ચર્ચા:ગુજરાતી સિનેમા

છેલ્લી ટીપ્પણી: પુન:લેખન વિષય પર Ashok modhvadia વડે ૯ વર્ષ પહેલાં

અન્ય ફીલ્મ ઉદ્યોગોમાં ગુજરાતી વ્યક્તિઓ

ફેરફાર કરો

આ લેખ ગુજરાતી સિનેમા ઉદ્યોગ વિષે છે, તેમાં અન્ય ફીલ્મ ઉદ્યોગોમાં ગુજરાતી વ્યક્તિઓ કંઈ બંધબેસતું નથી લાગતું. કેમકે લેખ ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓ વિષે નહી પણ ખાસ ગુજરાતી ભાષાના ચિત્રપટ ઉદ્યોગ વિષે છે. એટલું જ નહી, આ વિભાગ ફક્ત એક ડિરેક્ટરી સમાન છે, જેમાં વીણી વીણીને ગુજરાતીઓના નામો લખ્યા છે. શું આ પરિચ્છેદ લેખની વિષયવસ્તુને અનુરૂપ છે?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૨૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર

નથી ! આ લેખ માત્ર ગુજરાતી સિનેમાની માહિતી દર્શાવતો હોઈ, ગુજરાતી સિનેમામાં પ્રદાન કરનારા ગુજ.-બિનગુજ.નો ઉલ્લેખ વાજબી ગણાય પરંતુ ઉપરોક્ત પેટામથાળાનું લખાણ અહીંથી હટાવી, વાજબી લાગે તો, લેખ ગુજરાતીમાં પેટામથાળા "ફીલ્મ ઉદ્યોગમાં ગુજરાતી વ્યક્તિઓ" હેઠળ ફેરવી શકાય. (માત્ર સૂચન) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૫૦, ૨૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
સહમત. આજ કારણોસર અંગ્રેજી લેખમાંથી ગુજરાતી મૂળના કલાકારો જેમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન નથી આપ્યું તેમને દૂર કર્યા છે. -Nizil Shah (ચર્ચા) ૧૫:૫૫, ૧૮ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

પુન:લેખન

ફેરફાર કરો

સભ્ય:KartikMistry, ધવલ અને User:Ashok modhvadia; ગુજરાતી સિનેમાનો અંગ્રેજી લેખ મેં સંપૂર્ણ ફરીથી લખ્યો છે. તેમાં ઘણી નવી માહિતી અને નવા સંદર્ભો પણ ઉમેર્યા છે તથા તાજેતરની ફિલ્મો વિષે પણ ઘણું ઉમેર્યું છે. તો આ લેખને ફરીથી અનુવાદ કરી સરસ બનાવશો? --Nizil Shah (ચર્ચા) ૧૫:૫૫, ૧૮ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

ચોક્કસ! અંગ્રેજી વિકિના લેખ અપડેટ્સ બદલ આભાર! --KartikMistry (ચર્ચા) ૦૫:૦૭, ૧૯ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર
આભાર, નિઝિલભાઈ, કાર્તિકભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૩, ૨૨ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "ગુજરાતી સિનેમા" page.