ઘર ચકલી
ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) ચકલી પ્રજાતિનું પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.
ઘર ચકલી | |
---|---|
નર ચકલી | |
માદા ચકલી બર્ડ સૉન્ગ (મદદ·માહિતી) | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | કૉર્ડૈટા |
Class: | એવ્સ |
Order: | Passeriformes |
Family: | Passeridae |
Genus: | 'પૈસર' |
Species: | ''P. domesticus'' |
દ્વિનામી નામ | |
Passer domesticus (લિન્નાએયસ, ૧૭૫૮)
| |
મૂલ નિવાસ ગહરે હરે મેં, તથા રોપિત નિવાસ હલકે હરે રંગ મેં દર્શિત |
વિવરણ
ફેરફાર કરોચકલી એક નાનકડું પક્ષી છે. તે હલકા ભુખરા રંગ કે સફેદ રંગની હોય છે. ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની પાસે આવેલા કાળા ધબ્બા પરથી કરી શકાય છે. ૧૪ થી ૧૬ સે.મી. લંબાઇ ધરાવતી આ ચકલી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરતી હોય છે. આ પક્ષી લગભગ બધાં પંખીની જેમ તરહ કી જળવાયુ પસંદ કરતી હોવા છતાં પણ પહાડી સ્થાનોમાં તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શહેરો, કસ્બાઓ, ગામડાંઓ અને ખેતરોની આસપાસ ચકલી મોટેભાગે જોવા મળે છે. નર ચકલીના માથાનો ઊપરી ભાગ, નીચેનો ભાગ અને ગાલો ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા હોય છે. માદા ચકલીના માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. નર ચકલીને ચકલો (હિંદી ભાષામાં ચિડ઼ા) અને માદા ચકલીને ચકલી (હિંદી ભાષામાં ચિડ઼ી અથવા ચિડ઼િયા) પણ કહેવાય છે.
ઓછી થતી સંખ્યા
ફેરફાર કરોપાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે.[૨] ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની શોધમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.[૩]
નર ચકલી
ફેરફાર કરો-
નર ચકલી પોલાણમાં જોતી વેળાની તસવીર
-
નર
-
નર
-
નર
માદા ચકલી
ફેરફાર કરો-
માદા પોતાના ક્ષેત્રની રક્ષા કરતી વખતે
-
માદા
-
માદા ચકલી ઝાડના પોલાણમાં
-
માદા બચ્ચાંઓને ખવડાવતી વખતે
સંદર્ભ
ફેરફાર કરો- ↑ BirdLife International (2008). Passer domesticus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 2008-12-15.
- ↑ "હમારા ચહકના, ચિડ઼િયા કે લિએ બના આફ઼ત". તરકશ. મૂળ માંથી 2012-03-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-05.
- ↑ "ક્યાં ગઈ આંગણાની ચકલીઓ". ભાસ્કર. મૂળ માંથી 2008-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-05.