ચેતન ચૌહાણ

ઇન્ડિયન ક્રિકેટ પ્લેયર

ચેતન પ્રતાપ સિંહ ચૌહાણ (audio speaker iconઉચ્ચાર ) (૨૧ જુલાઇ ૧૯૪૭ – ૧૬ ઓગસ્ટ ૨૦૨૦) ભારતીય ક્રિકેટર હતા જેમણે ભારત તરફથી ૪૦ ટેસ્ટ મેચ રમી હતી. તેઓએ મહારાષ્ટ્ર અને દિલ્હી તરફથી રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. તેમણે મોટાભાગની આંતરરાષ્ટ્રીય રમતો ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રમી હતી અને સુનિલ ગાવસ્કર જોડે ઓપનિંગ ભાગીદારી કરી હતી.

ચેતન ચૌહાણ
ચેતન ચૌહાણ કેન્દ્રીય કાપડ મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઇરાની સાથે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહમાં દીવો પ્રગટાવે છે.
જન્મ૨૧ જુલાઇ ૧૯૪૭ Edit this on Wikidata
બરેલી Edit this on Wikidata
મૃત્યુMedanta Edit this on Wikidata

જૂન ૨૦૧૬ થી જૂન ૨૦૧૭ દરમિયાન તેઓ NIFT (નેશનલ ઇન્સ્ટ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી)ના ચેરમેન રહ્યા હતા. ૧૯૯૧ અને ૧૯૯૮માં તેઓ અમરોહામાંથી લોક સભામાં ચૂંટાયા હતા. ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના યુવા અને રમતમંત્રી રહ્યા હતા.[]

૧૨ જુલાઇ ૨૦૨૦ના રોજ તેમને કોવિડ-૧૯ થયો હતો અને ત્યાર પછી વિવિધ અંગોની નિષ્ફળતાના કારણે તેમજ હ્દયરોગના હુમલાથી ૧૬ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[][]

  1. "UP CM Adityanath Keeps Home, PWD for Maurya, Dinesh Gets Education". News18. મેળવેલ 26 January 2019.
  2. "Chetan Chauhan, Sunil Gavaskar's longest-serving opening partner, dies at 73 | ESPNcricinfo.com". www.espncricinfo.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-16.
  3. "Chetan Chauhan, former India opener, passes away at 73 after multiple organ failure". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-08-16.