ખાનદેશ જિલ્લો

મહારાષ્ટ્રનો ભૂતપૂર્વ વહીવટી વિભાગ
ભુસાવળ જિલ્લાનો નકશો (વર્ષ ૧૮૯૬)

ખાનદેશ જિલ્લો (અથવા ખાનદેશ) અંગ્રેજ શાસન સમયમાં એક ભૂતપૂર્વ વહીવટી વિભાગ હતો, જેમાં વર્તમાન  સમયના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા જલગાંવ, ધુલિયા અને નંદરબાર જિલ્લાઓમાં અને નાસિક જિલ્લાના થોડા વિસ્તારનો સમાવેશ થતો હતો.

૧૮મી સદીમાં અને ૧૯મી સદીના પ્રારંભિક સમયમાં ખાનદેશ, મરાઠા સંઘનો ભાગ હતું અને તેનું શાસન મરાઠા પેશવાઓ હસ્તક હતું. આ જિલ્લો વર્ષ ૧૮૧૮ના સમયમાં બ્રિટિશ ભારતના ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધના પરિણામ સ્વરૂપે અંગ્રેજ શાસન હેઠળ આવ્યો હતો. જિલ્લાનો દક્ષિણ ભાગ વર્ષ ૧૮૬૯માં નાસિક જિલ્લામાંથી છૂટો પાડી આ જિલ્લામાં ઉમેરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૦૬માં આ જિલ્લાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો; પૂર્વ ખાનદેશ અને પશ્ચિમ ખાનદેશ જિલ્લાઓ, જેમાં તેનાં મુખ્યમથક અનુક્રમે જલગાંવ ખાતે અને ધુલિયા (ધુળે) ખાતે રાખવામાં આવ્યાં હતાં. પૂર્વ ખાનદેશ જિલ્લાને પછી જલગાંવ જિલ્લો અને પશ્ચિમ ખાનદેશ જિલ્લાને પછીથી ધુલિયા જિલ્લો નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં ધુલિયા જિલ્લાનું  વિભાજન કરવામાં આવ્યું હતું, જેમાં ધુલિયા જિલ્લો અને નંદરબાર જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા.

સંદર્ભોફેરફાર કરો

  • Hunter, Sir William Wilson, et al. (1908). Imperial Gazetteer of India, Volume 15. 1908-1931; Clarendon Press, Oxford.