ગદા
ગદા (સંસ્કૃત: गदा) એ એક જાતનું હથિયાર છે. જેને ઉપરથી નાળિયેરના જેવો ગોળો અને નીચેથી પકડવા માટેનો લાંબો હાથો હોય છે. ગદા લાકડા અથવા ધાતુની બનાવવામાં આવે છે. ભારત સિવાય દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સિલાટમાં પણ ગદા હજુ પણ હથિયાર તરીકે વપરાય છે.
ગદા | |
---|---|
ભીમની ગદા, થ્રિપ્પલિયૂર મહા વિષ્ણુ મંદિર, પુલિયૂર, કેરળ | |
Place of origin | ભારત |
ઉદ્ભવ
ફેરફાર કરોગદા વિશ્વના સૌથી પ્રાચીન હથિયારોમાંનું એક છે. પ્રાગઐતહાસિક સમયમાં તેનો ઉદ્ભવ એક છેડેથી જાડા લાકડા અથવા હાડકાના ટુકડા પરથી થયો હોવાનું મનાય છે. પછીથી લાકડાના લાંબા ટુકડાના એક છેડે પથ્થર બાંધવામાં આવતો હતો. તામ્રયુગમાં પથ્થરનું સ્થાન ધાતુએ લીધું અને પછીથી લાકડા અને ધાતુનું જોડાણ નબળું હોવાથી સમગ્ર ગદા ધાતુની જ બનાવવાની શરૂઆત થઇ.
ધર્મ ગ્રંથોમાં
ફેરફાર કરોહિંદુ ધર્મનાં પુરાણો પ્રમાણે હનુમાન, વિષ્ણુ, બલરામ, ભીમ, દુર્યોધન, જરાસંધ વગેરે ગદા વાપરતા હતા. ગદા હનુમાનનું મુખ્ય હથિયાર છે. વિષ્ણુના ચાર હાથો પૈકી એકમાં તેમની ગદા કૌમુદકી જોવા મળે છે. આ ઉપરાંત ભૈરવ, ચામુંડા અને કુબેરના હાથમાં પણ ગદા જોવા મળે છે. પુરાણો અનુસાર, વિષ્ણુએ તેમની ગદા વરૂણ પાસેથી મેળવી હતી, જેનો પ્રહાર વીજળીના ચમકારા જેવો અવાજ કરતો હતો.[૧]
મલય ભાષામાં ગદા શબ્દ અપનાવવામાં આવ્યો છે, જેનો અર્થ લાકડી થાય છે.
ગદા યુદ્ધ
ફેરફાર કરો-
ચિત્રસેન સાથે યુદ્ધ કરતો અર્જુન, મહાભારત
પ્રાચીન હિંદુ સાહિત્યમાં ગદા યુદ્ધની વિસ્તૃત વિગતો મળી આવે છે. ગદા વડે લડાતા યુદ્ધને ગદા યુદ્ધ કહે છે. તેના બાર પ્રકારો છે, જે અગ્નિ પુરાણમાં વર્ણવામાં આવ્યા છે: આહત, ગોમૂત્ર, પ્રભત, કમલાસન, ઉર્ધ્વગ્રત, નમિત, વામદક્ષિણ, આવૃત્ત, પ્રવૃત્ત, પદોધૃત, અવપ્લત, હંસમાગ્ર અને વિભાગ. મહાભારતમાં પણ તેના વિવિધ પ્રકારોનું વર્ણન છે.
ગદાની અંદર સ્ફોટક પદાર્થ ભરીને તે યુદ્ધમાં શસ્ત્ર તરીકે વાપરી શકાય છે. ગૌમૂત્ર વ્યુહરચનામાં તે ઉંચાઇ પરથી અથવા બંને બાજુથી દુશ્મનો પર પ્રહાર કરવા અને આતંક ફેલાવવા માટે વાપરી શકાય છે.[૨]
કસરતના સાધન તરીકે
ફેરફાર કરોપરંપરાગત હિંદુ અખાડા સંસ્કૃતિમાં ગદા કસરત કરવાનું એક સાધન છે. વિવિધ વજન અને પરિમાણ ધરાવતી ગદા કસરત કરનારની ક્ષમતા મુજબ વપરાય છે. એવું મનાય છે કે હનુમાનની ગદા વિશ્વની સૌથી મોટી ગદા હતી. કસરત કરવા માટે લાકડાની બનેલી એક અથવા બે ગદા કસરત કરનારની પકડ અને બાવડા મજબૂત બનાવે છે. પ્રસિદ્ધ ગામા પહેલવાન ગદાની કસરતો માટે જાણીતો હતો. ઘણી વખત કુસ્તીના વિજેતાઓને ગદા અપર્ણ કરાય છે.
કરાટેની કસરતનું સાધન ચિશિ ગદા અને મગદરની કસરતો પર આધારિત છે.[૩]
છબીઓ
ફેરફાર કરો-
ભારતીય-ઇરાની ગદાઓ
-
ચાર ભૂજા વાળા વિષ્ણુ, ગદા સાથે
-
મોગલ યુગની ગદા, ઇ.સ. ૧૬૦૦
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Jan Gonda (૧૯૬૯). Aspects of Early Visnuism. દિલ્હી: Motilal Banarsidass Publishers. પૃષ્ઠ ૯૯.
- ↑ Weapons of War in Hindu Literature
- ↑ Club History
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |