ખંડાલા
ખંડાલા (મરાઠી: खंडाळा), ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પશ્ચિમ ઘાટ સ્થિત એક ગિરિમથક (હિલ સ્ટેશન) છે.[૧] તે લોનાવાલા થી ત્રણ કિલોમીટર અને કર્જત થી સાત કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.
ખંડાલા
खंडाळा | |
---|---|
ગિરિમથક | |
રાજમાચી ઉદ્યાન, ખંડાલા ખાતેથી પસાર થતો મુંબઇ-પુના દ્રુતગતિ માર્ગ | |
અક્ષાંશ-રેખાંશ: 18°45′29″N 73°22′19″E / 18.758°N 73.372°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | પુના |
ઊંચાઇ | ૫૫૦ m (૧૮૦૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+5:30 (IST) |
વેબસાઇટ | http://www.khandala.com |
ખંડાલા, ભોર ઘાટ ખાતેના એક છેડા (ઉપર તરફ) પર સ્થિત છે, કે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશ અને કોંકણના મેદાની ક્ષેત્ર વચ્ચેના સડક માર્ગ પર સ્થિત એક મુખ્ય સ્થાન છે. આ ઘાટ પરથી ભારે પ્રમાણમાં રોડ અને રેલ યાતાયાત પસાર થાય છે. મુંબઇ અને પુના શહેરોને જોડતી મુખ્ય કડી મુંબઇ-પુના દ્રુતગતિ માર્ગ, ખંડાલા ખાતેથી પસાર થાય છે.
નજીકના શહેરો ખાતેથી સહેલાઈથી પહોંચી શકવાને કારણે, ખંડાલા પગપાળા તેમ જ પર્વતારોહણ પર્યટન (ટ્રેકિંગ, હાઇકિંગ) પ્રવાસીઓમાં ખાસ કરીને લોકપ્રિય છે. ડ્યુકનું નાક (ડ્યૂક્સ નોઝ) નામક પહાડી ટોચ પરથી ખંડાલા અને ભોર ઘાટની સુંદર દૃશ્યાવલિઓની મજા માણી શકાય છે.
લોકપ્રિય સંસ્કૃતિમાં
ફેરફાર કરોખંડાલાનો ઉલ્લેખ હિંદી ફિલ્મ ગુલામનું પ્રખ્યાત ગીત "આતી ક્યા ખંડાલા"માં કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૭૫ની યાદગાર હિંદી ફિલ્મ છોટી સી બાતમાં અશોક કુમાર દ્વારા અભિનિત પાત્ર, કે જે લશ્કરના નિવૃત્ત કર્નલ છે, ખંડાલા ખાતે નિવાસ કરે છે.
ચિત્ર દર્શન
ફેરફાર કરો-
પશ્ચિમ ઘાટ ખાતે આવેલ ખંડાલા ગિરિમથક
-
ખંડાલાનું વિહંગમ દૃશ્ય
-
ડ્યુક્સ નોઝ
-
ડ્યુક્સ નોઝ
-
ડ્યુક્સ નોઝ
-
ખંડાલા ખાતેથી ખીણનું દૃશ્ય
-
ખંડાલા પાસેથી પસાર થતો મુંબઇ-પુના રેલમાર્ગ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Khandala, Maharashtra | Expert Bulletin". મૂળ માંથી 2016-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-28.