ગોપી તળાવ

સૂરતમાં આવેલું એક તળાવ

ગોપી તળાવ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલું એક તળાવ છે. તે ઈ.સ. ૧૫૧૦ની સાલમાં મલિક ગોપી નામના મોગલ સામ્રાજ્યમાં સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું.

ગોપી તળાવ
ગોપી તળાવ, સાંજના સમયે
ગોપી તળાવ is located in ગુજરાત
ગોપી તળાવ
ગોપી તળાવ
સ્થાનસુરત, ભારત
અક્ષાંશ-રેખાંશ21°11′18.9″N 72°49′45.8″E / 21.188583°N 72.829389°E / 21.188583; 72.829389
પ્રકારકૃત્રિમ તળાવ
વ્યુત્પત્તિમલિક ગોપી
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર35,300 m2 (0.0136 sq mi)
પ્રબંધક સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
બાંધકામ તારીખ૧૫૧૦
મહત્તમ લંબાઈ212 metres (696 ft)
પાણીનો જથ્થો120,000,000 L (26,000,000 imp gal; 32,000,000 US gal)
રહેણાંક વિસ્તારસુરત

મલિક ગોપી, એક બ્રાહ્મણ વેપારી હતા,[નોંધ ૧] તેઓ સૂરતમાં સ્થાયી થયા હતા. શહેરના વિકાસમાં તેમનું યોગદાન ઘણું છે. તેમણે જે ક્ષેત્રનો વિકાસ કર્યો હતો તેને ગોપીપુરા કહેવામાં આવે છે, તેના સન્માનમાં અને ગુજરાતના રાજાએ [નોંધ ૨] તેમને "મલિક" નો ખિતાબ આપ્યો હતો. તેમણે જે નગર વિકસાવ્યું તે હજી પણ અનામી હતું આની માટે તેઓ જ્યોતિષો સાથે વાતચીત કરતા હતા. જ્યોતિષીઓએ નગરને "સૂરજ" અથવા "સૂર્યપુર" નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નામોના હિન્દુ વલણને નાપસંદ કરતા રાજાએ તેને "સૂરત" (એટલે કે કુરાનના પ્રકરણોના શિર્ષકો) માં બદલી દીધું.[] પોર્ટુગીઝ સાહિત્યમાં "સુરત અને ભરૂચના નગરપતિ" તરીકે ગોપીનો ઉલ્લેખ જોવા મળે છે.[]

નવીનીકરણ

ફેરફાર કરો
 
ગોપી તળાવનો નકશો અને તેની સુવિધાઓ.

ઈ.સ. ૨૦૧૨માં, આ તળાવનું સુરત મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધા તરીકે વિકસાવવામાં આવ્યો હતો.[]

  • ^[નોંધ ૧] મલિક ગોપીની જ્ઞાતિ અસ્પષ્ટ છે અને તેઓ નાગર બ્રાહ્મણ અથવા અનાવીલ બ્રાહ્મણ હશે એમ મનાય છે.[]
  • ^[નોંધ ૨] વિવિધ સંદર્ભોમાં આ રાજા તરીકે મહમદ બેગડો અથવા તેનો પુત્ર મુઝફ્ફર શાહ બીજાનો ઉલ્લેખ થયો છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency, Volume 2. Government Central Press. 1877. પૃષ્ઠ 70.
  2. M. S. Commissariat (1996). Mandelslo's Travels In Western India. Asian Educational Services. પૃષ્ઠ 11. ISBN 9788120607149.
  3. Bhatt, Himansshu (25 December 2012). "Gopi Talav to get a new avatar next year". Times of India. મેળવેલ 9 December 2015. CS1 maint: discouraged parameter (link)