ચર્ચા:આંજણા

છેલ્લી ટીપ્પણી: પુનઃસ્થાપન વિષય પર વિજયસિંહ રાણા વડે ૪ વર્ષ પહેલાં

પુનઃસ્થાપન

ફેરફાર કરો

સભ્ય:Toofan108એ અહિં કરેલી વિનંતીને માન આપીને આ પાનું પુનઃસ્થાપિત કર્યું છે. એમાં મોટાભાગની માહિતિ બિનજરુરી અને જ્ઞાનકોશને અસંગત છે જેને દૂર કરવાની અને લેખ સસંદર્ભ લખવાની પહેલ આ સભ્ય કરી રહ્યા છે. થોડા સમય બાદ લેખની પુનઃમુલવણી કરી ને તેને રહેવા દેવો કે દૂર કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. લેખને પાછો લાવતી વખતે તે જે અવસ્થામાં છે તે અવસ્થામાં તો એને રાખી શકાય તેમ નથી જ, માટે આમાં ધરખમ ફેરફારો કરવાની જરુર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

ફરી એકવાર જોઈ શકો છો અને જરૂર લાગે ત્યાં જણાવી શકો છો. સાથે જ ઇન્ફોબોક્સમાં અમુક પોઈન્ટ જ દેખાય છે બાકી નથી દેખતા તો જો આપ આ બાબતે કંઈ સુધારો કરી શકો તો એ કરવા વિનંતી જેથી લોકો ને આસાનીથી એ માહિતી ઉપલબ્ધ થઈ શકે. આભાર Toofan108 (ચર્ચા) ૧૪:૨૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

લેખમાં એક પણ સંદર્ભ નથી. પ્રથમ તો યોગ્ય સંદર્ભો ઉમેરવા જરૂરી છે. અને હા, વિકિપીડિયા માહિતીનો ડમ્પ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૦, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

Toofan108: હું એકવાર તમારી મદદ જરૂર કરીશ. નીચે લખેલો ફકરો તમારા લેખનો છે, જે તમે લખેલો છે.

આંજણા અથવા કલબી/કણબી, ચૌધરી પટેલ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વસવાટ કરતી જ્ઞાતિ છે. ખેતીવાડી અને પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય છે.

એક લેખકની લખવાની ભાષા કેવી હોય તે પણ જોવો.

આંજણા એ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં વસતી હિંદુ જ્ઞાતિ છે. આ જ્ઞાતિ મુખ્યત્વે ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારના ગામોમાં વસવાટ કરે છે. તેઓ કણબી કે ચૌધરી પટેલ તરીકે ઓળખાય છે. આંજણા જ્ઞાતિનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

મારી તમને આ એકજ મદદ છે, મને વિશ્વાસ છેકે તમે લેખને યોગ્ય બનાવશો. તેવા વિશ્વાસ સાથે... ---વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૯:૫૬, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

Toofan108 : લેખમાં ધરખમ ફેરફારો કરવાની જરુર છે. તમે નાનો સુધારો કરીને સુધારાનો ઢાંચો હટાવો છો. તમે લેખના બધા સુધારા કરીનેજ સુધારાનો ઢાંચો હટાવો. અને હા અત્યાર સુધી તમે એકપણ સંદર્ભ નથી ઉમેર્યો. વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૨:૧૮, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

વિજયસિંહ રાણા હું એ રીતે સુધારો કરવાની પુરી કોશિશ કરીશ. પણ મને જરાક સમય લાગશે. સઁદર્ભો વિશે મને માહિતી ઓછી છે કારણ કે હું અહી નવીન છું. આ પૃષ્ઠ બીજા પૃષ્ઠો કેવી રીતે લખાયેલ છે એ હિસાબે લખ્યું છે. મને એ બાબતે માહિતી નહોતી કે લેખક ની રીતે લખવો. મને એમ કે બીજા પૃષ્ઠો છે એના હિસાબે જ અહીં સ્વીકૃત હશે. માર્ગદર્શન બદલ આપનો આભાર અને હું સુધારા ની કોશિશ ટૂંક સમયમાં કરીશ. ××××

Return to "આંજણા" page.