કૃત્રિમ ઉપગ્રહ
સોવિયેત સંઘ દ્વારા ૧૯૫૭માં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક ૧ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ૨૦૦૯ સુધીમા હજારોની સંખ્યામાં ઉપગ્રહો પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. ૧૦ જેટલા દેશોની ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાની ક્ષમતાનો ૫૦ કરતા વધુ દેશો ઉપયોગ કરે છે. હાલમાં ઘણા ઉપગ્રહો કાર્યરત છે, જ્યારે હજારો બિન ઉપયોગી ઉપગ્રહો અને તેના પુરજા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અવકાશી ભંગાર તરીકે તરી રહ્યા છે. કેટલાક સંશોધક અવકાશયાનો અન્ય અવકાશી પદાર્થોની આસપાસ ભ્રમણકક્ષામાં તરતા મુકવામાં આવ્યા અને તેઓ ચંદ્ર, શુક્ર, મંગળ, ગુરુ અને શનિના કૃત્રિમ ઉપગ્રહો બની ગયા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |