ગુરુ પૂર્ણિમા

હિંદુ ધર્મનો તહેવાર

ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા
Shukracharya and Kacha.jpg
શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ
ઉજવવામાં આવે છેહિંદુ અને બૌદ્ધ
ઉજવણીઓભારતમાં રાષ્ટ્રીય રજા
ધાર્મિક ઉજવણીઓગુરુ પૂજા
તારીખઅષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ)
આવૃત્તિવાર્ષિક

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.