કાળો જળ કાગડો કે વચેટ કાજિયો (અંગ્રેજી: Indian Cormorant, Indian Shag, સંસ્કૃત: મહા જલકાક, હિન્દી: પાણ કૌઆ, જલ કૌઆ) (Phalacrocorax fuscicollis) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું પક્ષી છે જે મુખ્યત્વે ભારતીય ઉપખંડના જળાશયોમાં જોવા મળે છે. જો કે પશ્ચિમે સિંધ અને પૂર્વે થાઈલેન્ડ અને કમ્બોડિયા સુધી તેનો વિસ્તાર છે. આ જૂથવાસી, સામાજિક, વલણ ધરાવનાર, ટોળા કે વૃંદમાં વસનારું પક્ષી છે જે ભૂરી આંખો, ઢળતા કપાળયુક્ત નાનું માથું અને લાંબી તિક્ષણ તેમજ છેડેથી વળેલી ચાંચને કારણે તેના જેવડું જ કદ ધરાવતા તેની જાતિનાં અન્ય પક્ષી નાનો જળ કાગડોથી અલગ ઓળખાઈ આવે છે.

કાળો જળ કાગડો
વચેટ કાજિયો
(Indian Cormorant)
In breeding plumage in Kolkata, West Bengal, India
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Suliformes
Family: Phalacrocoracidae
Genus: ' Phalacrocorax'
Species: ''P. fuscicollis''
દ્વિનામી નામ
Phalacrocorax fuscicollis
Stephens, 1826

આ પક્ષી 510–535 millimetres (20.1–21.1 in) લંબાઈ, 54–58 millimetres (2.1–2.3 in) લાંબી ચાંચ, અને 138–142 millimetres (5.4–5.6 in) લાંબી પૂંછડી ધરાવે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. BirdLife International (2012). "Phalacrocorax fuscicollis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)