કનુ ગાંધી

ભારતીય ફોટોગ્રાફર

કનુ ગાંધી (૧૯૧૭ – ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૬) ભારતીય ફોટોગ્રાફર હતા. તેઓ મહાત્મા ગાંધીના ભત્રીજા હતા, જેઓ તેમના કેટલાક આશ્રમોમાં તેમની સાથે રહ્યા હતા અને તેમના અંગત સ્ટાફના સભ્ય હતા. તેમને ગાંધીજીના ફોટોગ્રાફર તરીકે શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવે છે. તેમણે ૧૯૩૮થી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા સુધીની ફિલ્મોમાં ગાંધીજીના જીવનની ઘણી ક્ષણોનું રેકોર્ડિંગ કર્યું હતું. ગાંધીજીના મૃત્યુ બાદ કનુ અને તેમનાં પત્ની આભા રાજકોટ આવી વસ્યા હતાં, જ્યાં તેઓ કસ્તુરબા ગાંધીના નામનું ગ્રામીણ કેન્દ્ર ચલાવતા હતા. ગાંધીજીની હત્યાના દિવસે કનુ ગાંધીના પત્ની આભાબહેન બિરલા હાઉસ, દિલ્હી ખાતે ગાંધીજીની સાથે હતા.[૧][૨]

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ગાંધીજીના ભત્રીજા અને તેમના સાબરમતી આશ્રમના મેનેજર નારણદાસ ગાંધી તથા જમુના ગાંધીને ત્યાં ૧૯૧૭માં થયો હતો. કનુભાઈએ તેમનું પ્રારંભિક જીવન સાબરમતી આશ્રમમાં તેના માતાપિતા સાથે વિતાવ્યું હતું. જ્યારે તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે તેમના માતાપિતા વર્ધામાં રહેવા ગયા હતા. તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમમાં શિક્ષણ મેળવ્યું હતું.[૩][૪]

ગાંધીજી સાથે ફેરફાર કરો

દાંડી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ફક્ત ૧૫ વર્ષની તેમને કારાવાસની સજા કરવામાં આવી હતી. જોકે તેઓ ડૉક્ટર બનવા માગતા હતા, પરંતુ તેઓ વર્ધામાં ગાંધીજીના અંગત સ્ટાફ સાથે જોડાયા હતા, જ્યાં તેમણે ૧૯૩૬થી ૧૯૪૮ સુધી ક્લાર્ક, પત્રવ્યવહાર અને એકાઉન્ટિંગની કામગીરીની દેખરેખ રાખી હતી.[૩]

તેઓ મહાત્માની ખૂબ જ નજીક હતા તથા તેઓ "બાપુના હનુમાન" તરીકે ઓળખાતા. ૧૯૪૪માં કસ્તુરબાની ઇચ્છા અને ગાંધીના આશીર્વાદથી તેમણે આભાબેન ચેટર્જી સાથે લગ્ન કર્યા હતા, જેમને ગાંધીજીએ દત્તક લીધા હતા. અને તેઓ ૧૩ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા અને તેઓ "ગાંધીની ચાલવાની લાકડીઓમાંની એક" તરીકે જાણીતા હતા.[૫]

ગાંધીજીના ફોટોગ્રાફર ફેરફાર કરો

વિનોભા ભાવેના ભાઈ શિવાજી ભાવેએ વર્ધાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સૌ પ્રથમ કનુને આશ્રમના કાર્યક્રમો માટે ફોટોગ્રાફી કરવા કહ્યું હતું. જ્યારે કનુ વિનંતી સાથે ગાંધી પાસે પહોંચ્યા, ત્યારે ભંડોળની અછતને કારણે ગાંધીએ તેમને ઠુકરાવ્યા. ગાંધીના સહયોગી ઉદ્યોગપતિ જી.ડી. બિરલાએ કનુને તેનો કેમેરો, રોલિફ્લેક્સ અને ફિલ્મનો રોલ ખરીદવા માટે ૱ ૧૦૦ આપ્યા હતા. ૧૯૩૮થી ગાંધીના મૃત્યુ સુધી કનુએ મહાત્માના ઘણા અંગત ફોટા પાડ્યા હતા.[૬][૭]

ગાંધીજીએ કનુને ત્રણ શરતો પર તેમના ફોટોગ્રાફ કરવાની છૂટ આપી હતી, કે તે કોઈ ફ્લેશનો ઉપયોગ કરશે નહિ કે તેમને ક્યારેય પોઝ આપવાનું કહેવું નહી અને તેની ફોટોગ્રાફીને આશ્રમ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે નહીં.[૧][૮] કનુએ વંદેમાતરમના અમૃતલાલ ગાંધી દ્વારા તેમને ચૂકવવામાં આવતા ૧૦૦ પાઉન્ડના માસિક સ્ટાઇપેન્ડ મારફતે ફોટોગ્રાફીનો ખર્ચ પૂરો કર્યો હતો.[૩] તેમણે કેટલાક ફોટોગ્રાફ્સને અખબારોમાં પણ વેચી દીધા હતા અને સમય જતાં તે દૈનિક ધોરણે છબીઓ ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું. કનુએ ૧૯૪૭માં નોઆખલીમાં તેમની એક કૂચ સહિત ગાંધીજીની ફિલ્મો પણ બનાવી હતી.[૭][૯]

જોકે કનુને ગાંધીજીએ કસ્તુરબાની છેલ્લી ક્ષણો ને ફોટોગ્રાફ કરવાની મનાઈ ફરમાવી હતી, કારણ કે તેણીની પૂણેના આગાખાન પેલેસમાં કેદ દરમિયાન ગાંધીજીના ખોળામાં પડલા હતા. વર્ષો બાદ ગાંધીજીએ બિરલા હાઉસ, દિલ્હી ખાતે આભાના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે કનુ નોઆખલી ખાતે હતા, જ્યાં ગાંધીજીએ તેમને રોકાવાનો આદેશ આપ્યો હતો.[૫] ગાંધીજીની હત્યા સાથે જ કનુના ફોટોગ્રાફીના રસનો પણ અંત આવ્યો હતો જોકે તેમણે 1950ના દાયકામાં દુષ્કાળગ્રસ્ત બિહાર સહિત કેટલાક કાર્યો કર્યા હતા.[૭]

ફોટોગ્રાફીમાં કોઈ ઔપચારિક તાલીમ ન હોવાથી કનુએ આ કામ વિશેની કળા શીખી. તેમના કાર્યની ગુણવત્તામાં વિવિધતા છે જે ગાંધીજી અને આશ્રમના જીવનમાં બનેલી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. "ધ ઈન્ડિપેન્ડન્ટને" તેમના કાર્યને "કુદરતી રીતે પ્રગટાયેલા કાળા-સફેદ ફોટોગ્રાફ્સ" તરીકે ઓળખાવ્યા છે, જે ગાંધીજીના જીવન પ્રત્યે અસાધારણ આંતરિક દૃષ્ટિકોણ આપે છે.[૧૦] 1980ના દાયકામાં જર્મન કલેક્ટર પીટર રૂહે આ પ્રકારની સામગ્રી શોધી કાઢી અને તેનું માર્કેટિંગ શરૂ કર્યું ત્યાં સુધી કનુની મૂળ તસવીરો અસ્પષ્ટ રહી હતી. ૨૦૦૭માં રૂહે એ પોતાના ફોટોગ્રાફ્સ અને ફિલ્મનું કલેક્શન સાબરમતી આશ્રમ ટ્રસ્ટને 5 મિલિયન ડોલરમાં વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૨૦૧૨માં ફરીથી ખાનગી વેચાણ માટે આવું થયું. ગાંધી સ્મૃતિની હરાજી કરવાના પ્રયાસોએ ભારતમાં ઘણો વિવાદ ઊભો કર્યો હતો.[૧૧] [૧૨]

ગાંધીજી પછી ફેરફાર કરો

૧૯૪૮માં ગાંધીની હત્યા પછી, કનુ અને આભા ગાંધી રાજકોટ સ્થળાંતર થયા જ્યાં તેઓ કસ્તુરબાધામ અને રાષ્ટ્રીયશાળા સંસ્થાઓ ચલાવતા.[૧૧] કસ્તુરબાધામ એ ૧૯૩૯માં કસ્તુરબા ગાંધીની નજરકેદનું સ્થળ હતું અને સરકારે આઝાદી પછી મેળવ્યું હતું. કનુએ તેમના પિતાના વતી કેન્દ્ર ચલાવ્યું હતું, જેને સરકારે તેની કામગીરી સોંપી હતી અને તેને નાના પાયાના ઉદ્યોગો અને સેકન્ડરી સ્કૂલના કેન્દ્ર તરીકે કાર્ય કરવા વિકસાવી હતી. ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ મધ્યપ્રદેશમાં યાત્રા દરમિયાન કનુ ગાંધીનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.[૭]

વારસો ફેરફાર કરો

કનુની ગાંધીજીની તસવીરો ભારતમાં પ્રખ્યાત છે અને ગાંધી પર ઘણાં પુસ્તકોમાં છાપવામાં આવી છે, તેમ છતાં તે પોતે લાઇમલાઇટથી દૂર રહ્યા હતા અને દિલ્હીમાં ફક્ત એક જ પ્રદર્શન તેમના નામ હેઠળ દર્શાવવામાં આવ્યું.[૬][૧૦] ૧૯૮૬માં કનુના મૃત્યુ બાદ રૂહા દ્વારા તેના ફોટોગ્રાફ્સ આભા પાસેથી મેળવવામાં આવ્યા હતા અને તેનો કોઈ ઉપયોગ ન જોઈને તેણે નિકાલ કરવાની યોજના બનાવી હતી. ૧૯૯૫માં, લંડન સ્થિત કલાકાર સલીમ આરિફના પ્રયત્નો દ્વારા લીસુસ્ટર મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીમાં કનુના ફોટોગ્રાફ્સનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રિચાર્ડ એટનબરોની બાયોપિક ગાંધીના અનેક દ્રશ્યો કનુની તસવીરોના આધારે શૂટ કરવામાં આવ્યા હતા.[૧૩] કનુનો અંતિમ વારસો "માત્ર ફોટોગ્રાફર જ નહીં પરંતુ ગાંધીના ફોટો-બાયોગ્રાફર" તરીકે જ રહે છે, જેમણે પોતાના કેમેરા મારફતે મહાદેવ દેસાઈ અને પ્યારેલાલે તેમના સંસ્મરણો અને જીવનચરિત્રો દ્વારા ગાંધીને અમર બનાવવા માટે કર્યું હતું.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Kanu Gandhi". મૂળ માંથી 13 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2013.
  2. Gandhi, Rajmohan (2006). Mohandas: A True Story of a Man, His People, and an Empire. New Delhi: Penguin India. પૃષ્ઠ 688. ISBN 9780143104117.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "The Mahatma as his muse". The Hindu. 13 March 2005. મૂળ માંથી 1 એપ્રિલ 2005 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2013.
  4. Dhupelia-Mesthrie, Uma (2004). Gandhi's Prisoner?: The Life of Gandhi's Son Manilal. New Delhi: Permanent Black. પૃષ્ઠ 294. ISBN 9788178241166.
  5. ૫.૦ ૫.૧ "Mahatma: An Intimate View". Outlook. 2 February 1998. મેળવેલ 19 June 2013.
  6. ૬.૦ ૬.૧ "Rare portraits of the Mahatma". The Hindustan Times. 30 September 2011. મૂળ માંથી 20 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2013.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ "Mahatma Gandhi - Our Father" (PDF). મૂળ (PDF) માંથી 17 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2013. Check date values in: |archive-date= (મદદ)
  8. "Gandhi - A Photo Biography". Phaidon. મેળવેલ 19 June 2013.
  9. "MAHATMA GANDHI NOA KHALI MARCH (Archive)". મેળવેલ 19 June 2013.
  10. ૧૦.૦ ૧૦.૧ "Exhibitions Kanu Gandhi's Mahatma". The Independent. 27 July 1995. મેળવેલ 19 June 2013.
  11. ૧૧.૦ ૧૧.૧ "4,600 rare Gandhi photos offered for Rs4.3 crore". DNA. 25 October 2012. મેળવેલ 19 June 2013.
  12. "Harvesting a legacy". India Today. 7 January 2010. મેળવેલ 19 June 2013.
  13. "Documenting history". The Hindu. 5 May 2002. મૂળ માંથી 6 નવેમ્બર 2003 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2013.

બાહ્ય કડીઓ ફેરફાર કરો