ચર્ચા:અમદાવાદ

છેલ્લી ટીપ્પણી: માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ વિષય પર Dsvyas વડે ૧૦ વર્ષ પહેલાં

અમદાવાદ ના જોવાલયક સ્થળો માં તમે અમરનાથ મંદિર અને તિરુપતિ મંદિર ઉમેરી શકો છો. rupal

જોવાલાયક સ્થળોમાંથી ઈસરોને દૂર કર્યું છે, કેમકે મારા ખ્યાલ પ્રમાણે ઈસરોમાં જાહેર જનતાને પ્રવેશવાની છૂટ નથી, અને માટે તેનું સ્થાન જોવાલાયક સ્થળોમાં ઉચિત ગણાય કે નહિ તે પ્રશ્ન છે. આ ઉપરાંત બહારથી ફક્ત તેનો કોટ જ દેખાય છે, જે જોવાલાયક નથી જ. છતાં આ વિષયે જરૂરી હોય તો ચર્ચા કરીને આખરી નિર્ણય લઈ શકાય છે. એ જ રીતે, શાહીબાગ સ્વામીનારાયણ મંદિર યાદિમાં હતું પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિર નહતું, જે તેના કરતા પણ વધુ જોવાલાયક છે માટે તે ઉમેર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ઇસરો દૂર કરવામાં સહમત. --KartikMistry (talk) ૦૭:૫૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઈ, કાર્તિકભાઈ ઈસરો કેમ્પસમાં એક સંગ્રહાલય આવેલ છે તેમાં જાહેર જનતાને પ્રવેશવાની છૂટ છે.--Vyom25 (talk) ૧૧:૫૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આ કડી સંદર્ભ માટે જુઓ--Vyom25 (talk) ૧૨:૦૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
હા ! એ તો મેં પણ જોયું છે. તો એક નમ્ર સૂચન, ‘વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન - ઈસરો’ એવું નામ જોવાલાયક સ્થળોમાં ઉમેરી શકાય. (સાથે તેની થોડી વિગતો અને વ્યોમજીએ આપેલી કડીને સંદર્ભમાં મુકીએ.) યોગ્ય જણાય તો સુધારવું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૫, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ

ફેરફાર કરો

મિત્રો, શું ખરેખર આજે પણ અમારા અમદાવાદને આ નામથી ઓળખાય છે? આ ફક્ત એ કારણે જ પૂછું છું કે માહિતીચોકઠામાં શહેરનાં હુલામણ્ણા નામ તરીકે આ નામ લખેલું છે. આપણામાંથી જ કોઈકે લખ્યું હશે, કદાચ મેં પણ લખ્યું હોઈ શકે, એટલે લખનાર સામે કોઈ જ વાંધો નથી. આ ચર્ચા શરૂ કરવા પાછળનો ઉદ્દેશ ફક્ત આપ સહુની રાય જાણવાનો છે કે શું આપણે આ ભૂતકાળમાં મળેલું ઉપનામ હજુ આપણા શહેર માટે વાપરી શકીએ તેમ છીએ? એ સમયે અમદાવાદ શહેરમાં ચાલતી કાપડની મીલોને કારણે આ નામ મળ્યું હતું, આજે અમદાવાદ શહેરમાં કોઈ ખાસ મીલ ઉદ્યોગ રહ્યો નથી અને યોગાનુયોગ એ જ હાલત છે માન્ચેસ્ટર શહેરની પણ, અહિંનું પણ ઔદ્યોગીક મહત્વ હવે ખતમ થઈ ગયું છે, તો એવા સંજોગોમાં અમદાવાદના આ ઉપનામનો કોઈ અર્થ રહેતો નથી. મને તો આ નામ હવે અમદાવાદ માટે વાપરવું યોગ્ય નથી લાગતું, બલ્કે જો કોઈ હુલામણું નામ વાપરવું જ હોય તો કર્ણાવતી વાપરવું વધુ ઉચિત રહેશે, કેમકે આજના દિવસે અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખતા હોય એના કરતા અનેકગણા લોકો તેને કર્ણાવતી તરીકે ઓળખતા મળી આવશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૭, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ એ અંગ્રેજ કાળનું ઉપનામ છે જ્યારે સંખ્યાબંધ મિલો હતી અને આજે હવે નથી. માટે આ નામ હાલમાં તો અમદાવાદની ઓળખ નથી પરંતુ એક સમયે હતી માટે તેને ઉપનામ તરીકે નહિ તો અન્ય કોઈ રીતે લેખમાં તો આવરવું જોઈએ. બાકી ધવલભાઈ તમારી સાથે સહમત.--Vyom25 (talk) ૧૦:૦૭, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઇની વાત તો એકદમ સાચી છે. ઉપરાંત મને તો ભારતના કોઇપણ શહેરને પરદેશના કોઇ શહેરની ઉપમા મળે એના કરતા પરદેશના કોઇ શહેરને ભારતના કોઇ શહેરની ઉપમા મળે તે વધુ ગમે, એટલે તક મળે તો હું માંચેસ્ટરને "અમદાવાદ ઓફ વેસ્ટ" તરીકે બોલાવવવાનું પસંદ કરૂ. ખેર, કર્ણાવતી સારો વિક્લ્પ લાગે છે. --વિહંગ ૧૦:૪૩, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)
આભાર મિત્રો. વ્યોમભાઈ, અમદાવાદની એ ઓળખ એક સમયે તો હતી જ અને તેનો ઉલ્લેખ લેખની શરૂઆતમાં જ આવી જાય છે. પ્રશ્ન ફક્ત એને શહેરના હુલામણા નામ (Nickname) તરીકે ગણાવવા સામે જ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૬, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ઉપનામ-કર્ણાવતી સાથે સહમત. પ્રથમ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખાતું એવો ઉલ્લેખ લેખમાં હોય એ પુરતું છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર અશોકભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૩, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST) હજુ એકાદ-બે દિવસ જોઈએ, અન્ય કોઈને કશું કહેવું હોય તો, પછી લેખમાં સુધારો કરી દઈશું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૩, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "અમદાવાદ" page.