ડભોઇ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ડભોઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું નગર અને તાલુકા મથક છે.

ડભોઇ
—  નગર  —
ડભોઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°11′N 73°26′E / 22.18°N 73.43°E / 22.18; 73.43
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
વસ્તી ૫૧,૨૪૦[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૯ /
સાક્ષરતા ૮૨.૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 99 metres (325 ft)

કોડ
  • • પીન કોડ • ૩૯૧૧૧૦
    • ફોન કોડ • +૯૧-૨૬૬૩

ડભોઇનું પ્રાચિન નામ દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુર નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતી પડ્યુ હોવાનું અમુક ઇતિહાસકારો માને છે.[] જ્યારે અન્ય એક સ્રોત મુજબ ડભોઇ કિલ્લાનું બાંધકામ કરનાર શિલ્પકારોમાં "દુભોવે કે દુભાવે" નામના મુખ્ય શિલ્પકારના નામ પરથી આ નગરનું નામ પડ્યું હોવાનું જણાવવામાં આવે છે.[] સોલંકી વંશ દરમિયાન સમૃદ્ધ રહેલા આ શહેરનાં મંદિરોનો નાશ અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને કર્યો હતો.[]

આખા ભારતીય ઉપખંડમાં ડભોઇ ખાતે સૌપ્રથમ જાહેર વીજળીઘર બનાવવામાં આવ્યું હતું.

દરવાજાઓ

ફેરફાર કરો

ડભોઇમાં ચાર દરવાજાઓ આવેલા છે, જે ચાર દિશાઓમાં આવેલા છે અને કિલ્લાની દિવાલમાં મધ્ય અને ખૂણા પર આવેલા છે. ડભોઈ કિલ્લાના ઉત્તરી દ્વારને ચાંપાનેર દ્વાર તરીકે પણ ઓળખાય છે. વિશળદેવ અને મુસ્લિમ શાસન સમયે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશામાં આવેલ હીરા ભાગોળ, જે તેના શિલ્પી હીરાધર પરથી ઓળખાય છે, સુંદર કોતરણી ધરાવે છે. પશ્ચિમમાં વડોદરા ભાગોળ, ઉત્તરમાં મહુડી અથવા ચાંપાનેરી ભાગોળ અને દક્ષિણમાં નાંદોડી ભાગોળ આવેલા છે.[]

 
ડભોઇ-મિયાંગામ વચ્ચેની બળદગાડા સંચાલિત રેલ્વે.

ડભોઇ-મીયાગામ વચ્ચે શરુ થયેલી પ્રથમ રેલ્વે બળદગાડાં વડે ચાલતી હતી.[] ડભોઇ ખાતે વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવેનું જંકશન આવેલું છે.

જાણીતા વ્યક્તિઓ

ફેરફાર કરો
  1. "Dabhoi Population, Caste Data Vadodara Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. Saxena, Adhya Bharti (2000). "DABOHI - AN URBAN SETTLEMENT OF CENTRAL GUJARAT C.1000 - C. 1800 A.D.". Proceedings of the Indian History Congress. 61: 358–364. JSTOR 44148112.
  3. Verma, Amrit (1985). Forts of India. India: Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. પૃષ્ઠ 39. ISBN 0318369907.
  4. "ડભોઈ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-02-14.
  5. "Dabhoi & Gates". મેળવેલ ૨૯ ઓક્ટોબર ૨૦૧૬.
  6. "Vadodara/Baroda Railway Musum and Audtiorium". મૂળ માંથી 2015-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-29.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો