ગામીત બોલી
ગુજરાત-મહારાષ્ટ્રમાં બોલાતી એક ભાષા
ગામીત બોલી તાપી નદીના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના ગામિત જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. આ બોલી બોલનારા ગામીત લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લામાં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા છે.
ગામીત | |
---|---|
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | ગુજરાત, મહારાષ્ટ્ર |
વંશ | ગામીત |
સ્થાનિક વક્તાઓ | e25 |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
લિપિ | દેવનાગરી, ગુજરાતી[૨] |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | gbl |
ગ્લોટ્ટોલોગ | gami1242 |
વ્યાકરણ તથા ઉચ્ચારણ
ફેરફાર કરોગામીત બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે. આ બોલીમાં વાક્યને અંતે લ્હેકા સાથે વા બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે. ગામીત બોલીનાં લોકગીતો પૈકીનું રોડાલી ગીત ખુબ જ લોકપ્રિય છે.
શબ્દ | ગુજરાતી અર્થ |
---|---|
આબહો | પિતા |
આયહો, આયો | માતા |
બાહા | ભાઈ |
બાયહો, બાઈ | બહેન |
પોહો | પુત્ર |
પોહી | પુત્રી |
માટળો, માટી, ધનારો | પતિ |
યેનો | આવ્યો |
માન | મને |
કોલા | કેટલા |
પાનાં | પાંદડાં |
બોજાહા | ભાભી |
નિચાક | છોકરો |
નિચકી | છોકરી |
થેએ, દોનારી | પત્ની |
રાને | ખેતરે |
બોળજે | બળદ |
ગાવડે | ગાય |
કોદી | ચોખા |
વોરાડ | લગન |
નીંગયો | નિકળ્યો |
પાહલા | પાછળ |
કેસ જા | ક્યાં જાઓ છો? |
કાઇ કઓતોહો | શું કરો છો? |
ઉજાળો ઓ વી ગીયો | સવાર થઇ ગઇ |
કેસ જાં? | ક્યાં જવાના? |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gamit | Ethnologue Free". Ethnologue (Free All). મેળવેલ 2023-02-28.
- ↑ "ScriptSource - Gamit". મેળવેલ 2017-02-13.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |