ગુજરાતી-વિરોધી લાગણીઓ
ગુજરાતી-વિરોધી લાગણીઓ ગુજરાતી લોકોના વિરોધની લાગણીઓ સૂચવે છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને શિવસેના જેવાં સંગઠનોએ આ લાગણીઓ ભડકાવી હતી;[૧][૨] શિવસેનાએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે અને તે પછી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા આ ભાવનાઓ ભડકાવવા પ્રયત્ન કર્યો હતો.[૩][૪][૫]
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આ લાગણીઓ ભડકાવે છે.[૬] ૨૦મી સદીમાં ભારત બહાર ફીજી જેવા દેશમાં પણ આ લાગણીઓ જોવા મળી હતી.[૭]
ઇતિહાસ
ફેરફાર કરોભારતમાં જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે મરાઠીભાષી મહારાષ્ટ્ર બનાવવા માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ તરફથી અને ગુજરાતીભાષી ગુજરાત બનાવવા માટે મહાગુજરાત પરિષદ તરફથી આંદોલનો થયાં હતાં. ૧૯૫૬માં મુંબઈમાં ગુજરાતી-વિરોધી રમખાણો થયાં હતાં જેમાં જાનમાલનું નુકસાન થયું હતું;[૮][૯] આંદોલન વખતે સમિતિ અને ત્યારબાદ શિવસેના જેવાં સંગઠનોએ આ લાગણીઓ ભડકાવી હતી.[૨]
૨૦૧૩માં કેન્દ્ર સરકાર દ્વારા યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં નિબંધ લખવા હિંદી અને અંગ્રેજી ભાષા ફરજિયાત કરવામાં આવી, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પગલાને "ગુજરાતી-વિરોધી" ગણાવ્યું હતું.[૧૦] ૨૦૧૪માં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની જાહેર પરિવહનની બસો પર ગુજરાતી છાપા સંદેશની જાહેરાતોનો વિરોધ કર્યો હતો અને તેને નીચે ઉતારી કાઢી હતી.[૧૧][૧૨] આ પગલાને મુંબઈના ગુજરાતીઓએ "પોલિટીકલ સ્ટંટ" અને કૉંગ્રેસે "ગુજરાત-વિરોધી" ગણાવી નરેન્દ્ર મોદીના "મૌન" પર પ્રશ્ન કર્યો હતો.[૬][૧૩]
૨૦૧૮માં, મુંબઈ અને પાલઘર જિલ્લામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એવાં ખાનગી ઉદ્યોગો પર હુમલો કર્યો હતો કે જેમણે ગુજરાતી ભાષાનાં પોસ્ટરો લગાવ્યાં હતાં.[૧૪] તોડફોડ કરવાની સાથે તેમણે ગુજરાત-વિરોધી નારાઓ લગાવ્યા હતા.[૧૫]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Ashraf, Ajaz. "The Shiv Sena's enemies are Modi-Shah, not the BJP: Kumar Ketkar, Congress MP". The Caravan (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-02.
- ↑ ૨.૦ ૨.૧ Katzenstein, Mary Fainsod; Katzenstein, Mary J. (1979). Ethnicity and Equality: The Shiv Sena Party and Preferential Policies in Bombay (અંગ્રેજીમાં). Cornell University Press. ISBN 978-0-8014-1205-9.
- ↑ Benedict, Kay (2015-10-17). "Shiv Sena Trying to Revive Anti-Gujarati Sentiment to Counter BJP?". TheQuint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-02.
- ↑ "Thackeray vs Thackeray: who will make history, who will become history". Hindustan Times (અંગ્રેજીમાં). 2014-05-13. મેળવેલ 2021-05-02.
- ↑ "Anti-Gujarat, Anti-Gujarati politics continuing in Mumbai". DeshGujarat (અંગ્રેજીમાં). 2014-11-29. મેળવેલ 2021-05-03.
- ↑ ૬.૦ ૬.૧ "Cong Questions Modi's 'Silence' on Anti-Gujarati Drive by MNS". Outlook. મેળવેલ 2021-05-03.
- ↑ Norton, Robert Edward (1977). Race and Politics in Fiji (અંગ્રેજીમાં). University of Queensland Press. ISBN 978-0-7022-1431-8.
- ↑ PH.D, Associate Professor of History Ravi Kalia; Kalia, Ravi (2004). Gandhinagar: Building National Identity in Postcolonial India (અંગ્રેજીમાં). Univ of South Carolina Press. પૃષ્ઠ ૨૮. ISBN 978-1-57003-544-9.
- ↑ સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ (1995). Gujarat: A Political Analysis (અંગ્રેજીમાં). Centre for Social Studies.
- ↑ "Modi slams changes in UPSC exam, alleges anti-Gujarati bias". Hindustan Times (અંગ્રેજીમાં). 2013-03-15. મેળવેલ 2021-05-03.
- ↑ "MNS Objects to Gujarati Newspaper Advertisement on BEST Buses". NDTV.com. મેળવેલ 2021-05-03.
- ↑ "MNS Objects to Gujarati Newspaper Ad on BEST Buses". Outlook. મેળવેલ 2021-05-03.
- ↑ Desai, Geeta (2014-05-10). "Attack on 'Sandesh' a political stunt, say leading Gujaratis". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-03.
- ↑ "Now, Raj Thackeray's MNS targets Gujaratis, workers attack restaurants, businesses sporting Gujarati signboards". The Financial Express (અંગ્રેજીમાં). 2018-03-19. મેળવેલ 2021-05-03.
- ↑ "MNS workers target Gujarati signboards at shops in Thane". The Economic Times. મેળવેલ 2021-05-03.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |