કચ્છ રાજ્ય
કચ્છ રાજ્ય ૧૯૪૭ થી ૧૯૫૬ દરમિયાન પ્રજાસત્તાક ભારતમાં આવેલું એક રાજ્ય હતું. તેની રાજધાની ભુજ હતી.
કચ્છ રાજ્ય | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો | |||||||||
૧૯૪૭–૧૯૫૬ | |||||||||
કચ્છ રાજ્ય, ૧૯૫૧ | |||||||||
ઇતિહાસ | |||||||||
• બરોડા, વેસ્ટર્ન ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીનું વિઘટન | ૧૯૪૭ | ||||||||
• બૃહદ મુંબઈ રાજ્યમાં જોડાણ | ૧૯૫૬ | ||||||||
| |||||||||
Legal Case of 1954 : Kutch State |
રાજ્યના વિસ્તારોનો હવે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સમાવેશ થાય છે.
ઇતિહાસ
ફેરફાર કરોમહારાઓ શ્રી વિજયરાજજી શાસિત કચ્છ રજવાડાનું ૧૫ ઑગસ્ટ ૧૯૪૭થી ભારત સાથે વિલિનીકરણ બાદ કચ્છ રાજ્યની રચના કરવામાં આવી હતી.[૧]
ભારત સાથે વિલિનીકરણ બાદ કચ્છ રાજ્યનું શાસન મહારાઓ શ્રી વિજયરાજજીના મૃત્યુ સુધી (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૮ સુધી) તેમના જ હાથમાં રહ્યું. ત્યાર બાદ મહારાઓ શ્રી મેઘરાજજી શાસક બન્યા. ૧ જૂન ૧૯૪૮ના દિવસે રાજ્યશાસન ભારત સરકારને સોંપાયું. અને ૧૯૪૭ થી ૧૯૫૬ સુધી ભારત સરકારના ચીફ કમિશનર અથા મુખ્ય મંત્રી શ્રી શેઠ રાજમલશા દ્વારા શાસન ચલાવવામાં આવ્યું.[સંદર્ભ આપો]
શરૂઆતમાં કચ્છ એક રજવાડું હતું, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતીય સંવિધાન અસ્તિત્વમાં આવતા કચ્છ "ક્લાસ સી" રાજ્ય બન્યું. એટલે કે કચ્છનું સાશન સીધું ભારતની કેન્દ્ર સરકાર હેઠળ હતું.
૧ નવેમ્બર ૧૯૫૬ના દિવસે સ્ટેટ્સ રીઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ બોમ્બે સ્ટેટનું પુનર્ગઠન કરવામાં આવ્યું જેની હેઠળ કચ્છ રાજ્યને બોમ્બે સ્ટેટમાં સમાવી લેવાતા કચ્છ રાજ્યનું અસ્તિત્વ સમાપ્ત થયું. ત્યાર બાદ આ રાજ્ય બોમ્બે સ્ટેટનો એક ભાગ કચ્છ જિલ્લો બન્યો. ૧ મે ૧૯૬૦ના દિવસે ભાષા આધારે બોમ્બે સ્ટેટના ગુજરાત અને મહારાષ્ટ્ર એવા બે ભાગ પડ્યા અને ક્ચ્છ જિલ્લો ગુજરાતનો એક ભાગ બન્યા.[સંદર્ભ આપો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |