ચર્ચા:ઊંમર ગણવાની રીત

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં

શું આ લેખ ખરેખર જ્ઞાનકોશને લાયક છે? મારો અર્થ છે કે આવી ખૂબ જ પાયાની વાત જ્ઞાનકોશમાં? એવું કોણ હશે જેને ગુજરાતી વાંચતા આવડતું હોય પણ ઊંમર ગણતા ન આવડતું હોય? અને જો લેખ આવશ્યક જ હોય તો સાચી જોડણી ઉંમર કે ઉમર સાથે રાખવો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

મુળભૂત રીતે નવા લેખ તરીકે નહોતો. લેખ ને રાખવો કે નહી તે આપ સહુની ઇચ્છા પર આધારીત છે. --210.56.148.152 ૧૦:૦૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઇ સાથે સહમત --KartikMistry (talk) ૧૦:૩૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
મિત્રો મારી દૃષ્ટિએ ગમે તેવો નાનો વિષય પણ કોઈક ને કોઈક માટે અઘરો હોય જ છે. મારે પાસે એવા દૃષ્ટાંતો છે (અન્ય વિકિ પરના) પણ હું અહીં આપીશ નહિ કારણ કે દરેક લેખ અને દરેક કિસ્સો અલગ અલગ હોય છે. આ લેખ ખરેખર પાયાનો છે માટે તેને રદ કરવો તે યોગ્ય નથી. હા તેની સામગ્રી કોઈ રીતે જ્ઞાનવર્ધક ન હોય તો તેનો હટાવવો પણ તેવું મને નથી લાગતું. હા, આ માહિતીને કોઈ અન્ય વધુ યોગ્ય લેખમાં આવરી લેવાય તો મને વાંધો નથી. કારણ કે આ લેખને અલગ રાખવો અને જાળવવો અઘરો છે.--Vyom25 (talk) ૧૧:૧૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ઉદાહરણ માટે વય અથવા વયવૃદ્ધિ વગેરે.--Vyom25 (talk) ૧૧:૧૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
કોઇ ની તરફેણ કે વિરૂદ્ધ નહી પણ એક હકીકત કહું તો મેં પોતે સારી સારી કંપનીમાં સારા સારા હોદ્દાઓ પર એવા માણસો જોયા છે કે અઢી ક્લાકનું દશાંશ પદ્ધત્તિમાં રૂપાંતરણ ૨.૫ બદલે ૨.૩ લખતા હોય અને પછી TimeSheetમાં સમય જ્યાં લખ્યો હોય છે તેવી Columnનો સરવાળો કરવામાં MS-Excel ભુલ કરે છે એવી ફરીયાદ પણ કરતા હોય. તક મળ્યે અમદાવાદમાં જ બતાવી શકું છું.--210.56.148.152 ૧૧:૩૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આ મિત્રએ જોયા છે એવા માણસો સદ્ / કમ નસીબે મેં પણ અહીયા U.K.માં પણ જોયા છે. --77.92.68.65 ૧૧:૪૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  • પ્રથમ તો, ઉપરોક્ત IP એડ્ડ્રેસ દ્વારા સુંદર પ્રદાન કરતા કોઈ મિત્રએ આ વિગતો અન્ય લેખમાં લખેલી જે મૂળલેખ કરતાં અલગ જ મથાળા હેઠળ વધુ યોગ્ય ગણાશે તેમ સમજી મેં અહીં અલગ લેખ તરીકે મુકી છે. જરૂરીયાત ગણાય કે નહિ તે વિશે તો વ્યોમજીએ જણાવ્યું જ છે, હું તેમાં સહમત છું. હા, એ ખરૂં કે લેખનું મથાળું વિષયને યોગ્ય ન જણાય તો વધુ યોગ્ય મથાળું રાખીએ. જોડણી વગેરે તો સુધારવાનું રહે જ છે (પણ એ મહેનત તો ત્યારે જ્યારે લેખ રાખવાનો હોય !!). ગણિત શ્રેણી હેઠળ આ પ્રકારની માહિતી આપતો લેખ વિકિયોગ્ય ન માનવાને કારણ નથી. સુધારાને અને હજુ વધુ વિગતો ઉમેરવાને અવકાશ ખરો પણ હટાવવા વિશે હું "અસહમત" છું. અન્ય વિકિ પર આ પ્રકારની ગણતરીઓની રીત દર્શાવતા લેખો હોય જ છે. ઉદા: Body mass index વગેરે. તો આપણે હજુ પ્રાથમિક તબક્કે હોઈએ, પ્રાથમિક ગણતરીઓથી ચાલુ કરીએ !! બાકી મિત્રોની ઇચ્છા. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
વ્યોમભાઈ અને અશોકભાઈ, ગણિત હેઠળ કે સમયની ગણતરી તરીકે લેખ રાખ્યો હોય તો વાંધો નથી, ઉપર કોઈક IP Address પરથી જણાવ્યું છે તેમ, અહિં યુ.કે.માં મેં તો અનેક નમુના જોયા છે, જે સમયની દશાંશ પદ્ધતિમાં ગણતરી નથી કરી શકતા. આ ગણતરીને ગણિતના બહોળા વિષય હેઠળ રાખવાનો વાંધો નથી. Body mass index પર તો ગુજરાતીમાં પણ શરીર વજન અનુક્રમ નામે લેખ છે જ, પણ કેમ કે તે વિષયમાં ગણતરીની રીતો સિવાય અન્ય માહિતી પણ છે. જ્યારે આ લેખમાં વયની ગણતરી વિષય હેઠળ વધુ માહિતીનો કોઈ ખાસ અવકાશ રહેતો નથી. હા, કાળ ગણના, કે સમય ગણના, સમય ગણતરી એવા કોઈ વિસ્તૃત વિષય પર લેખ હોય તો કાંઈક યોગ્ય પણ લાગે છે. આપણી મા.ચો. વખતની ચર્ચા યાદ આવે છે? કે અન્ય વિકિમાં તો ઘણું એવું હોય છે જે આપણે અહિં રાખવા સહમત થતા નથી. મારો પણ આ લેખ સામે એવો કોઈ જબરદસ્ત વિરોધ કે પૂર્વાગ્રહ નથી, પણ વિષય અને લેખની અંદર રહેલી ક્ષુલ્લક માહિતી જ્ઞાનકોશને અનુરૂપ ન લાગી તેથી જ કહ્યું હતું.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "ઊંમર ગણવાની રીત" page.