ગુજરાતી અમેરિકનો
ગુજરાતી અમેરિકનો એ અમેરિકનો છે જેઓ ગુજરાત, ભારતમાં પોતાનો વંશ ધરાવે છે. તેઓ ભારતીય અમેરિકનોનું પેટા જૂથ છે.
કુલ વસ્તી | |
---|---|
૪,૩૪,૨૬૪[૧] [૨] (૨૦૧૮) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
ન્યૂ જર્સી, ન્યુ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લૉસ એન્જલસ, વૉશિંગ્ટન ડી.સી., શિકાગો, ડલ્લાસ, ફિલાડેલ્ફિયા[૩] | |
ભાષાઓ | |
અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા,[૪] હિંદી ભાષા,[૪] | |
ધર્મ | |
હિંદુ ધર્મ, ઇસ્લામ, પારસી ધર્મ, જૈન ધર્મ[૫][૬] | |
સંબંધિત વંશીય સમૂહો | |
ભારતીય અમેરિકનો, એશિયન અમેરિકનો |
ન્યુ યોર્ક સિટી મેટ્રોપોલિટન ક્ષેત્રમાં, ખાસ કરીને ઇન્ડિયા સ્ક્વેર, અથવા લિટલ ગુજરાત, જર્સી સિટી, ન્યૂ જર્સીમાં અને સેન્ટ્રલ ન્યૂ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં એડિસન ટાઉનમાં ગુજરાતી અમેરિકનોનું સૌથી ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે, જે ૧ લાખ ગુજરાતીઓને પાર કરે છે. ૧૯૬૫ના સીમાચિહ્ન ઇમીગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમ પછી ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર ઇમિગ્રેશનની શરૂઆત થઈ,[૧૧][૧૨] ૧૯૬૫ પછીના પ્રારંભિક વસાહતીઓ ઉચ્ચ શિક્ષિત વ્યાવસાયિકો હતા.
યુ.એસ. ઇમિગ્રેશન કાયદા કુટુંબના જોડાણના આધારે માતાપિતા, બાળકો અને ખાસ કરીને ભાઈ-બહેનોના સ્થળાંતરને મંજૂરી અપાય છે, તેથી "ચેઇન માઇગ્રેશન" તરીકે ઓળખાતા સ્થળાંતરથી ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો. ઉદ્યોગ સાહસિકતા અને ધંધાકીય સાહસની ગુજરાતી સ્વાભાવિકતાને કારણે તેમાંના ઘણાએ દુકાન અને મોટેલ ખોલ્યા. ૨૧મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આતિથ્ય ઉદ્યોગ ૪૦% કરતા વધુ ગુજરાતીઓ દ્વારા નિયંત્રિત છે.[૧૩][૧૪][૧૫] ગુજરાતીઓ, ખાસ કરીને પાટીદારો, સબવે અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેનની ફ્રેન્ચાઇઝીમાં પણ વર્ચસ્વ ધરાવે છે.[૧૬] ગુજરાતી અમેરિકનોની બીજી કે ત્રીજી પેઢીએ વ્યાવસાયિક ક્ષેત્રે ઉચ્ચ સ્તરની પ્રગતિ કરી છે, જેમાં ચિકિત્સકો, ઇજનેરો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે.
ઓગસ્ટ ૨૦૧૬માં, એર ઇન્ડિયાએ ન્યુ જર્સીના નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી છે, જે લંડન હિથ્રો આંતરરાષ્ટ્રીય વિમાનમથક થઈને જાય છે.[૧૭]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Most widely-spoken Indian languages in the US, 2017". Atlas. September 24, 2018.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Bhattacharya, Ananya. "America's fastest growing foreign language is from south India". Quartz India.
- ↑ "Gujaratis 6% of Indians, but 20% of US Indians". Times of India. મેળવેલ 27 May 2018.
- ↑ ૪.૦ ૪.૧ "Migration Information Source — Indian Immigrants in the United States". Migrationinformation.org. મેળવેલ 2010-07-17.
- ↑ "Asian Americans: A Mosaic of Faiths". Pew Forum. 2012-07-19. મૂળ માંથી 2013-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-11.
- ↑ "Pew Forum — Indian Americans' Religions". Projects.pewforum.org. 2012-07-18. મૂળ માંથી 2014-09-04 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-11.
- ↑ "Yearbook of Immigration Statistics: 2013 Supplemental Table 2". U.S. Department of Homeland Security. મેળવેલ 2014-06-18.
- ↑ "Yearbook of Immigration Statistics: 2012 Supplemental Table 2". U.S. Department of Homeland Security. મેળવેલ 2013-07-05.
- ↑ "Yearbook of Immigration Statistics: 2011 Supplemental Table 2". U.S. Department of Homeland Security. મેળવેલ 2013-07-05.
- ↑ "Yearbook of Immigration Statistics: 2010 Supplemental Table 2". U.S. Department of Homeland Security. મેળવેલ 2013-07-05.
- ↑ Keely, Charles B. (May 1971). "Effects of the immigration act of 1965 on selected population characteristics of immigrants to the United States". Demography. 8 (2): 157–169. doi:10.2307/2060606. JSTOR 2060606. PMID 5163987.
- ↑ Khandelwal, MS (1995). The politics of space in South asian Diaspora, Chapter 7 Indian immigrants in Queens, New York City: patterns of spatial concentration and distribution, 1965–1990 - Nation and migration: - books.google.com. Philadelphia, USA: University of Pennsylvania. પૃષ્ઠ 179. ISBN 0-8122-3259-3. મેળવેલ 20 June 2015.
- ↑ edited by Greve, Joel A.C.; Baum, Henrich R.; Authored by Kalnins, Arthur; Chung, Wilbur (2001). Multiunit organization and multimarket strategy (1. આવૃત્તિ). New York: JAI. પૃષ્ઠ 33–48. ISBN 0-7623-0721-8.CS1 maint: extra text: authors list (link)
- ↑ Staff, W. S. J. (11 June 2012). "Why Indian Americans Dominate the U.S. Motel Industry". Blogs.wsj.com. મેળવેલ 27 May 2018.
- ↑ HIRAL DHOLAKIA-DAVE (Oct 18, 2006). "42% of US hotel business is Gujarati". The Times of India. મેળવેલ 5 February 2015.
Gujaratis, mainly Patels, now own 21,000 of the 53,000 hotels and motels in the US. It makes for a staggering 42% of the US hospitality market, with a combined worth of $40 billion.
- ↑ Rangaswami, Padma (2000). Namaste America: Indian Immigrants in an American Metropolis. University park, PA, USA: Pennsylvania State University press. પૃષ્ઠ 285. ISBN 0271--01980-8.
- ↑ Ashish Chauhan (August 15, 2016). "Air India launches Ahmedabad to Newark flight". The Times of India. મેળવેલ September 8, 2016.