ખોડીયાર જળાશય યોજના

ગુજરાતના ધરી તાલુકામાં આવેલ ડેમ

ખોડીયાર જળાશય યોજના અથવા ખોડીયાર બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામની નજીક શેત્રુંજી નદી, કે જે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળે છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૧૧,૬૦૭ હેક્ટર (૨૮,૬૮૧ એકર) જમીનમાં ૯ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૬૭ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું[]. આ જળાશય થકી ધારી તાલુકાનાં ૨૦ જેટલાં ગામોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

ખોડીયાર બંધ
ખોડીયાર જળાશય યોજના is located in ગુજરાત
ખોડીયાર જળાશય યોજના
ખોડીયાર બંધનું ગુજરાતમાં સ્થાન
દેશભારત
સ્થળઅમરેલી જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°33′00″N 71°03′00″E / 21.55000°N 71.05000°E / 21.55000; 71.05000
હેતુસિંચાઇ
સ્થિતિસક્રિય
ઉદ્ઘાટન તારીખ૧૯૬૭
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમાટીયાર અને ચણતર
નદીશેત્રુંજી નદી
ઊંચાઇ (પાયો)36.27 m (119.0 ft)
લંબાઈ497 m (1,631 ft)
સ્પિલવે પ્રકારઓગી, દરવાજા-સંચાલિત
સ્પિલવે ક્ષમતા2,409 m3/s (85,100 cu ft/s)
સરોવર
કુલ ક્ષમતા3,222,000 m3 (2,612 acre⋅ft)
સક્રિય ક્ષમતા3,222,000 m3 (2,612 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર383 km2 (148 sq mi)
સપાટી વિસ્તાર6.16 km2 (2.38 sq mi)
  1. "ખોડીયાર જળાશય યોજના". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૮.