શેત્રુંજી નદી

ભારતમાં આવેલ એક નદી

શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે.[૨]

શેત્રુંજી
સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
પ્રદેશસૌરાષ્ટ્ર
ભૌગોલિક લક્ષણો
સ્રોતચાંચાંઇ ટેકરી
 ⁃ સ્થાનઅમરેલી જિલ્લો, ગુજરાત, ભારત
નદીનું મુખખંભાતનો અખાત
 • સ્થાન
ભાવનગર જિલ્લો
લંબાઇ૨૨૭ કિમી[૧]
સ્રાવ 
 ⁃ સ્થાનઅરબી સમુદ્ર
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધખોડીયાર જળાશય યોજના, શેત્રુંજી બંધ

આ નદી પાલિતાણાની ટેકરીઓની ઉત્તરે શેત્રુંજય પાસેથી પસાર થઇ તળાજાની ટેકરીઓમાાં અગ્નિ દિશામાં થઇને ગોપનાથથી આશરે ૧૦ કિમીના અંતરે ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળી જાય છે.[૩][૪]

આ નદી ઉપર ખોડીયાર જળાશય યોજના હેઠળ ૧૯૬૭ના વર્ષમાં બંધ બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ઘનમિટર સંગ્રહશક્તિ ધરાવે છે. જેમાં ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ (પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર બંધની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ સ્‍થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.

આ ઉપરાંત નદી પર શેત્રુંજી બંધ બાંધવામાં આવેલો છે.[૧]

  1. ૧.૦ ૧.૧ "શેત્રુંજી નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મૂળ માંથી 2021-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-18.
  2. Bhattacharya, Anil Kumar (૧૯૮૫). Proceedings of Indian Geological IVth Session Congress, Varanasi, 1982: a volume in honour of Prof. D.K. Chakravarti. Today & Tomorrow's Printers and Publishers. પૃષ્ઠ ૧૮૭. ISBN 978-81-7019-270-1. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨.
  3. United States. Hydrographic Office (૧૯૨૦). Publications, Issue 159 (Public domain આવૃત્તિ). પૃષ્ઠ ૩૪૫–. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨.
  4. Chopra, Pran Nath (૧૯૯૨). Encyclopaedia of India. Rima Publishing House. પૃષ્ઠ ૧૦૫. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨.