કેવટ
કેવટ રામાયણમાં આવતું એક પાત્ર છે, જેણે ૧૪ વર્ષના વનવાસ માટે વનમાં જતાં રામ, સીતા અને લક્ષ્મણને પોતાની નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી. આ કથાનું વર્ણન તુલસીદાસ કૃત રામચરિત માનસના અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે. કેવટ શ્રી રામચંદ્રનો અનન્ય ભક્ત હતો.
કહેવાય છે કે સૃષ્ટિના આરંભકાળમાં જ્ચારે સંપૂર્ણ જગત જળમાં હતું, ત્યારે કેવટનો જન્મ કાચબા યોનિમાં થયો હતો. કાચબા યોનિમાં પણ એને ભગવાન માટે અત્યાધિક પ્રેમ હતો. પોતાને મોક્ષ મળે તે માટે કેવટે શેષ શૈયા પર શયન કરતા ભગવાન વિષ્ણુના પગના અંગુઠાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં કેવટ અસફળ થયો હતો. આ સમય પછી એક યુગથી પણ અધિક સમય સુધી અનેક જન્મમાં એણે ભગવાનની તપસ્યા કરી અને અંતે ત્રેતા યુગમાં કેવટના રુપે જન્મ લઇ, ભગવાન વિષ્ણુ, કે જે રામના રુપે અવતર્યા હતા, તેમની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.