ગુપ્ત સામ્રાજ્ય

(ગુપ્ત વંશ થી અહીં વાળેલું)

ગુપ્ત સામ્રાજ્ય (સંસ્કૃત:गुप्त साम्राज्य, Gupta Sāmrājya) પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું, જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી. મોટાભાગનાં ભારતીય ઉપખંડમાં ફેલાયેલા આ સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈ.સ.૩૨૦ થી ૫૫૦ ગણાય છે.[૧]ગુપ્ત શાસનકાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખુબ ફાલ્યાફૂલ્યા હતા.[૨] આ સમયગાળાને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે[૩] અને આ સમયગાળામાં વિજ્ઞાન અને તકનિકી, ઈજનેરી, કલા, ભાષા-બોલીઓ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળવિદ્યા, ધર્મ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં વ્યાપક શોધ સંશોધનો થયાનું નોંધાયું છે જેણે સામાન્યપણે હિંદુ સંસ્કૃતિનાં તત્વોને પાસેદાર બનાવી ઉજાળ્યા છે.[૪] ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશના ખુબ જ નોંધપાત્ર શાસકો હતા.[૫] ઈસાની ચોથી સદીના સંસ્કૃત કવિ કાલિદાસ ગુપ્તવંશીઓને એકવીશ સામ્રાજ્યોના વિજેતા ગણાવે છે જેમાં ભારતની અંદર અને બહારના એમ બંન્ને જેવાકે, પરસિકાના સામ્રાજ્યો, હુણ, કંબોજ, ઓક્ષસ ખીણની પશ્ચિમ અને પૂર્વે વસતી જનજાતિઓ, કિન્નર, કિરાત વગેરેનો સમાવેશ થાય છે.[૬]

ગુપ્ત સામ્રાજ્ય
ઈ.સ. ૩૨૦–ઈ.સ. ૫૫૦
ગુપ્ત સામ્રાજ્ય તેની ચરમસીમા પર.
રાજધાની પાટલીપુત્ર
ભાષાઓ સંસ્કૃત (સાહિત્ય); પ્રાકૃત (બોલચાલ)
ધર્મ હિંદુ ધર્મ
બૌદ્ધ ધર્મ
સત્તા રાજાશાહી
મહારાજાધિરાજ
 •  સ.૨૪૦-૨૮૦ શ્રી ગુપ્ત
 •  ૩૧૯-૩૩૫ ચંદ્રગુપ્ત પ્રથમ
 •  ૫૪૦-૫૫૦ વિષ્ણુ ગુપ્ત
ઐતિહાસિક યુગ પ્રાચીન ભારત
 •  સ્થાપના ઈ.સ. ૩૨૦
 •  અંત ઈ.સ. ૫૫૦
વિસ્તાર 3,500,000 km2 (1,400,000 sq mi)
પહેલાનું શાસન
પછીની સત્તા
મહામેઘવાહન રાજવંશ
કણ્વ રાજવંશ
કુશાણ સામ્રાજ્ય
ભાર્શિવા રાજવંશ
ગુર્જર-પ્રતિહાર
પાલ સામ્રાજ્ય
રાષ્ટ્રકુટ રાજવંશ
હેપ્થાલાઈટ
સાંપ્રત ભાગ  ભારત
 પાકિસ્તાન
 બાંગ્લાદેશ
   નેપાળ
ચેતવણી: Value specified for "continent" does not comply
ગુપ્ત કાળની ધ્યાનસ્થ બુદ્ધની મૃણ્યમૂર્તિ (ટેરાકોટા પ્રતિમા).

આ સાંસ્કૃતિક સર્જનાત્મકતાનું શિરોબિંદુ ભવ્ય સ્થાપત્યો, શિલ્પો અને ચિત્રો છે.[૭] ગુપ્તકાળે કાલિદાસ, આર્યભટ્ટ, વરાહમિહિર, વિષ્ણુ શર્મા અને વાત્સ્યાયન જેવા વિદ્વાનો આપ્યા છે જેમણે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં મહાન પ્રગતિ કરી.[૮][૯] ગુપ્ત કાળમાં વિજ્ઞાન અને રાજકીય વહીવટ નવી ઊંચાઈઓ પર પહોંચ્યા હતા.[૧૦] મજબૂત વ્યવસાઈક સંબંધોએ પ્રદેશને અગત્યનું સાંસ્કૃતિક મથક બનાવ્યો અને આ પ્રદેશનો પ્રભાવ નજીકનાં સામ્રાજ્યો તથા બર્મા, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ એશિયાનાં પ્રદેશો પર પણ પડ્યો.[૧૧] એવું મનાય છે કે હાલ ઉપલબ્ધ જુનામાં જુના પુરાણો પણ આ સમયગાળામાં જ રચાયા હતા.

આ પણ જુઓફેરફાર કરો

નોંધફેરફાર કરો

 1. Gupta Dynasty – MSN Encarta. મૂળ માંથી 1 નવેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 4 ડિસેમ્બર 2014.
 2. India – Historical Setting – The Classical Age – Gupta and Harsha. Historymedren.about.com (17 June 2010). Retrieved on 2011-11-21.
 3. N. Jayapalan, History of India, Vol. I, (Atlantic Publishers, 2001), 130.
 4. Ancient India. The Age of the Guptas. wsu.edu
 5. Gupta Empire in India, art in the Gupta empire, Indian history – India. Indianchild.com. Retrieved on 2011-11-21.
 6. Raghu Vamsa v 4.60–75
 7. Gupta dynasty (Indian dynasty). Britannica Online Encyclopedia. Retrieved on 2011-11-21.
 8. Mahajan, p. 540
 9. Gupta dynasty: empire in 4th century. Britannica Online Encyclopedia. Retrieved on 2011-11-21.
 10. The Gupta Empire of India | Chandragupta I | Samudragupta. Historybits.com (11 September 2001). Retrieved on 2011-11-21.
 11. Trade | The Story of India – Photo Gallery. PBS. Retrieved on 2011-11-21.

સંદર્ભોફેરફાર કરો

વધુ વાંચોફેરફાર કરો

 • Andrea Berens Karls & Mounir A. Farah. World History The Human Experience.

બાહ્ય કડીઓફેરફાર કરો

Preceded by
કણ્વ રાજવંશ
મગધ રાજવંશો
ઈ.સ. ૨૪૦–૫૫૦
Succeeded by
(સંભવતઃ) પાલ રાજવંશ