દેવચકલી
દેવચકલી એક નાનું સ્ફૂર્તિલું પક્ષી છે. તેને સ્થાનિક ભાષામાં કાળીદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેવચકલી | |
---|---|
નર | |
માદા | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Muscicapidae |
Genus: | 'Saxicoloides' Lesson, 1832 |
Species: | ''S. fulicatus'' |
દ્વિનામી નામ | |
Saxicoloides fulicatus (Linnaeus, 1766)
| |
Light green cambaiensis, dark green fulicata and Sri Lankan leucopterus | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Motacilla fulicata[૧][૨] |
કદ અને દેખાવ
ફેરફાર કરોકદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી, નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંય વાળો હોય છે. શિયાળામાં પીઠ પર કથ્થાઇ રાખોડી હોય છે. તેનાં ચાંચ અને પગ કાળા રંગના,આંખ પણ કાળા રંગની હોય છે. માદાનો રંગ કથ્થાઇ હોય છે. માદા નિસ્તેજ ભૂરા રંગીન અને કોઈ પણ જાતનો પાંખ પર પેચ હોતો નથી. તેનું વૈજ્ઞાનિક નામ સક્સિકોલોઇડ્સ ફૂલિકેટ્સ (Saxicoloides fulicatus) છે.
વિસ્તાર
ફેરફાર કરોગુજરાત તથા ભારતમાં બધેજ,બાંગ્લાદેશ,નેપાળ,પાકિસ્તાન,શ્રીલંકા વિગેરે બધેજ જોવા મળે છે.આ પક્ષી ખુલ્લા પથરાળ તેમજ ઘાંસીયા મેદાન,વગડામાં તેમજ માનવ વસાહતો પાસે જોવા મળે છે. તે શરમાળ અને ભોળું પક્ષી છે.
ખોરાક
ફેરફાર કરોઝીણી જીવાત અને ઉધઇ ખાય છે. સાંજનાં સમયે ઉડતી જીવાત ખાવા માટે ટેવાયેલ હોય છે.
માળો
ફેરફાર કરોતેની માળા બાંધવાની ઋતુ એપ્રિલથી જૂન છે. આ પક્ષી ખડકોનાં પોલાણ,થડનાં પોલાણ તથા દિવાલોનાં ખાંચામાં માળો બનાવે છે.માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે.તેનાં ઇંડા લીલા કે ગુલાબી ટપકાંવાળા રતાશપડતાં કે કથ્થાઇ પીળા રંગનાં હોય છે.જોકે વિસ્તાર પ્રમાણે તેમાં ઘણુ વૈવિધ્ય હોય છે. ઈંડાને માદા સેવે છે અને નર અન્ય સ્થાનિક ફરજોમાં મદદ કરે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Linnaeus (1766). Systema Naturae i:336 (Ceylon).
- ↑ Baker, E C Stuart (1921). "A hand-list of genera and species of birds of the Indian Empire". Jour. Bom. Nat. Hist. Soc. 27 (1): 87.
- ↑ George Robert Gray (1855). Catalogue of the Genera and Subgenera of Birds Contained in the British Museum. British Museum Natural History. પૃષ્ઠ 36.