ચર્ચા:વજીહુદ્દીન અલવી

છેલ્લી ટીપ્પણી: Suvaas વડે ૮ વર્ષ પહેલાં

આ લખાણમાં તમને શું બિનવિકીલાયક લાગ્યું ? મારા મતે એમાં કોઇ ખામી નથી. લાગે છે તમે ખોટી રીતે મારી પાછળ પડી ગયા છો.--Suvaas (ચર્ચા) ૨૦:૦૫, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

મિત્ર, લખાણ વિકિલાયક નથી, માહિતી ચોક્કસ વિકિલાયક છે. તમે મારા ખ્યાલથી અંગ્રેજી વિકિ પરથી લેખ ભાષાંતરિત કરો છો તો ત્યાં જુઓ ક્યા પ્રકારનું ફોરમેટ છે અને આપે બનાવેલ લેખનું ફોરમેટ જુઓ. આપની પાછળ કોઈ નથી પડી ગયું માત્ર લેખ બનાવવાની સાચી રીત તમને બતાવવાનો પ્રયાસ છે.--Vyom25 (ચર્ચા) ૨૦:૧૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
વધુમાં સંદર્ભની રીત ખોટી છે. --KartikMistry (ચર્ચા) ૨૦:૧૬, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
મોટા ભાઈ, તમારી પાછળ પડવાથી કોઈને શું મળવાનું છે? તમને તમારા ચર્ચાના પાને કાર્તિકભાઈએ પણ સંદેશો મૂક્યો છે, ગઈકાલે તમે બનાવેલા બીજા એક પાનામાં પણ તમને જણાવ્યું હતું. આ લેખમાં તમે લખ્યું છે કે, "૮૮ વર્ષની ઉમરે, ર૯ / મોહર્રમ / ૯૯૮ હિજ. રવિવારના દિવસે સવારે સુબ્હે સાદિક ટાણે આપની વફાત થઈ. અમદાવાદમાં આપનો મઝાર છે." તમે જ કહો કે આ કઈ રીતે સામાન્ય ગુજરાતી ભાષા છે? અહિં કોઈ પણ લેખમાં તમને આ રીતનું લખાણ જોવા મળે છે? આ લેખ જુઓ, તે પણ એક ધાર્મિક વડા વિષે જ લખાએલો લેખ છે. તમે લખેલી ભાષા/લખાણ એ લેખ સાથે સરખાવો અને પછી કહો કે મારી વાતમાં શું ખોટું છે?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૭, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

આમાં ફકત સુબ્હે સાદિક નો શબ્દ જ તમને સમજાયો નહી હોય. મહોર્રમ અને હિજરી માં તો કોઇ વાંધો ન હોય. એ ઈસ્લામી કેલેન્ડર છે. ફકત એક શબ્દના કારણે આખા લેખને તમે કહી દો કે કાઢી નાખવા જેેવો છે એ કેમ ચાલે ? આ લેખને સુધારવાનો છે એમ પણ કહી શકાય ને ? --61.0.59.134 ૦૮:૦૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

ના. વાક્યો દા.ત. 'ર૭ મી પેઢીએ આપનો વંશ પયંગબર મુહમ્મદનાં પુત્રી ફાતિમાથી જઈ મળે છેે.' - શું કહેવા માંગે છે તે સામાન્ય વ્યક્તિને ખબર ન પડે. તેની જગ્યાએ, 'તેઓ (વજીહુદ્દીન અલવી) પયંગબર મુહમ્મદનાં પુત્રી ફાતિમા ૨૭મી પેઢીના વંશજ હતા' વગેરે યોગ્ય ગણાય. વધુમાં ઉપર ધવલભાઇનો સંદેશો જુઓ. આમેય ગુજરાતી વિકિમાં સક્રિય સભ્યોની સંખ્યા ઓછી છે, જે કંઇ માહિતી છે, એજ સુધારવામાં અને સ્પામર-વેન્ડલિઝમને સુધારવામાં અમારો મોટાભાગનો સમય જાય છે. તો આપને વિનંતી કે જે કંઇ નવા પાનાં બનાવો તે શક્ય હોય ત્યાં સુધી સરળ અને વધુ સુધારા ન માંગે તેવા હોય. જો તમને હિંદી આવડતું હોય તો હિંદી વિકિમાંથી ભાષાંતર સાધનનો ઉપયોગ વધુ મદદ કરશે --KartikMistry (ચર્ચા) ૧૦:૧૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

અરજ કે હું મને અંગ્રેજી આવડતું જ નથી. અમુક વિષયોને માહિતી મારી પાસે ગુજરાતીમાં છે, હું એક ગુજરાતી ઈસ્લામી મેગેઝિનમાં લખતો રહું છું. એમાં વાચકોને સામે રાખીને થોડી ઈસ્લામી ભાષા વાપરવામાં આવે છે.. આ વિષયો વીકી ઉ૫ર અંગ્રેજી કે ઉર્દૂમાં હોય તો હું મારી માહિતી ગુજરાતીમાં જ પણ મુકવાનો પ્રયત્ન કરું છું.. તમે ૫ોતે જ જોઇ શકો છો કે અંગ્રેજીના લેખ અને મારા લેખાણ વચ્ચે કેટલું અંતર છે ! --61.0.59.134 ૦૮:૧૩, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

જો તમે અન્ય ક્યાંકથી લખાણ મૂકો તો ધ્યાનમાં રાખો કે તે, ૧. કોપીરાઇટ મુક્ત હોય, ૨. અથવા સંદર્ભ યોગ્ય રીતે આપેલ હોય. --KartikMistry (ચર્ચા) ૧૦:૦૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

પ્રશ્ન આ છે કે લખાણમાં બિનવિકીલાયક શું છે ? જેના કારણે આ લખાણને ડીલીટ કરવા પાત્ર કહેવામાં આવ્યું છે ? ઘણા લેખો એવા મેં જોયા છે જેના ઉપર એવી નોંઘ છે કે સુધારવા પાત્ર છે. --61.2.102.0 ૧૨:૪૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

પહેલાં તો લખાણ વિકિ ફોરમેટમાં નથી, બીજું ઉપર નોંધ્યું તેમ. વાક્યો સરળની જગ્યાએ અત્યંત 'ટેકનિકલ' છે. ત્રીજું સંદર્ભો નથી. ચોથું આપણે અહીં ખોટી ચર્ચામાં સમય વ્યર્થ કરીએ છીએ. લેખ સુધારવા વિનંતી અથવા દૂર કરવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૨:૪૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
અંગ્રેજી વીકીપીડીયાનો લેખ સંદર્ભ સાથે અને અન્ય નિયમોને અનુરૂપ રીતે લખાયેલ છે. તેનો સીધો અનુવાદ કરી શકાય. ખૂટતી માહિતી ઉમેરી શકાય. --Nizil Shah (ચર્ચા) ૦૨:૧૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
ચાલો, મેં હવે લેખ સુધારી લીધો છે. જન્મ અને મૃત્યુની તારીખ અંગે વધુ સારા સંદર્ભ હોય તો આપશો. --Nizil Shah (ચર્ચા) ૦૦:૪૮, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

જન્મ અને મૃત્યુના સંદર્ભો આપેલા જ છે... તમે તે લિંક ખોલશો તો એમાં આ બાબત છે. મૃત્યુનો સંદર્ભ તો અંગ્રેજી પુસ્તકનો જ છે. જન્મ તારીખનો સંદર્ભ ઉર્દૂ પુસ્તકનો છે. અંગ્રજીનો પણ મળી આવશે તો ઉમેરી દઇશું... --Suvaas (ચર્ચા) ૦૯:૪૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

મૃત્યુ બાબત મેં જે સંદર્ભ અાપ્યો છે એ પૂરતો છે : https://books.google.co.in/books?id=63YIAAAAQAAJ&pg=PA280&dq=WAjihuddin+alWi&hl=en&sa=X&ved=0CDcQ6AEwBWoVChMIi8_gkMeWyAIVgQOOCh1AFglW#v=onepage&q=WAjihuddin%20alWi&f=false એમાં ૩૦ નવેમ્બર ૧૫૮૯ ઇસ્વી અને ૯૯૮ હિજરી સનનો સ્પષટ ઉલ્લેખ છે. પ્રથમ તારીખ કાઢી નાંખશો તો ચાલશે. --Suvaas (ચર્ચા) ૦૯:૫૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

પ્રથમ નંબરે જે સંદર્ભ ઉર્દૂ પુસ્તકનો આપવામાં આવ્યો છે એમાં હિજરી સન ૯૯૮ મૃત્યુનું વરસ છે. જે અંગ્રેજી પ્રમાણે ૧૫૮૯ બને છે.--Suvaas (ચર્ચા) ૧૦:૦૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

Return to "વજીહુદ્દીન અલવી" page.