ચીપકો આંદોલન વૃક્ષોને કપાતા બચાવવાનું આંદોલન હતું.[][]

પ્રથમ ચીપકો આંદોલનના બાકી રહેલાં સભ્યો ૩૦ વર્ષો પછી ભેગા થયેલાં તે સમયની છબી.

હિમાલયના પર્વતોમાં દેવદારના જંગલોને બચાવવા હાલના ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લાના વૃક્ષપ્રેમી લોકોએ સુંદરલાલ બહુગુણા, જેઓ ગાંધીવાદી અને તત્વચિતંક હતા, તેઓની અપીલથી ઇન્દિરા ગાંધીએ તેઓને આ ચળવળની આગેવાની આપી હતી. ચંડીપ્રસાદના નેતૃત્વ હેઠળ ચીપકો આંદોલન શરૂ થયેલું. આ આંદોલન ઇ.સ. ૧૯૭૩માં થયું હતું, જયારે સ્થાનિક લોકો અને જંગલમાં કાપવા ગયેલા કોન્ટ્રકટર વચ્ચે તકરાર થઇ. એક દિવસ ગામના પુરુષોની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરના મજૂરો વૃક્ષો કાપવા જંગલમાં દેખાયા, પરંતુ તરત જ ગામોમાંથી સ્ત્રીઓ જંગલમાં પહોંચી અને કપાતા વૃક્ષોને મજૂરોથી બચાવવા બાથ ભીડી આલિંગન આપ્યું અને જંગલના વૃક્ષોનો બચાવ કર્યો.

  1. Box 5: Women defend the trees સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન Global Environment Outlook, GEO Year Book 2004/5, United Nations Environment Programme (UNEP).
  2. Hijacking Chipko Political ecology: a critical introduction, by Paul Robbins. Published by Wiley-Blackwell, 2004. ISBN 1-4051-0266-7. Page 194.