ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ભારત સંઘીય સંઘરાજ્ય છે.[૧] જે ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને જિલ્લાઓ તાલુકાઓમાં તથા તાલુકાઓ ગામો અને નગરોમાં વહેંચાયેલા હોય છે.[૨]

૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોફેરફાર કરો

રાજ્યોફેરફાર કરો

કેન્દ્રશાસિત પ્રદેશોફેરફાર કરો

૧૯૫૬ પહેલાંફેરફાર કરો

 
ભારતના રાજ્યો, ૧૯૫૧.

ભારતીય ઉપખંડ પર તેના ઇતિહાસમાં ઘણા અલગ અલગ શાસકોએ રાજ્ય કર્યું છે. દરેક રાજકર્તાએ પોતાની રીતે વહિવટી વિભાગો પાડેલ હતા. આધુનિક ભારતનાં હાલનાં વિભાગો તેનાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને કરાયેલ છે. જેની શરૂઆત બ્રિટિશ શાસનકાળથી થયેલ. બ્રિટિશ ભારતમાં હાલનું ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તથા અફઘાનિસ્તાન અને તેનાં પ્રાંતો, બર્મા (મ્યાંમાર)ની વસાહતો વિગેરેનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન,ભારતનું શાસન સીધું અંગ્રેજોનાં કે પછી સ્થાનિક રાજાઓનાં હાથમાં હતું. ૧૯૪૭ માં આઝાદી વખતે પંજાબ તથા બંગાળનાં પ્રાંતોનું, ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાપાયે વિભાજન થયું,અને તે દરમિયાન તેમનાં વહિવટી વિભાગોને સુરક્ષિત રાખવાનું તથા ઘણાં બધાં રજવાડાંઓને ભારતસંઘમાં ભેળવવાનું, એ નવા રાષ્ટ્ર માટે પડકાર રૂપ કાર્ય હતું.

જો કે સ્વતંત્રતા બાદ તુરંત ભારતમાં અસ્થિર પરિસ્થિતીઓ ઉત્પન્ન થઇ. બ્રિટિશરો દ્વારા રચાયેલાં ઘણાં પ્રાંતો તેમનાં ઉપનિવેશીય હેતુ માટેનાં હતાં,અને તે ભારતીયોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડતાં નહોતાં કે ન તો તે જાતીય કે ભાષાકીય રીતે અનુકુળ હતાં. આ જાતીય અને ભાષાકીય તણાવને કારણે ભારતની સંસદને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવી અને નવેસરથી જાતીય અને ભાષાકીય ધોરણે રાજ્યોની રચના કરવાનું કારણ મળ્યું.

સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ બ્રિટીશ પ્રાંતો તથા દેશી રાજ્યોને એકીકૃત કરીને ભારતમાં રાજ્યોને ચાર શ્રેણીમાં વિભાજીત કરાયા હતા.[૩]

‘એ’ શ્રેણીના રાજ્યો ‘બી’ શ્રેણીના રાજ્યો ‘સી’ શ્રેણીના રાજ્યો ‘ડી’ શ્રેણીના રાજ્યો
૧. બિહાર
૨. અસમ
૩. સંયુક્ત પ્રાંત
૪. ઉડિસા
૫. મદ્રાસ
૬. મધ્ય પ્રદેશ
૭. પ. બંગાળ
૮. મુંબઈ
૯. પંજાબ
૧૦. આંધ્ર
૧. જમ્મુ-કશ્મીર
૨. મૈસૂર
૩. હૈદરાબાદ
૪. મધ્ય ભારત
૫. પેપ્સૂ (પટિયાલા અને પૂર્વ પંજાબના રાજ્યોનો સંઘ)
૬. ત્રાવણકોર-કોચીન
૭. રાજસ્થાન
૮. સૌરાષ્ટ્ર
૧. ભોપાલ
૨. દુર્ગ
૩. દિલ્હી
૪. અજમેર
૫. વિલાસપુર
૬. હિમાચલ પ્રદેશ
૭. કચ્છ
૮. મણિપુર
૯. ત્રિપુરા
૧૦. વિંધ્ય પ્રદેશ
૧. આંદામાન તથા નિકોબાર દ્વિપ સમૂહ.

૧૯૫૬ પછીફેરફાર કરો

૨૭ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદએ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એસ.કે.દરની અધ્યક્ષતામાં ચાર સભ્યોના એક આયોગની રચના કરી. આયોગે તેનો રિપોર્ટ ડિસેમ્બર ૧૯૪૮માં સુપ્રત કર્યો. રિપોર્ટમાં જણાવાયું કે રાજ્યોના ગઠનનો આધાર ભાષાકીય ન હોવો જોઈએ. રાજ્યોના ગઠનનો આધાર ભૌગોલિક રચના, આર્થિક નિર્ભરતા, પ્રશાસનિક સુગમતા અને વિકાસની ક્ષમતા પર હોવો જોઈએ. ત્યારબાદ ૨૨ ડિસેમ્બર ૧૯૫૩ના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ ફજલ અલીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના ‘રાજ્ય પુનર્ગઠન આયોગ’ની રચના કરવામાં આવી. પંડિત એચ.એન.કુંજરૂ અને સરદાર કે.એમ.પાણિક્કર તેના સભ્યો હતા. આયોગે ૩૦ ડિસેમ્બર ૧૯૫૫માં સુપ્રત કરેલા તેના રિપોર્ટમાં જણાવ્યું કે ચાર શ્રેણીમાં વિભાજીત રાજ્યોને વિભાજીત કરી તેમાથી ૧૬ નવાં રાજ્યો તથા ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનું નિર્માણ કરવું જોઈએ. આયોગની ભલામણોનો સ્વીકાર કરીને ૧૯૫૬માં ‘રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬’ પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત ભારતમાં ૧૪ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. આ ચૌદ રાજ્યોમાં મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસૂર, આંધ્ર પ્રદેશ, અસમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મુંબઈ, જમ્મુ-કાશ્મિર, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉડિસા તથા પંજાબ તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા, મણિપુર અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહનો સમાવેશ થાય છે.[૩]

આયોગની ભલામણોના આધાર પર નીચેના રાજ્યોનું ગઠન કરવામાં આવ્યું.[૩]

