ગારીયાધાર તાલુકો

ગુજરાતના ભાવનગર જિલ્લાનો તાલુકો

ગારીયાધાર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે.

ગારીયાધાર તાલુકો
—  તાલુકો  —
ગારીયાધાર તાલુકોનું in ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°19′N 71°21′E / 21.32°N 71.35°E / 21.32; 71.35
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મુખ્ય મથક ગારીયાધાર
વસ્તી

• ગીચતા

૧,૧૮,૨૭૬[] (૨૦૧૧)

• 244/km2 (632/sq mi)

લિંગ પ્રમાણ ૯૫૯ /
સાક્ષરતા ૭૫.૮૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 485.07 square kilometres (187.29 sq mi)

ગારીયાધાર ખાતે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. ગારીયાધારથી જિલ્‍લા મથક ભાવનગર ૮૦ ક‍ી.મી. દુર આવેલ છે.

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

આ તાલુકો સંતોની ભુમી તરીકે પ્રખ્‍યાત થયેલ છે. ગારીયાધાર તાલુકામાં આવેલા વિરડી ગામે જગતપીરની પવિત્ર જગ્યા આવેલી છે, જ્યાં ધુળેટીના દિવસે વિશાળ મેળો ભરાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુ લોકોની ભીડ ઉમટે છે. ગારિયાધાર તાલુકા મા વાલમપીર બાપાની પ્રખ્યાત જગ્યા આવેલ છે. ગારિયાધારમાં દર વર્ષે વાલમપીર બાપાની રથયાત્રા નીકળે છે. ગારીયાધાર તાલુકામાં આવેલુ રુપાવટી ગામ એ સંતશ્રી શામળાબાપાનું જન્મ સ્થળ છે. ગારિયાધારમાં મોટા ભાગના લોકો હીરા ઉધોગમાં સુરત શહેર સાથે જોડાયેલા છે.

ગારીયાધાર તાલુકાના ગામ

ફેરફાર કરો

આ તાલુકામાં ૪૯ ગામોનો સમાવેશ થાય છે.[]

ગારીયાધાર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
  1. "Gariadhar Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-05-26 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
  2. "Bhavnagar District Panchayat | My Taluka". bhavnagardp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.