અષાઢ

હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ

અષાઢ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો નવમો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

અષાઢ મહિનામાં ગૌરીવ્રત, અલૂણા તેમ જ દિવાસો જેવા તહેવારો આવે છે.

અષાઢ મહિનામાં આવતા તહેવારોફેરફાર કરો

  • વિક્રમ સંવત અષાઢ સુદ એકમ : આસામના કામરૂપ ખાતેના પ્રસિધ્ધ કામાખ્યા દેવીના મંદીરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે દેવી રજ:સ્વલા થાય છે. અષાઢ સુદ એકમે પૃથ્વી પણ રજ:સ્વલા થાય છે એવું મનાય છે. કાલીદાસની જાણીતી કૃતિ મેઘદુતનો પ્રારંભ પણ અષાઢસ્ય પ્રથમ દિવસેથી થાય છે જેમાં કાલીદાસના યક્ષે પોતાની પ્રિયાને સંદેશ મોકલાવવા માટે મેઘ ને દુત બનાવી ને વિનંતી કરી હતી.
  • વિક્રમ સંવત અષાઢ સુદ બીજ : રથયાત્રા
  • વિક્રમ સંવત અષાઢ સુદ અગિયારસ : દેવશયની એકાદશી
  • વિક્રમ સંવત અષાઢ સુદ અગિયારસ : ગૌરીવ્રત પ્રારંભ
  • વિક્રમ સંવત અષાઢ સુદ તેરસ : જયપાર્વતી વ્રતારંભ
  • વિક્રમ સંવત અષાઢ પૂનમ : ગુરૂ પુર્ણિમા
  • વિક્રમ સંવત અષાઢ પૂનમ : ગૌરીવ્રત સમાપ્ત
  • વિક્રમ સંવત અષાઢ વદ પડવો : જયાપાર્વતી જાગરણ
  • વિક્રમ સંવત અષાઢ વદ અમાસ : દિવાસો