ક્રમ રાજ્ય નિર્માણ પ્રક્રિયા
૧. આંધ્ર પ્રદેશ આંધ્ર રાજ્ય અધિનિયમ, ૧૯૫૩ દ્વારા મદ્રાસ રાજ્યને વિભાજીત કરી બનાવવામાં આવ્યું.
૨. ગુજરાત તથા મહારાષ્ટ્ર મુંબઈ પુનર્ગઠન અધિનિયમ, ૧૯૬૦ દ્વારા મુંબઈ રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં વિભાજીત કરવામાં આવ્યાં. (૧/૫/૧૯૬૦)
૩. કેરળ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ દ્વારા ત્રાવણકોર-કોચીનની જગ્યાએ રચાયું.
૪. કર્ણાટક રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ દ્વારા તત્કાલીન મૈસૂર રાજ્યમાંથી બનાવવામાં આવ્યું. ૧૯૭૩માં કર્ણાટક નામ આપવામાં આવ્યું.
૫. નાગાલેન્ડ નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ, ૧૯૬૨ દ્વારા અસમ રાજ્યના કેટલાક ક્ષેત્રને અલગ કરી રચના કરવામાં આવી. જેમાં “નાગા પહાડી અને ત્યુએનસાંગ ક્ષેત્ર”નો પણ સમાવેશ કરવામાં આવ્યો. (૧/૨/૧૯૬૪)
૬. હરિયાણા પંજાબ પુનર્ગઠન્ અધિનિયમ, ૧૯૬૬ દ્વારા પંજાબ રાજ્યના કેટલાક ક્ષેત્રને અલગ કરી રચના કરવામાં આવી. (૧/૧૧/૧૯૬૬)
૭. હિમાચલ પ્રદેશ હિમાચલ સંઘ રાજ્ય ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)ને હિમાચલ પ્રદેશ રાજ્ય અધિનિયમ, ૧૯૭૦ અંતર્ગત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.
૮. મેઘાલય સંવિધાનના ૨૩મા સંશોધન અધિનિયમ૧૯૬૯ દ્વારા મેઘાલયને અસમ રાજ્યનું ઉપરાજ્ય બનાવવામાં આવ્યું. પૂર્વોત્તર ક્ષેત્ર અધિનિયમ ૧૯૭૧ દ્વારા પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો
૯. મણિપુર, ત્રિપુરા પૂર્વોત્તર ક્ષેત્ર અધિનિયમ ૧૯૭૧ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો.
૧૦. સિક્કિમ સંવિધાનના ૩૫મા સંશોધન અધિનિયમ ૧૯૭૪ દ્વારા સંયુક્ત રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. ૩૬મા સંશોધન અધિનિયમ, ૧૯૭૫ દ્વારા પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
૧૧. મિઝોરમ મિઝોરમ રાજ્ય અધિનિયમ ૧૯૮૬ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
૧૨. અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ અધિનિયમ્ ૧૯૮૬ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
૧૩. ગોવા ગોવા, દમણ અને દીવ પુનર્ગઠન અધિનિયમ ૧૯૮૭ અન્વયે ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. (૩૦/૦૫/૧૯૮૭)
૧૪. છત્તીસગઢ મધ્ય પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, ૨૦૦૦ દ્વારા મધ્ય પ્રદેશથી અલગ કરી પૃથક રાજ્ય બનાવવામાં આવ્યું.
૧૫. ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, ૨૦૦૦ દ્વારા ઉત્તર પ્રદેશથી અલગ કરી પૃથક રાજ્ય બનાવવામાં આવ્યું. (૯/૧૧/૨૦૦૦)
૧૬. ઝારખંડ બિહાર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૦૦ દ્વારા બિહાર રાજ્યના કેટલાક હિસ્સાને અલગ કરી પૃથક રાજ્ય બનાવવામાં આવ્યું. (૧૫/૧૧/૨૦૦૦)
૧૭. તેલંગાણા આંધ્ર પ્રદેશના વિભાજનથી નવું રાજ્ય તેલંગાણા અસ્તિત્ત્વમાં આવ્યું. (૨/૬/૨૦૧૪)[૪]
૧૮. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સંસદ દ્વારા અનુચ્છેદ ૩૭૦ નાબુદ કરી જ્મ્મુ-કાશ્મીરનો વિશેષ સંવૈધાનિક દરજ્જો સમાપ્ત કરી જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ (કારગિલ સહિત) એમ બે પૃથક કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. (૫/૮/૨૦૧૯)

નવેમ્બર ૨૦૧૯માં ભારત સરકારે દમણ અને દીવ અને દાદરા અને નગરહવેલીનું જોડાણ કરીને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવ બનાવ્યો હતો, જેનો અમલ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સત્તાવાર થયો હતો.[૫][૬][૭]

સંદર્ભફેરફાર કરો

  1. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
  2. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
  3. ૩.૦ ૩.૧ ૩.૨ गर्ग, राजीव (२००९). सामान्य ज्ञान संग्रह. नई दिल्ही: टाटा मेकग्रो-हिल कंपनी लिमिटेड. p. ४.१९. ISBN 978-0-07-009007-1. Check date values in: |year= (મદદ)
  4. "Telangana state formation gazette". The New Indian Express. Retrieved ૨૦૧૪-૦૫-૧૪. Check date values in: |accessdate= (મદદ)
  5. Dutta, Amrita Nayak (10 July 2019). "There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu". New Delhi. The Print. Retrieved 22 August 2019. Check date values in: |accessdate=, |date= (મદદ)
  6. "Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli". Devdiscourse. Retrieved 26 March 2020. Check date values in: |accessdate= (મદદ)
  7. http://164.100.47.4/BillsTexts/LSBillTexts/Asintroduced/366_2019_LS_Eng.pdf

બાહ્ય કડીઓફેરફાર કરો