાર્ષિક જકાત આપવાનું નક્કી થયું અને દરેક જકાત આપતી વખતે ગાડાંઓમાં તેઓ કેટલાંક શસ્ત્રધારી સૈનિકો સંતાડી દેતા હતા. એક વખત શહેરમાં જતા ગાડાં પર શંકા જતાં અંધ ચોકીદારે ગાડામાં ભાલો ઘૂસાડીને કહ્યું કે આમાં કાંતો માણસ છે અથવા ધાન્ય છે. ભાલો સાથળ પર લાગવા છતાં અંદર બેઠેલા સૈનિકે જરા પણ અવાજ ન કર્યો. રાત્રિના સમયે શસ્ત્રધારી સૈનિકોએ કિલ્લાનો કબ્જો પાછો મેળવ્યો અને સાત સાંઢોને કાઠિયાવાડ દોરી ગયા.[૪]
ખોદકામ
ફેરફાર કરોઆ સ્થળનું ખોદકામ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ૧૯૬૩માં શરૂ કરવામાં આવ્યું હતું.[૩]
સ્થાપત્ય
ફેરફાર કરોદેશલપરમાં પથ્થરોથી વિશાળ કિલ્લેબંધ બાંધકામ આવેલું હતું જે પાયામાં 4 m (13 ft) અને 2 m (7 ft) થી 5 m (16 ft) ઊંચાઇ ધરાવે છે.[૩] કિલ્લાની દિવાલની સાથે ગામની અંદરની બાજુએ ઘણાં ઘરો બાંધેલા છે અને સ્થળના મધ્ય ભાગમાં બાંધકામનું સ્થળ મોટી દિવાલો અને વિશાળ ઓરડાઓ ધરાવતું હતું.[૩]
શોધ પરિણામો
ફેરફાર કરોરોજિંદા હડપ્પીય માટીકામથી બનેલા વાસણો, સુયોગ્ય પતળાં લીલી છાંય ધરાવતાં વાસણો ખોદકામના નીચલાં સ્તરોમાં મળ્યાં છે, જે મોહંજો-દડોમાં મળેલ છે.[૩] હડપ્પીય માટી વાસણોની સાથે, લિપિ ધરાવતી ત્રણ મુદ્રાઓ મળેલ છે. ત્રણેય મુદ્રાઓ અલગ-અલગ પદાર્થો પથ્થર (સ્ટેટાઇટ), તાંબા અને ટેરાકોટાથી બનેલી છે.[૩]
આ પણ જુઓ
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Deshalpar Village Population, Caste - Nakhatrana Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-24 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-14.
- ↑ ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર નખત્રાણા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Ghosh, A., સંપાદક (1967). "Explorations and excavations: Gujarat: 19. Excavation at Desalpur (Gunthli), District Kutch" (PDF). Indian Archaeology 1963-64, A Review. Indian Archaeology (૧૯૬૩-૬૪): ૧૦-૧૨. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૨.
- આ લેખ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.