વજીહુદ્દીન અલવી અથવા હૈદર અલી સાની પંદરમી સદીના ઇસ્લામના જાણકાર અને સત્તારી પરંપરાના સુફી હતા.

વજીહુદ્દીન અલવી
અમદાવાદ ખાતે આવેલી વજુહુદ્દીન અલ્વીની મઝાર, ૧૮૬૬માં લેવાયેલ તસ્વીર

તેમનો જન્મ ઇસવીસન ૧૫૦૦માં (રર/ મોહર્રમ / ૯૧૦ હિજરીસન)માં ચાંપાનેર ખાતે થયો હતો.[] તેમનું જન્મ સમયે સય્યિદ અહમદ વજીહુદ્દીન લકબ નામ પાડવામાં આવ્યું હતું. તેમના પૂર્વજો પહેલા યમનમાં પછી મક્કામાં સ્થાયી થયા હતા અને પછી તેમના દાદા ત્યાંથી સુલતાન મહમદ બેગડાના સમયકાળમાં ચાંપાનેર આવીને વસ્યા હતા. તેમનો વંશ ૨૭મી પેઢીએ પયગંબર મુહમ્મદનાં પુત્રી ફાતિમાથી જઈ મળે છેે.[સંદર્ભ આપો] તેઓ અમદાવાદ આવીને વસ્યા જ્યાં તેમને પ્રાથમિક તાલીમ કાકા સય્યિદ શમ્સુદ્દીન અને મામા સય્યિદ અબૂલ કાસિમ દ્વારા મળ્યું અને ૧પ વર્ષની ઉમરે અલ્લામહ સખાવીના શિષ્ય મુહમ્મદ બિન અહમદ માલિકી અને અન્ય ઉલમા પાસેથી હદીસ વિદ્યાનું શિક્ષણ મેળવ્યુું. ત્યાર પછી અન્ય વિદ્યાઓ તર્કશાસ્ત્ર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કર્યો અને ર૪ વર્ષની ઉમરે ધાર્મિક શિક્ષણ મેળવવાનું પૂર્ણ કરીને શિક્ષણ આપવાનું શરુ કર્યું. તેઓ શરૂઆતમાં કાદરી પરંપરાના સુફી હતા પણ મુહંમદ ઘૌસ ગ્વાલિયરી/સય્યિદ ગૌષ ગ્વાલિયરી ના સંપર્કમાં આવ્યા પછી સત્તારી પરંપરામાં જોડાઈ ગયા. હિજરી સન ૯૩૪માં તેઓએ અમદાવાદમાં એક મદ્રેસા (ધાર્મિક શિક્ષણની શાળા) શરૂ કરી અને ૬૪ વર્ષ સુધી ત્યાં શિક્ષણ આપ્યું. તેમના સમયમાં અમદાવાદ મુસ્લિમ ધાર્મિક શિક્ષણનું મોટું કેન્દ્ર બની ગયું. તેમના પછી ર૩૮ વર્ષ સુધી આ મદ્રેસા ચાલુ રહ્યું. આ મદ્રેસાનું પુસ્તકાલય અમદાવાદમાં સૌથી મોટું ગણાતું હતું. તેમના એક શિષ્ય સૈયદ સબઘતાલ્લાહ અલ-બર્વાજી મદીના સ્થાયી થયા જ્યાં તેમણે સાઉદી અરેબિયામાં સત્તારી પરંપરાના પાયા નાખ્યા. તેમના અન્ય શિષ્યશેખ અબ્દુલ કાદિર ઉજ્જૈન સ્થાયી થયા જયારે શેખ અબુ તુરાબ લાહોર સ્થાયી થયા જ્યાં તેઓએ સુફી પરંપરા આગળ ધપાવી. તેમણે અંદાજે બસો જેટલા પુસ્તકો લખ્યા છે. તેમાંના કેટલાક અન્ય વિદ્વાનોના પુસ્તકોની ટીકા અથવા વિવરણ - સ્પષ્ટીકરણ છે. ગુલામ અલી આઝાદ બલગરામીએ એમના પુસ્તકોની સંખ્યા ૧૯૭ જયારે અન્ય લોકોએ ૪૦ દર્શાવી છે. એમના અમુક પુસ્તકોની હસ્તપ્રત આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી અમદાવાદ, કુતુબખાનહ આસીફીય્યહ હૈદરાબાદ, લખનઉ, રામપૂર, ઈન્ડીયા ઓફિસ લંડનમાં મોજૂદ છે. અમુક કિતાબો જેવી કે શહર્ે નુખ્બહ વગેરે આજે પણ છપાય છે અને વિદ્વાનોમાં પ્રચલિત છે. અમદાવાદના ખાનપુરમાં તેમને દફનાવવામાં આવ્યા જ્યાં એમની મઝાર આવેલી છે જે જહાંગીરના સમયના અગિયારમાં સુબા સય્યદ મુર્તુઝા ખાન દ્વારા બાંધવામાં આવી હતી.[][][]

તેમનું મૃત્યુ ૮૮ વર્ષની ઉમરે ઈસ્વીસન ૧૫૮૦ (૯૮૮ હિજરી)[][] અથવા 30 નવેમ્બર ૧૫૮૯ (ર૯ / મોહર્રમ / ૯૯૮ હિજરી)[સંદર્ભ આપો] રવિવારના દિવસે થયું હતું.

કેટલાક સ્રોતો અનુસાર સૈયદના હાશિમ પીર દસ્તગીર તેનો ભત્રીજો અને ખલીફા હતા.[]

સાહિત્યિક કૃતિઓ

ફેરફાર કરો

વજીહુદ્દીન અલ્વીએ અરબી અને ફારસી ભાષામાં પુસ્તકો લખ્યા હોવાના અહેવાલ છે.[]

  1. Tazkira-e-ulama,PAGE 24
  2. Trimingham, John Spencer and Voll, John O. (1998). The Sufi orders in Islam. Oxford University Press USA. પૃષ્ઠ 97–98. ISBN 0-19-512058-2. CS1 maint: discouraged parameter (link)
  3. Achyut Yagnik (2 February 2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin Books Limited. પૃષ્ઠ 42. ISBN 978-81-8475-473-5.
  4. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. પૃષ્ઠ 278.
  5. Nūrulḥasan Hāshimī; Valī (1986). Wali. Sahitya Akademi. પૃષ્ઠ 13.
  6. The Oriental Biographical Dictionary
  7. Shattari silsila
  8. Hasan, Saiyid Nurul (2005). Religion, State, and Society in Medieval India: Collected Works of S. Nurul Hasan (અંગ્રેજીમાં). Oxford University Press. ISBN 978-0-19-566765-3.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો