ચાંપશી ઉદેશી
ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી (૨૪ એપ્રિલ ૧૮૯૨ – ૨ ફેબ્રુઆરી ૧૯૭૪), નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ. પત્રકાર. જેમનું ઉપનામ ‘ચંદ્રાપીડ’. તેમનો જન્મ ટંકારામાં થયેલ. મુળ ગોંડલનાં વતની હતા. મેટ્રિક પછી ગુજરાતી શાળાના શિક્ષક તરીકે કાર્ય કરેલ. ૧૯૨૨માં ‘નવચેતન’ માસિકનો કલકત્તામાં પ્રારંભ કર્યો અને ૧૯૪૨ના કોમી રમખાણને લીધે ‘નવચેતન’ સાથે વડોદરામાં સ્થળાંતર કર્યું. ૧૯૪૬માં ફરી કલકત્તા ગયા. ૧૯૪૮માં ‘નવચેતન’ સાથે અમદાવાદમાં સ્થાયી થયા. ૧૯૭૨માં ‘નવચેતન’નો સુવર્ણ મહોત્સવ. ટૂંકી માંદગી પછી અમદાવાદમાં અવસાન.
‘નવચેતન’ માસિકના જીવનભરના આ તંત્રી એક જમાનાના પ્રખ્યાત નાટ્યકાર હતા. તેમનાં ઘણાં નાટકો ભજવાયાં હતાં એટલું જ નહીં પણ કલકત્તાથી મુંબઇ સુધીના પ્રેક્ષકોમાં પ્રખ્યાત થયાં હતાં. ‘ગરીબ આંસુ’, ‘ઘેલી ગુણિયલ’, ‘ન્યાયના વેર’ આવા સફળ નાટકો છે.