Toofan108
સ્વાગત!
ફેરફાર કરોભાઈશ્રી Toofan108, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
તાજેતરની ભાંગફોડ બાબત
ફેરફાર કરોસભ્ય Toofan108, મહેરબાની કરીને વિકિપીડિયા પર ભાંગફોડ કરવાથી દુર રહો. નહીતર તમારૂ ખાતું બ્લોક થઈ જશે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૩:૨૦, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
- ^^ @Toofan108:, મહેરબાની કરીને ચકાસ્યા વગર ફેરફારો ન કરો. વિકિપીડિયા એ ગમે તે માહિતી મૂકવાનું સ્થાન નથી. @Aniket, @Dsvyas - સભ્યના બધાં જ યોગદાનો સમયનો વ્યય, સંદર્ભ વગરના અને બિનજરૂરી છે. જોઇ લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૪૨, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
Dear KartikMistry મેં હમણાં જે ફેરફાર કર્યા એ પૂષ્ઠ મારા ગામનું હતું એટલે કે મારી જન્મભૂમિ નું. મેં ત્યાં જે ફેરફાર કર્યા એ સંપૂર્ણ માહિતી સાથે કરેલા ફેરફાર હતા. આભાર (Toofan108 (ચર્ચા) ૧૪:૦૦, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- ૨૦૧૮ની વસ્તી ગણતરીના આંકડા તમે ક્યાંથી લાવ્યા? આપણે હંમેશા ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મૂકીએ છીએ (જે અધિકૃત છે). એટલે ભલે તમે ગામના નિવાસી હોવ, પણ સંદર્ભ વગર કોઇ માહિતી ન મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૦૩, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
સભ્ય:KartikMistry, માફ કરજો પણ હું અહી નવીન છું તો થોડીક ભૂલ થતી હોય.મિત્ર કોઈ શીખીને નથી આવતું. અઠે કઠે શીખતું હોય. મારી ભૂલ વિશે મને માહિતીગાર કરો અથવા આપ એનો સુધારો કરી શકો. આગળથી ધ્યાન આપીશ. ભૂલ બદલ ક્ષમા ચાહું છું. (Toofan108 (ચર્ચા) ૧૪:૦૬, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- શીખીને કોઇ નથી આવતું પરંતુ તમે વારંવાર એક જ ભૂલ કરી રહ્યો છે એટલે વારંવાર ચેતવણીઓ મળે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૪, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
મારવાડી બોલી
ફેરફાર કરોDear @KartikMistry મારવાડી બોલી માં જે આપે ફેરફાર કર્યો એ પન:સ્થાપન માટે. મારવાડી ભાષા એ અલગ છે અને મારવાડી બોલી એ પણ અલગ છે કારણ કે બંનેના હિન્દી અને મરાઠી જેમ તાલમેલ અને શબ્દો જુદા છે. મારવાડી બોલી એ બનાસકાંઠા ના વાવ થરાદ ધાનેરા ડીસા અને દિયોદર ની સાથે રાજસ્થાન ના સાંચોર વિસ્તારમાં બોલાય છે. અને મહત્વ ની વાત કે મારવાડી બોલી કે મારવાડી બશ નું લખાણ થઈ શકતું નથી. (Toofan108 (ચર્ચા) ૧૪:૪૮, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- પહેલી વાત, આ અંગેના કોઇ સંદર્ભો છે? બીજી, એ લેખમાં કોઇ સંદર્ભો ન હતા અને સુધારેલા લેખ મુજબ મારવાડી ભાષા છે, જે સંદર્ભો સહિત છે. સંદર્ભ ન હોય તો તમારો દાવો ખોટો છે. અને હા, વિકિપીડિયામાં એક જ ખાતું રાખી શકાય છે. મારવાડી બોલી Toofan_Patel વડે બનાવાયું છે. શું એ તમારું જ ખાતું છે? @Aniket @Dsvyas આ Toofan_Patel ખાતું બ્લોક કરી શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૩, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
કાર્તિક મિસ્ત્રી મને એક વાત નથી સમજાતી કે અહીં કોઈ નવો આવે એને તમે કંઈક શીખવા માટે સ્પોર્ટ કરો કે પછી એને બહાર નો રસ્તો બતાવો? જો મિત્ર હું અહી નવો છું. એટલે સંદર્ભો બાબતે મને કોઈ ખાસ જાણકારી નથી એટલે કદાચ મારાથી સઁદર્ભો ન અપાયા હોય એનો મતલબ એ નથી કે માહિતી ખોટી હોઈ શકે. તમે ક્યાંથી જો એ હું નથી જાણતો પણ વિચારો કે જે વ્યક્તિ(એટલે કે હું) જ્યાંથી છું ત્યાં ની માહિતી મારાથી વિશેષ કોઈ બીજા ને કેવી રીતે હોઈ શકે? ખોટું ન લગાડશો પણ હું અહી ફક્ત એવી માહિતી જ શેર કરવાની ઈચ્છા રાખું છું જેના વિશે મને પૂરેપૂરી માહિતી હોય. અને હા એ ખાતું તમે હટાવી શકો છો કારણ કે એ ખાતાનું ઈમેઈલ પાસવર્ડ મારા ધ્યાન બહાર છે કારણકે એ ખાતું જૂનું છે.××××
- તમારું સ્વાગત છે જ. પરંતુ, દરેક નવા સભ્યોને અમે હાથ પકડીને શીખવાડી ન શકીએ. તમારા ચર્ચા પાનાં પર "સ્વાગત" સંદેશામાં વિકિપીડિયામાં એડિટ કરતાં પહેલાં જાણવા જેવી દરેક વસ્તુઓ સ્પષ્ટ રીતે લખેલી છે જ - તે વાંચી લો. કોઇ મુશ્કેલી હોય તો તમે જણાવી શકો છો, અહીં બધાં જ શીખે છે. અહીં દરેક જણ વોલિયન્ટર જ છે, એટલે જાતે શીખવું એ જરૂરી છે. ધીમે-ધીમે શરુઆત કરો અને નાનાં ફેરફારો કરો જેથી તમને મુશ્કેલી ન પડે. સંદર્ભ વગરની માહિતી ન મૂકવી - એ વાત તો ધ્યાન બહાર ન જાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૪, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
કાર્તિક મિસ્ત્રી એક સલાહ! જે માહિતી વિશે આપણે જાણતા હોઈએ અને ઈન્ટરનેટ પર એની કોઈ કળ(સંદર્ભ એટલે કે એ માહિતી નેટ પર ઉપલબ્ધ ન હોય) અને આપણે એ વિશે કંઈક લખીએ તો એનો સંદર્ભ કેવી રીતે ઉમેરવો? ××××
- તો પછી તેને ન મૂકાય. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે. વ્યક્તિગત મંતવ્ય, જ્ઞાન કે ડહ્યાપણ અહીં મૂકાતું નથી. જુઓ: https://en.wikipedia.org/wiki/Wikipedia:No_original_research અને હા. તમે કોમેન્ટ ઉમેરતી વખતે ચાર ટિલ્ડ (~~~~) ઉમેરો. xxxx નહી. સ્વાભાવિક રીતે તમે સ્વાગત સંદેશ વાંચ્યો નથી જ :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૯, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
- સભ્યશ્રી Toofan108, તમે વધુ પડતી દલીલો કરીને અન્યો ના સમયને પણ બદબાદ કરી રહ્યા છો. પહેલા તમે એક અન્ય ખાતું પણ બનાવ્યું હોવાનું લોગમાંથી જાણવા મળે છે. જો બન્ને ખાતા એક સાથે ચલાવશો તો બન્ને ખાતા તરત જ બ્લોક થઈ જશે. વિકિપીડિયામાં નિયમાનુસાર યોગદાન કરવા માટે તમારુ સ્વાગત છે પણ અન્ય સભ્યોના ભોગે જરા પણ નહી. આભાર. --A. Bhatt (ચર્ચા) ૦૮:૪૨, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@A.Bhatt મેં ક્યાંય દલીલ કરી નથી. હું અહી નવીન છું એટલે કંઈક વધુ શીખવા ની આશાએ દરેક વાત ને ઝીણવટા પૂર્વક પૂછું છું. જેથી આગળ જતાં વિકિપીડિયામાં મારુ યોગદાન સારું નીવડ. વધુમાં કંઈક શીખવા માટે જો દલીલ કરવી પડે તો મારા હિસાબે યોગ્ય છે કારણ કે કોઈપણ વ્યક્તિનું ઘડતર આ નીતિથી સંભવ છે એ નીતિ એ છે કે પોતાની ભૂલમાંથી શીખવું.(દલીલ એ ભૂલ ને સારી રીતે જાણવાની મુખ્ય પધ્ધતિ છે. બીજું કે આપ જે અન્ય ખાતાની વાત કરીએ તો એ ખાતું અમુક કારણોસર લાંબા સમયથી બંધ છે જેનો ઉપયોગ હું કરી શકતો નથી એટલે આપ ચાહો ત્યારે એ ખાતા ને બ્લોક કરાવી શકો છો.(×××× ૦૯:૨૮, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- @Toofan108 જો તમે દરેક વાત ઝીણવટપૂર્વક પૂછતા હોય તો વારંવાર સુધારાની નોટિસ દૂર ન કરવા વિનંતી છે. હજુ પણ લેખ દૂર કરવામાં આવે તો વિકિપીડિયાના જ્ઞાનમાં કોઇ ઘટાડો થશે નહી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૪, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@A.Bhatt યોગ્ય સહી ની વાત કરો તો હું ચાર ટીલ્ડ વાપરી સહી કરું તો પણ ×××× નું નિશાન જ આવશે કારણ કે મારી સહી માંં Toofan108 ની જગ્યાએ xxxx નું નિશાન એડ કરેલું છે. મને કોઈ સમસ્યા નહી થાય જો તમે મારુ આ ખાતું બ્લોક કરશો તો પણ. એટલે મહેરબાની કરી વારેઘડીએ બ્લોક ની ધમકી આપશો નહીં. વિકિપેડિયા માં મારી જેમ તમે પણ એક સભ્ય તરીકે આવેલા છો અને આપણા બે માં ફરક એટલો જ કે તમે અહીં જુના છો. તમે પણ જ્યારે પહેલીવાર અહીં આવ્યા હશો ત્યારે અમુક મુશ્કેલી પડી હશે. અને એ મુશ્કેલીઓ થી બચવા માટે જ કોઈ પણ પાના પર ચર્ચા થતી હોય એ હું પણ જાણું છું. કોઈ નવા સભ્ય ને શીખવાડી શકો તો આપનો આભાર પણ ખાલી ખોટી રીતે એની વાતમાં માથું ના મારશો. ફરી એકવાર કહું છું કે તમારી પાસે મારા વિરૂદ્ધ યોગ્ય કારણ હોય તો નિ:સંકોચ મારુ ખાતું બંધ કરી શકો છો. (×××× ૧૪:૨૪, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- એ રીતે સહી કરવાની રીત ખોટી છે. યોગ્ય સહી ઉમેરી દો. શીખવવા માટે જ બધા પ્રયત્નો કરવા છતા તમે શીખવા માંગતા નથી કે સહકાર આપતા નથી એ દેખાઈ આવે છે. અને હું તમારી કોઈ વાત માં માથુ ન મારવું પડે એમ ઇચ્છુ છું પણ તમે તમારી હરકતો બંધ નથી કરતા એટલે ન છુટકે મારવું પડે છે. --A. Bhatt (ચર્ચા) ૧૫:૧૧, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@A. Bhatt સહી સિવાય નું મને મારુ અણછાજતું વર્તન બતાવી શકશો? જેથી તમારે વારેઘડીએ ધમકી ભરી નોટિસ પાઠવવી પડે. અમુક વખતથી @KartikMistry સાથે ચર્ચા કરી રહ્યો છું પણ આપ જે રીતે મારી સામે પેશ આવો છો એમ તેઓ ક્યારેય નથી આવ્યા. શીખતો વ્યક્તિ અમુક ભૂલ કરે તો એને સમજાવવા પૂરતું ઉદાહરણ આપો કે આ વસ્તુ આમ નહીં પણ આમ થાય એની જગ્યાએ તમે સીધી ધમકી ભરી નોટિસો આપતા જાઓ છો. તો મારે તમને સહકાર આપવો કેવી રીતે (Toofan108 ૧૫:૪૧, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
આંજણા
ફેરફાર કરોકાર્તિક મિસ્ત્રી અત્યારે મેં આંજણા પૃષ્ઠ પર જરૂરી ફેરબદલો કરી અને સંદર્ભ મુક્યા છે. તપાસી ને જરાક મને પ્રત્યુતર આપશો. જેથી મને જાણ થાય કે મારા લખાણમાં સુધારો થયો કે નહીં (×××× ૨૧:૪૫, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- સરસ શરુઆત. થોડા ફેરફારો કર્યા છે. અને હા, સુધારાની નોટિસ ન હટાવવા વિનંતી છે. આખા લેખમાં હજુ ફેરફારો બાકી જ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૦૮, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
કાર્તિક મિસ્ત્રી નોટિસ હટાવ્યા વગર અત્યારે સંપૂર્ણપણે એકદમ સરળ અને સ્પષ્ટ ફેરફાર કર્યા છે. મને લાગે છે કે હવે તે બરાબર છે અને તમને હવે શિકાયત નો મોકો નહીં મળે. સાથે સાથે આપનો ખુબ ખુબ આભાર મને વધુ સારું અને સ્પષ્ટ લખવા પ્રેરિત કરવા બદલ, મારી ભૂલ પર સમજાવવા બદલ અને મારા દરેક સવાલ પર પ્રતિસાદ આપવા બદલ...(××××)
- હજુ કામ બાકી છે!! :) વધુ સૂચનો,
૧. તમે https://www.wisdomlib.org/hinduism/book/brihat-samhita/d/doc229034.html સંદર્ભ તરીકે મૂક્યો હતો. તેમાં આંજણા વિશેનો કોઇ ઉલ્લેખ નથી. એટલે હટાવેલું છે. ૨. કાર્તિક મિસ્ત્રી ની જગ્યાએ @KartikMistry લખશો તો જે તે વ્યક્તિને નોટિફિકેશન મળી જશે. દરવખતે @ લખવાની પણ જરૂર નથી. ૩. સહી માટે ચાર ટિલ્ડ (~~~~) વાપરવા વિનંતી છે. તેમાં સમય પણ ઉમેરાઇ જશે એટલે ચર્ચાનો ફ્લો સમજતી વખતે મુશ્કેલી ન થાય.
@KartikMistry જે સંદર્ભ આપે હટાવ્યો એ વરાહમિહિર નો એ પૃષ્ઠ છે જ્યાં સ્પષ્ટ પણે Arjuna, (The tree Terminalia
--કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૭:૩૦, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@KartikMistry જે સંદર્ભ આપે હટાવ્યો એ વરાહમિહિર નો એ પૃષ્ઠ છે જ્યાં સ્પષ્ટ પણે Arjuna, (The tree Terminalia arjuna) આ શબ્દ નો ઉલ્લેખ છે. અને મેં પણ એજ શબ્દ માટે સંદર્ભ મુક્યો હતો. ચકાસી લેજો. વાત કરીએ પૃષ્ઠ વિશે તો આપે જે અનુક્રમણિકા નો કોષ્ટક ઉમેર્યા એ મારા હિસાબે યોગ્ય નથી કારણ કે વિકિપીડિયા ઑટોમેટિક કોઈપણ ફકરા ને (==) આ સિમ્બોલ સાથે શોર્ટ કરી જ લે છે. અર્થાત આ કોઈ પાઠ્યપુસ્તક નથી કે જેમાં લખાણ અલગ અલગ વિષયો આધારિત 500 પનામાં હોવાથી તેની અનુક્રમણિકા લખવી પડે. અને મેં જે કોષ્ટક બનાવ્યું હતું ઓછી માહિતી માટે એ આપશ્રી એ ગાયબ કરી દીધું. હકીકતમાં એ કોષ્ટક મેં એટલા માટે બનાવ્યું હતું જેથી આંજણા વિશે ની માહિતી પૂરું પેજ વાંચ્યા વિના આસાનીથી મેળવી શકે.
- કોષ્ટકની કોઇ જરુર નથી. ફરીથી દૂર કર્યું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૩, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
વાત કરીએ મેઈન મુદ્દા ની તો આ પૃષ્ઠ બનાવવાનો હેતુ એ હતો કે દરેક પોઇન્ટ પરથી લોકો આસાનીથી આંજણા વિશે જાણી શકે. એટલે મેં છેલ્લા સુધારા સાથે પ્રકાશિત કરેલું એ હિસાબે જ યોગ્ય હતું જેમાં કોઈ ફરફરો ની જરૂર નહોતી. છતાં તમને એ અયોગ્ય લાગતું હોય તો નિ:સંકોચ આ પૃષ્ઠ ને અહીંથી હટાવી શકો છો.(×××× ૦૯:૪૩, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- સુધારાની નોટિસ જો તમે વારંવાર નીકાળતા રહેશો તો આખો લેખ દૂર કરવાની નોટિસ મૂકવામાં આવશે. પ્લીઝ સ્ટોપ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૩, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@KartikMistry માફ કરશો પણ મને એમ કે મેં એ પૃષ્ઠ પર છેલ્લા સુધારા સાથે સારું લેખન કર્યું છે. હવે કદાચ તે પૃષ્ઠમાં સુધારા ની જરૂર નહીં પડે. બસ એટલે એ નોટિસ હટાવી. બની શકે તો આપ મને એ વિશે જણાવવાની તકલીફ લેશો કે મારે એમાં મુખ્ય કયા સુધારા કરવાની જરૂર છે જે પછી સુધારા ની નોટિસ હટાવી શકાય. (×××× ૧૪:૩૫, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- તમને ભલે લાગતું હોય બરાબર છે, પણ નથી જ. હકીકતમાં તો લેખ વિકિપીડિયા લાયક નથી જ પણ તમને શીખવા મળે એ માટે રાખેલ છે. પણ, જો હજુ તમે આ નોટિસ દૂર કરશો તો બેસ્ટ લક. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૦, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@KarikMistry લાગણી સભર આભાર કે આપ મને શીખવા માટે એટલો સહકાર આપો છો. હવે ફક્ત મને એટલી સહાય કરો કે કોઈ એવા જ પૃષ્ઠ વિશે સૂચન કરો જે પૃષ્ઠ જોઈને મને શીખવામાં આસાની રહે જેથી ફરી આપને જાણતા અજાણતા મારા થકી કોઈ પરેશાની ન થાય... ફરીવાર દિલથી આભાર.(Toofan108 ૨૦:૩૦, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.