ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ કૈકેયીભગવાન રામના ભાઈ ભરતના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં. રાજા દશરથને કૈકેયી ઉપરાંત કૌશલ્યા અને સુમિત્રા એમ બીજી પણ બે રાણીઓ હતી.

કૈકેયી
Dasaratha promises to banish Rama per Kaikeyi's wishes.jpg
કૈકેયીના રામને વનવાસ મોકલવાનું વચન પૂરું કરતા દશરથ (અયોધ્યા કાંડ હસ્તપ્રતનું ચિત્ર)
મહાકાવ્યરામાયણ
માહિતી
કુટુંબઅશ્વપતિ (પિતા)
જીવનસાથીદશરથ
બાળકોભરત (પુત્ર)

કૈકેયીને રાજા દશરથે આપેલાં બે વચનની તેણીએ ભગવાન રામના રાજ્યાભિષેક પહેલાં માંગણી કરી હતી. જેમાં રામ વનવાસ જાય અને કૈકેયીપુત્ર ભરત ગાદીએ બેસે એવાં બે વચન હતાં. આ વચન તેણીએ મંથરા નામની દાસીની સલાહ પ્રમાણે માંગ્યા હતા. કૈકેયી કૈકય દેશની રાજકુમારી હતી, એટલા માટે તેનું નામ કૈકેયી હતુ.