કિશોરસિંહ હિંદુજી સોલંકીગુજરાત, ભારતના ગુજરાતી કવિ અને નવલકથાકાર છે. તેઓ ગુજરાતી સાહિત્યિક સામાયિક શબ્દસારના સંપાદક છે.

કિશોરસિંહ સોલંકી
કિશોરસિંહ ગુજરાતી વિશ્વ કોશ ટ્રસ્ટ ખાતે , જુલાઈ ૨૦૧૨
કિશોરસિંહ ગુજરાતી વિશ્વ કોશ ટ્રસ્ટ ખાતે , જુલાઈ ૨૦૧૨
જન્મકિશોરસિંહ હિંદુજી સોલંકી
૧ એપ્રિલ ૧૯૪૯
મગરવાડા, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત
વ્યવસાયકવિ, નવલકથાકાર, પ્રાધ્યાપક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.; પીએચ. ડી.
સહી

જીવન ફેરફાર કરો

કિશોરસિંહ સોલંકીનો જન્મ ૧ એપ્રિલ ૧૯૪૯ના રોજ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામે થયો હતો. તેમણે ૧૯૬૯ માં એસ.એસ.સી. પૂર્ણ કર્યું. ૧૯૭૩ માં તેમણે ગુજરાતી વિષયમાં બી.એ.ની પદવી મેળવી. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ લેંગ્વેજિઝમાંથી એમ.એ. કર્યા પછી તેમણે પીએચ.ડી કર્યું.[૧]

તેમણે આર્ટ્સ કૉલેજ, મોડાસા ખાતે શિક્ષણ આપ્યું, અને ત્યાર બાદમાં આર્ટસ કોલેજ, મહુડામાં તેમણે પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ત્યાર બાદ તેઓ ગુજરાતી વિભાગના વડા બન્યા. ૧૯૯૬થી તેઓ ગાંધીનગરના સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજનાં આચાર્યના પદે રહ્યા. તેઓ શબ્દસાર નામના સામાયિકના સંપાદક પણ છે.[૧]

રચનાઓ ફેરફાર કરો

કિશોરસિંહ સોલંકીએ પરંપરાગત તેમજ પ્રાયોગિક કવિતાઓ લખી છે. વિન્યાસ (૧૯૮૯), કરણ (૧૯૮૯), પ્રેમાક્ષર (૧૯૯૫), અજાણ્યો ટાપુ (૧૯૯૭), માણસને મેળે (૧૯૯૮) એ તેમના કાવ્યસંગ્રહો છે. ધૂપછાંવ (૨૦૦૬) એ તેમનો હિંદી કવિતા સંગ્રહ છે.[૧]

કિશોરસિંહ સોલંકીએ ૧૯૭૭માં બે નવલકથાઓ લખી હતી; રઝળતા દિવસ અને રીતુ. આ નવલકથાઓ પછી, ભાઈચારો (૧૯૮૭), ગ્રહણ (૧૯૯૨), વીરવાદા (૧૯૯૪), અડધા આકાશે ઉગતો સૂરજ (૧૯૯૫), વસવસો (૧૯૯૭) અને આલય (૧૯૯૭) તેમની અન્ય કૃતિઓ છે. ભાઇચારો દસ વર્ષ પહેલાં ભવ તરીકે લખાઈ હતી, જેમાં શહેર જતાં પહેલાના ગામના જીવનના તેમના અનુભવો શામેલ છે. અરવલ્લી (૨૦૦૭) એ આત્મકથાત્મક શૈલીમાં લખેલી તેમની પ્રાયોગિક કથાત્મક નવલકથા છે. પાદરમાં ઉગતા પગલા (૧૯૮૯) એ તેમના વતન પરની તેમની વાર્તા છે, જ્યારે સહપ્રવાસી (૧૯૮૯)એ તેમનો લઘુકથાઓનો સંગ્રહ છે.[૧] તેમની વાર્તા માસારીએ દલિત લોકોને દર્શાવ્યા હતા.[૨] ભીની માટીની મહેક (૧૯૮૮), પંખીની પાંખમાં પાદર (૧૯૯૭) અને શબ્દસાર (૧૯૯૭) એ તેમના નિબંધોનો સંગ્રહ છે. કાળા પાણીના કિનારે (આંદામાન અને નિકોબાર ટાપૂઓ, ૧૯૮૯) અને દેશ રે જોયા પરદેશ જોયા (૧૯૮૯) એ તેમના પ્રવાસવર્ણનો છે. તેમણે વિકલ્પની વિસ્તરી ક્ષિતિજો (૧૯૮૨), માનવી મરજીવા (૧૯૮૭), જનપદી નવલકથા, વિભાવના અને વિકાસ (૧૯૯૪), એકસાથ સૉનેટ (૨૦૦૦), ગુજરાતી નિબંધ સૃષ્ટિ (૨૦૦૬), ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન (૨૦૦૬), ઘૂઘરા ઘમકે સે (૨૦૧૭)નું સંપાદન કર્યું છે.[૩]

પારિતોષિક ફેરફાર કરો

તેમણે ક્રિટિક્સ એવોર્ડ (૧૯૮૪) અને બળવંતરાય કે. ઠાકોર ઇનામ (૧૯૮૯) મેળવ્યા છે.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 126–128. ISBN 978-93-5108-247-7.
  2. Amar Nath Prasad; M. B. Gaijan (2007). Dalit Literature: A Critical Exploration. Sarup & Sons. પૃષ્ઠ 213. ISBN 978-81-7625-817-3.
  3. "દલિત સર્જકોની રચના સમાવતું 'ઘૂઘરા ઘમકે સે'". divyabhaskar. 2017-01-01. મેળવેલ 2018-05-18.[હંમેશ માટે મૃત કડી]