ભારતની ગુજરાતી ભાષામાં બાળસાહિત્યનાં મૂળ પરંપરાગત લોક સાહિત્ય, પૌરાણિક સાહિત્ય અને સંસ્કૃત કથા અને વાર્તાઓમાં રહેલા છે. ૧૮૩૦ના દાયકા પછી પરંપરાગત અને પાશ્ચાત્ય સ્ત્રોતોમાંથી મોટી સંખ્યામાં વાર્તાઓ અને કથાઓનું રૂપાંતરણ અને ગુજરાતીમાં અનુવાદ થયો હતો. ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટના નેતૃત્વમાં બાળસાહિત્ય વાર્તા, કવિતાઓ, છંદો અને કોયડાઓના રૂપમાં ઝડપથી વિસ્તર્યું. કેટલાક લેખકો અને કવિઓએ ફક્ત બાળસાહિત્યનું સર્જન કર્યું. વીસમી સદીના મધ્યભાગમાં બાળકો માટે મોટી સંખ્યામાં સામયિકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. બાદમાં સાહસિક નવલકથાઓ, વિજ્ઞાન સાહિત્ય, તરૂણ સાહિત્ય પણ પ્રકાશિત થયાં. રમણલાલ સોની અને જીવરામ જોષીએ પાંચ દાયકા સુધી વાર્તાઓ, કાલ્પનિક પાત્રો અને નવલકથાઓ રચવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. બાળકો માટે નાટકો ઓછી માત્રામાં જ્યારે ઐતિહાસિક પાત્રો વિશેના નાટકો મોટી સંખ્યામાં રજૂ થયા હતા.

બાળકોની વાર્તાઓ ફેરફાર કરો

ગુજરાતી લોકસાહિત્યમાં બાળકો માટે ઘણી વાર્તાઓ લોકપ્રિય છે. ભારતીય સાહિત્યમાં પુરાણોમાંની વાર્તાઓ મહત્વ ધરાવે છે. રામાયણ, મહાભારત, પંચતંત્ર, હિતોપ્રદેશ અને અકબર-બિરબલ, ભોજ-કાલિદાસ, સિંહાસન બત્રીસી, વેતાલ પચ્ચીસીમાંની વાર્તાઓ પેઢીઓથી બાળકોને કહેવામાં આવી રહી છે.[૧]

બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૨૬માં ગુજરાતી શિક્ષણ પશ્ચિમી પદ્ધતિ અનુરુપ બનતા હાલના બાળ સાહિત્યની શરુઆત થઇ હતી. ૧૮૨૦ના દાયકામાં બોમ્બે સ્થિત શાળાઓ અને પુસ્તક સંસ્થાઓએ નવી શાળાઓ માટે પુસ્તકો પ્રકાશિત કર્યા. તેઓ સહ-શિક્ષણ માટે હતા અને શરુઆતનું ગુજરાતી બાળ સાહિત્ય ભાષાંતર અને રુપાંતરણ હતું. ૧૮૨૬માં બાપુલાલ શાસ્ત્રી પંડ્યાએ ઇશપ ફાબેલ્સને ઇશપ નિતિકથાઓ તરીકે ભાષાંતર કર્યું હતું. પછીના વર્ષોમાં ઇશપની કથાઓના વધુ ભાષાંતરો પ્રકાશિત થયા હતા. ગુલિવર્સ ટ્રાવેલ્સનું ભાષાંતર ગુલિવરની મુસાફરી તરીકે થયું હતું. ૧૮૩૧માં બાલમિત્રના બે ભાગો પ્રકાશિત થયા હતા, જે વડે હાલના બાળસાહિત્યની શરુઆત થઇ હતી. તેમાં કવિતાઓ, વાર્તાઓ અને ટૂચકાઓ હતા.[૧] ૧૮૫૮માં રણછોડલાલ દવેએ ઇશપનિતિ વાતો પ્રકાશિત કર્યું હતું.[૨] ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટીએ ૧૮૪૦માં ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા હતા; શિશુસાબોધમાલા, બાલમિત્ર, બાલસાથી અને પાંચ પાંખો; જેમાં કવિતાઓ, વાર્તાઓ અને બાળકો માટે જીવનચરિત્રો હતા. અમિચંદ્રે સિંહાસન બત્રીસી આધારિત બત્રીસ પુતળીની વાર્તા પ્રકાશિત કરી હતી.[૧]

સંદર્ભો ફેરફાર કરો

સંદર્ભો
ગ્રંથસૂચિ
  • અમરેશ દત્તા (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૬૯૬, ૮૩૮. ISBN 978-81-260-1803-1.
  • પટેલ, આરતીબેન જી. (૨૦૧૪). બાળસાહિત્યના સર્જકો : જીવરામ જોશી અને યશવંત મહેતા. અમદાવાદ: Parshwa Publication. પૃષ્ઠ ૨૮–૪૧. ISBN 978-93-5108-173-9.
  • બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: Parshwa Publication. પૃષ્ઠ ૩૭૦–૩૮૨. ISBN 978-93-5108-247-7.

પૂરક વાચન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો