કીર્તિ સ્તંભ, પાલનપુર
કીર્તિ સ્તંભ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગર ખાતે આવેલ એક ઐતિહાસિક સ્થાપત્ય છે.
ઇતિહાસ
ફેરફાર કરોપાલનપુરના નવાબોની ભવ્યતાના પ્રતીકરૂપે બંધાવવામાં આવેલ કીર્તિ સ્તંભ શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થિત એક ઊંચો સ્તંભ છે. આ ઇમારતનું નિર્માણ ઈ.સ. ૧૯૧૮માં નવાબ તાલે મોહમ્મદખાન દ્વારા શેર મોહમ્મદખાનની બહાદુરીની ઉજવણી માટે, પબ્લિક વર્ક્સ ઓફિસર સૈયદ ગુલાબ મિયા અબ્દુમિયાની દેખરેખ હેઠળ બંધાવવામાં આવ્યું હતું અને તેનો કુલ ખર્ચ રૂ. ૪૦,૦૦૦ જેટલો થયો હતો.
વર્તમાન સમયમાં આ ઇમારત શહેરની ભવ્યતાના ખડતલ પ્રતીકરૂપે ઊભી છે અને પાલનપુરની ઉત્ક્રાંતિનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. પાલનપુર અને ઝાલોરના શાસકોની યાદી પર તેના પર કોતરવામાં આવેલ છે. બિકાનેરના મહારાજા જનરલ સર ગંગાસિંહજી દ્વારા આ કીર્તિ સ્તંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું[૧].
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "કિર્તી સ્તંભ". ૨૨ ઓગસ્ટ ૨૦૧૮.