ગોળા ધોરો સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત એક પુરાતત્વીય સ્થળ છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાના બગસરા નજીક કચ્છના અખાતની ઉપર આવેલું છે.[] આ સ્થળ એક નાના કિલ્લા વડે ઘેરાયેલ આશરે ૫૦ x ૫૦ મીટરનો વિસ્તાર[] રહેણાંક અને ઉત્પાદન સ્થળોનો અંદર અને બહારની બાજુએ સમાવેશ કરે છે.

ગોળા ધોરો
ગોળા ધોરો is located in ગુજરાત
ગોળા ધોરો
Shown within ગુજરાત
ગોળા ધોરો is located in India
ગોળા ધોરો
ગોળા ધોરો (India)
સ્થાનબગસરા, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ23°3′30″N 70°37′10″E / 23.05833°N 70.61944°E / 23.05833; 70.61944
પ્રકારરહેણાંક
લંબાઇ50 m (160 ft)
પહોળાઇ50 m (160 ft)
વિસ્તાર1.92 ha (4.7 acres)
ઇતિહાસ
સમયગાળોહડપ્પા ૩એ થી હડપ્પા ૩સી
સંસ્કૃતિઓસિંધુ ખીણની સંસ્કૃતિ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૯૬–હાલમાં
પુરાતત્વવિદોમહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
સ્થિતિખંડેર
માલિકીજાહેર
જાહેર પ્રવેશહા

ઐતિહાસિક મહત્વ

ફેરફાર કરો

આ સ્થળને ઇ.સ. પૂર્વે ૨૫૦૦-૨૦૦૦ના સમયનું માનવામાં આવે છે.[] મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા દ્વારા ૧૯૫૬થી અહીં ખોદકામ હાથ ધરાયું હતું અને અહીંથી એક વિશિષ્ટ હડપ્પીય સીલ મળ્યું છે, જે અંદરથી પોલું છે. આ સ્થળનું ખોદકામ ઉત્પાદન અને વેપારના પુરાવા અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં આવા નાના સ્થળનું મહત્વ દર્શાવે છે.[]

શંખની હસ્તકલા વસ્તુઓ, અંશત: કિંમતી પથ્થરો, પથ્થરની માળા, વાસણો અને તાંબુ, યુનિકોર્નની મુદ્રા ધરાવતું પોલું ખોખું જે કંઇક સંગ્રહ કરવા માટે કામ આવતું હતું, અન્ય હડપ્પન સીલ (કુલ છ), અસ્થિથી બનેલા હાથાવાળી તાંબાની છરીઓ, તાંબાની કલાકૃતિઓ વગેરે મળેલા છે.[]

તાંબાની વસ્તુઓ

ફેરફાર કરો

નાના કદની વસાહત હોવા છતાં ગોલા ધોરો પર મળેલી તાંબાની વસ્તુઓની સંખ્યા મોટી છે. તાંબાના વાસણમાં આઠ બંગડીઓ, એક કુહાડી કદાચ ધાતુઓના ફરી ઉપયોગ માટે લેવાતી હશે, અસ્થિથી બનેલા હાથાવાળી તાંબાની છરીઓ અહીં મળેલી છે. એક અનન્ય તાંબાની કુહાડી (પરશુ) પણ એક રસપ્રદ શોધ છે જે કદાચ નાના વિસ્તાર અને નાના માપને લીધે કોઇ ધાર્મિક હેતુ માટે વપરાતી હોવાનું જણાય છે.[] આ તાંબની છરીઓ મોટી સંખ્યામાં માછલીઓના હાડકાઓ સાથે મળી છે, જે સૂચવે છે કે તે માછલીઓ સૂકવણી માટે વપરાતી હતી.[] તેમ છતાં, તાંબાને ગાળવાના પુરાવા મળ્યા નથી. જોકે મોટી સંખ્યામાં માટીના વાસણો મળ્યા છે જે સૂચવે છે કે તે તાંબા ગાળવા માટે વપરાતા હશે.[]

હડપ્પીય સીલ

ફેરફાર કરો

૨ હેક્ટર કરતાં નાનું સ્થળ હોવાથી પુરાતત્વવિદોને ગોળા ધોરોમાંથી ખાસ કંઇ મળવાની અપેક્ષા નહોતી, પરંતુ તેઓ અહીં મળેલા પાંચ યુનિકોર્ન સીલથી પ્રભાવિત થયા હતા. આ પ્રકારના સીલ સિંધુ ખીણની સંસ્કૃતિના શહેરી કેન્દ્રોમાં સામાન્ય હતા, જે વેપાર સંબંધિત પ્રવૃત્તિઓનું સૂચન કરતા હતા.[] આ ઉપરાંત અહીં મળેલા લખાણ અને લંબચોરસ અને પોલાણ ધરવાતું સીલ, જેનો અર્થ કે હેતુ સ્પષ્ટ નથી. આવા સીલ અન્ય કોઇ હડપ્પીય સ્થળો પર મળેલા નથી.[]

આ સ્થળ ૧.૯૨ હેક્ટર જેટલું નાનું હોવા છતાં તેની ફરતી ૫.૨૦ મીટર જોડાઇની દિવાલ ત્રણ તબક્કાઓમાં બાંધવામાં આવી હતી અને અહીં સમૃદ્ધ હસ્તકલા અને વેપાર કેન્દ્ર હતું. ગોળા ઢોરોમાં શંખની બંગડીઓ અને અંશત: કિંમતી પથ્થરોની માળા તેમજ તાંબાની વસ્તુઓનું મુખ્ય ઉત્પાદન થતું હતું. મણકા ઉત્પાદનની પ્રક્રિયાઓ કોટ વિસ્તારની બહાર ધરવામાં આવતી હતી અને કોટની અંદર માત્ર વાસણો બનાવવાની ક્રિયાઓ થતી હતી. કોટ બહારનો વિસ્તાર વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર હતો.[] સંગ્રહ કરવાના મોટા કોઠારો વિદેશી વેપાર અહીં થતો હોવાનું સૂચવે છે, કારણ કે આવા કોઠારો માલ-સામાનને માગાન (હાલના ઓમાન) મોકલવા માટે વપરાતા હતા.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "''A Harappan trading and craft production centre at Gola Dhoro''". Antiquity.ac.uk. મૂળ માંથી 2012-11-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ "Kuldeep K. Bhan, V. H. Sonawane, P. Ajithprasad & S. Pratapchandran". Antiquity.ac.uk. ૪ માર્ચ ૨૦૦૫. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨.
  3. ૩.૦ ૩.૧ "Kuldeep K. Bhan, V. H. Sonawane, P. Ajithprasad & S. Pratapchandran". Harappa.com. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Kuldeep K. Bhan, V. H. Sonawane, P. Ajithprasad & S. Pratapchandran". Harappa.com. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨.
  5. ૫.૦ ૫.૧ "Kuldeep K. Bhan, V. H. Sonawane, P. Ajithprasad & S. Pratapchandran". Harappa.com. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨.
  6. McIntosh, Jane (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara: ABC-CLIO. પૃષ્ઠ ૨૨૧, ૪૦૧. ISBN 978-1-576-07907-2.
  7. McIntosh, Jane (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara: ABC-CLIO. પૃષ્ઠ ૨૨૧. ISBN 978-1-576-07907-2.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો