ચિખલી, મહારાષ્ટ્ર
ચિખલી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જીલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. તે પૂણે-નાગપુર હાઇવે પર આવેલું છે. અહીના લોકો સામાન્ય રીતે ખેતી અને વેપારના કામો કરે છે. અહીના મોટાભાગના લોકોની માતૃભાષા અને વ્યવહારની ભાષા મરાઠી છે.
ચિખલી
चिखली | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 20°21′02″N 76°15′28″E / 20.3505°N 76.2577°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | બુલઢાણા |
સરકાર | |
• પ્રકાર | નગર પાલિકા |
વિસ્તાર | |
• કુલ | ૧,૦૦૯ km2 (૩૯૦ sq mi) |
ઊંચાઇ | ૬૦૬ m (૧૯૮૮ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯૧,૭૫૭ |
• ક્રમ | જિલ્લામાં રજો, દેશમાં ૮૬૭મો |
• ગીચતા | ૨૧૯/km2 (૫૭૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૪૪૩૨૦૧ |
ટેલિફોન કોડ | ૯૧-૭૨૬૪ |
વાહન નોંધણી | MH-28 |
ભુગોળ
ફેરફાર કરોચિખલી શહેર 20°21′02″N 75°15′28″E / 20.3505°N 75.2577°E પર આવેલું છે.[૧]
શિક્ષણ
ફેરફાર કરોઅનુરાધા એન્જીનીયરીંગ કોલેજ અહીંથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલી છે, જેમાં મિકેનીકલ, કેમિકલ, ટેકસટાઇલ, કોમ્પ્યુટર, આઈ.ટી. અને ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનના વિભાગો આવેલા છે. આ કોલેજની બાજુમાં અનુરાધા કોલેજ ઓફ ફાર્મસી આવેલી છે. આ સિવાય અહી ડૉ. કે. બી. હેડગેવાર આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોરેણુકા દેવીનું મંદિર અહી સુપ્રસિદ્ધ છે, જ્યાં ચૈત્રી પૂનમના દિવસે મેળો ભરાય છે. અહી હનુમાન જયંતી અને ગણેશ ચતુર્થી ખાસ તહેવારો છે. ખામગાવ રોડ પર પંચમુખી મહાદેવનું મંદિર અહીનું એકમાત્ર મોટું શિવાલય છે. અહીંથી ૧૭ કિલોમીટર દૂર વિશ્વવિખ્યાત બાબા સૈલાનીની દરગાહ આવેલી છે.
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |