ચર્ચા:ગુજરાતી દૈનિકપત્રોની યાદી

છેલ્લી ટીપ્પણી: કોઇ સ્ટાન્ડર્ડ ખરું ? વિષય પર Vyom25 વડે ૧૦ વર્ષ પહેલાં

ગુજરાતી દૈનિકપત્રો ફેરફાર કરો

આ લેખ માટે મને એવું લાગે છે કે જો "ગુજરાતમાંથી બહાર પડ્તા વર્તમાનપત્રો " એવું નામ આપવામાં આવે તો ગુજરાતી સિવાય બીજી ભાષામાં ગુજરાતમાંથી પ્રગટ થતાં વર્તમાનપત્રોનો ઉલ્લેખ કરી શકાય. (સભ્ય:‎Hina y patel)

મથાળું આ જ રાખીને યાદી માત્ર ગુજરાતી દૈનિકપત્રોની રાખવાની રહેશે. પ્રકાશન વિશ્વભરમાં ગમે ત્યાંથી થતું હોય તે ગૌણ રાખીએ. અથવા, "ગુજરાતના દૈનિકપત્રો" મથાળું રાખીને ભાષા ગૌણ રાખીએ. જેમ સભ્યશ્રીઓને વાજબી લાગે તેમ. વધુ વિગત માટે અંગ્રેજી વિકિ પર આ વિષયક લેખ : (ભારતના અખબારોની યાદી (ગુજરાત)) (આ ચર્ચા ગુજરાતી દૈનિકપત્રો પર ફેરવી.) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૩, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
મારા મતે તો લેખનું શીર્ષક યોગ્ય જ છે. આ પાનું ફક્ત ગુજરાતી દૈનિકપત્રો માટે જ રાખાવું. હા, તેમાં વિવિધ પેટા મથાળા હેઠળ ગુજરાતમાંથી, ગુજરાત બહાર પણ ભારતમાંથી અને ભારત બહાર વિશ્વમાંથી બહાર પડતા દૈનિકપત્રો ઉમેરી શકાય. અન્ય ભાષાઓના દૈનિકપત્રો વિષે નવો લેખ શરૂ કરી શકાય.
પણ આ લેખ ફક્ત એક યાદી જેવો છે, માટે તેનું શીર્ષક ગુજરાતી દૈનિકપત્રોની યાદી એમ રાખવું વધુ યોગ્ય નથી લાગતુ?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
"ગુજરાતી દૈનિકપત્રોની યાદી" -- સહમત. અંગ્રેજી વિકિ પર પણ મથાળું એમ જ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૬, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

સદર્ભજોગ ફેરફાર કરો

આ લેખમા સીટીવોચની લિન્ક ડેડ હોવાથી તેને યાદીમાથી દૂર કરેલ છે.

કોઇ સ્ટાન્ડર્ડ ખરું ? ફેરફાર કરો

આ લેખમાં વર્તમાન પત્રોના જે નામો આપ્યા છે તે શરુઆતમાં તો બરાબર છે. સાથે જે તે વર્તમાનપત્રના જાળસ્થળની કડી પણ આપેલી છે. પણ પછીથી નીચે બધુ લોલમલોલ છે. જેમકે વર્તમાનપત્રોના નામ અને પ્રકાશન સ્થળ આપેલા છે પણ આવા દૈનિકપત્રો હશે કે કેમ તેની કોઇ ખાતરી ખરી ? આમાં ક્યાંય સંદર્ભ આપેલો નથી. તો વિશ્વાસ કઈ રીતે કરવો ? એક વર્તમાનપત્રનું નામ તો જિંદગી સમાચાર છે, તેની જોડણી પણ એમાં સાચી નથી. વળી, આવું નામ દૈનિકોનું નહિં પણ સાપ્તાહિકોનું હોય તેમ વધુ લાગે છે. વળી, ગુજરાતમાં કાગળ પર ચાલતા દૈનિકોની સંક્યા અમુક લાખમાં હશે ! વિકિમાં સમાવેશ માટે કોઇ સ્ટાન્ડર્ડ ખરું ? આવા દૈનિકો અમુક મહિના ચાલીને બંધ પણ થઈ જાય. તે વર્તમાનમાં ચાલુ હે કે નહિ તેની કોઇ ખાતરી ખરી ? એટલે આમાં બધુ અષ્ટમપશ્ટમ હોય એમ લાગે છે.

  • અહીં આ લેખમાં જે પણ વર્તમાનપત્રનો સમાવેશ કરવામાં આવે તેના જાળસ્થળની કડી અને તે ન હોય તો સંદર્ભમાં તેનો આર.એન.આઇ. નંબર અને રજિસ્ટ્રેશન પૂર્ણ થવાની તારીખ દર્શાવવી જોઇએ. તો જ વિશ્વાસ કરી શકાય. આ વિગતો જે તે વર્તમાનપત્રના મુખપૃષ્ઠ પર લખેલી જ હોય.__યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૬, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર

આમાં કોઇ સ્ટાન્ડર્ડની જરુર મને લાગતી નથી. અમુક સમાચારપત્રો જાણીતાં છે. આર.એન.આઇ. નંબર ચોક્કસ ઉમેરી શકાય. સ્થાપના તારીખ અને વર્ષ પણ ઉમેરી શકાય. --KartikMistry (talk) ૧૩:૪૨, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર

કાર્તિકભાઇ, શરુઆતના જે બધા પ્રતષ્ઠિત દૈનિકો છે તેને તો હું ઓળખુ છું કે તેનાથી પરિચિત છું. પણ પછીના બધા હશે કે કેમ એ તો રામ જાણે ! કોઇ સ્ટાન્ડર્ડ ન રાખીએ તો પણ લોકોને તેના પર વિશ્વાસ આવે કે અહિં મૂકેલી હકીકત સાચી છે તે માટે સંદર્ભ તરીકે આરએનાઆઈ નંબર ઉમેરવામાં આવે અથવા તો જાળસ્થળની કડી ઉમેરવામાં આવે. વિકિના નિયમો મુજબ દરેક વાક્યમાં સંદર્ભ આપવાનો રિવાજ છે. કોઇ વાક્યમાં વિશ્વાસ ન બેસે તો સંદર્ભ માગી પણ શકાય છે અને સંદર્ભ યોગ્ય ન લાગે તો હટાવી પણ શકાય છે. ત્યારે અહીં મૂકાતા વર્તમાનપત્રોના નામ સાચા છે કે કેમ તે માટે પણ વર્તમાનપત્રના નામ દીઠ સંદર્ભ જરૂરી બની રહે છે. હું આ રીતે અમુક જાણીતા છાપાઓમાં સંદર્ભો મુકીશ. આ કાર્યમાં આપને પણ સહયોગી થવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૫૭, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
કાર્તિકભાઈ અને યોગેશભાઈ આપ બંનેની વાત સાચી છે. કેટલાક તો છાપાં નહિ પણ ચોપાનિંયા હોય એવું લાગે છે માટે યોગેશભાઈ તમારા કાર્યમાં સહકાર આપી શકું તેવો પ્રયાસ કરીશ.--Vyom25 (talk) ૨૦:૦૨, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
મિત્રો, આ ફક્ત એક યાદી છે, વિસ્તૃત લેખ નહિ અને માટે તેમાં સંદર્ભોનો બહુ આગ્રહ ન રાખવો. હા, જો વધુ માહિતી ઉમેરતા હોઈએ તો અવશ્ય તે માહિતીના સ્રોતનો સંદર્ભ ઉમેરવો, પરંતુ યાદીમાં ફક્ત નામો જ હોય. અને આ સહિયારા જ્ઞાનકોશની ખૂબી જ એ છે કે અહિં કોઈ પણ કંઈ પણ લખી શકે છે. આપણે મોટા શહેરોમાં વધુ સંખ્યામાં પ્રકાશિત થતા દૈનિકો વિષે જ જાણતા હોઈએ, પણ શક્ય છે કે નાના સ્થળોમાંથી કે ગુજરાતની બહારથી પણ કોઈ દૈનિકો પ્રકાશિત થતા હોય જેની આપણને જાણ ન હોય. એક વચલો માર્ગ એવો સુઝે છે કે ગુજરાતી સામયિકોની યાદી નામે એક અલગ લેખ બનાવીને અહિંથી જેના વિષે ખાતરી ન હોય તેવા નામો ત્યાં ઉમેરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૬, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ધવલભાઇ, વ્યોમભાઇ. આપની એ વાત સાચી છે કે અમુક દૈનિકોની આપણને જાણ ન હોય પણ હાલની યાદી જોતા અમુક ચોપાનિયા હોય તેવું લાગે છે. જેમકે જિંદગી સમાચાર. મારા બે-ત્રણ મિત્રોના દૈનિકો માત્ર કાગળ પર ચાલે છે. એ લોકો સરકારી કચેરીઓમાં મોકલવાની હોય એટલી જ કૉપી છપાવે છે અને સરકારી જાહેરખબરોની વર્ષે અમુક લાખની કમાણી કરે છે. કાગળ ઉપર તેની ઘણી જ વધારે નકલો દર્શાવવામાં આવે છે. આજ કાલ બિલાડીના ટોપની માફક આવા દનિકો ફૂટી નીકળ્યા છે અને જેમ શરું થાય તેમ બંધ પણ થઈ જાય છે. શક્ય હોય તો આને ગુજરાતી સામાયિકોની યાદીમાં જ સમાવવા જોઇએ. આ પરથી એક બીજુ પણ કામ થાય કે માત્ર વર્તમાનપત્રોને બદલે કુમાર, અખંડઆનંદ, નવનીત સમર્પણ, કવિતા વગેરે સામાયિકોની યાદી પણ આ સાથે તૈયાર થઈ શકે. મતલબ કે દૈનિકના બદલે સાપ્તાહિક, અર્ધસાપ્તાહિક, પખવાડીક, માસિક, દ્રીમાસિક વગેરેને પણ સમાવી શકાય.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૦૫, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
યોગેશભાઈ આ તમે છાપાઓનાં છાપકામમાં રહેલા કૌભાંડને લાવી કૌભાંડોની હારમાળામાં એક વધુ ઉમેરો કર્યો. આ નવી વાત છે મને ખબર નહોતી કે આ પ્રકારની પ્રવૃત્તિ પણ ચાલે છે. ;) (ભાઈ આ વાંચીને આપણા વિકિમિત્રો છાપાં રજિસ્ટર ન કરાવતા હો.) પણ ધવલભાઈની અને તમારી વાત સાથે સહમત દૈનિકો ને અલગ રાખીએ અને સામયિકોની યાદી હેઠળ આપ લોકોએ જણાવ્યા તે મુજબ અન્ય સામયિકોને લઈ લઈએ.--Vyom25 (talk) ૧૭:૨૦, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર

તમામ ગુજરાતી અથવા તો સમાચાર પત્રો એ તેમના મુખ્ય પાના ઉપર ઈ મેઈલ એડ્રેસ છાપવું જોઈએ, કારણકે અગત્ય ની પ્રેસ મેટર મોકલાવવી હોય તો કઈ રીતે મોકલવી...? મોટા ભાગે આપડે જેમની પાસેથી છાપું ખરીદતા હોઈએ તેમને પ્રેસનોટ આપતા હોઈએ , પરંતુ કેટલાક ફેરિયાઓ આ વિષે કશું જનતા નથી હોતા. તો પ્લીઝ, કોઈ પાસે વિવિધ અખબારોના ઈ મેઈલ એડ્રેસ હોય તે અહી જણાવો તો અન્યોને પણ ઉપયોગી થશે..... આશા રાખું કે મને જવાબ મળશે....૦૦:૨૯, ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)


પ્રકાશભાઈ શર્મા.-ધારી.

Return to "ગુજરાતી દૈનિકપત્રોની યાદી" page.