છોટાલાલ રૂખદેવ શર્મા
ગુજરાતી નાટ્યકાર
જીવનચરિત્ર
ફેરફાર કરોતેમણે બાળપણમાં સંસ્કૃત ભાષાનો અને કાલિદાસના રઘુવંશનો અભ્યાસ કર્યો હતો. તેમનું પ્રથમ નાટક માધવ વિલાસ (૧૮૯૯) અમદાવાદ ગુજરાતી નાટક કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. દેશી નાટક સમાજ સાથે તેમની લાંબી કારકિર્દી રહી હતી. તેમણે લોકપ્રિય બેતબાજી છંદને બદલે સંગીતના નાટકોમાં બિનપરંપરાગત સવૈયા, શિખરિણી અને તોતક છંદનો ઉપયોગ કર્યો હતો. તેઓ પોતાની થિયેટર કંપની શરૂ કરવા માંગતા હતા તેથી તેમણે દશકુમારચરિત્ર પર આધારિત રાજહંસ લખવા માટે કવિ ફુલચંદભાઈ શાહની સલાહ લીધી હતી પરંતુ ૧૯૨૬માં તેમનું ટૂંક સમયમાં અવસાન થયું.[૨]
સર્જન
ફેરફાર કરોતેમના નાટકો આ પ્રમાણે છે:[૨]
તારીખ | શીર્ષક | થિયેટર કંપની | નોંધો |
---|---|---|---|
૧૮૯૯ | માધવ વિલાસ | અમદાવાદ ગુજરાતી નાટક કંપની | |
૧૯૦૪ | વિજય કમલા | દેશી નાટક સમાજ | ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી દ્વારા પ્રથમ અભિનય |
૧૯૦૫ | ચંદ્રસિંહ | આમદાવાદ ગુજરાત આર્ય નાટક સમાજ | |
૨૬ ઓક્ટોબર ૧૯૦૫ | સતી સીતા | દેશી નાટક સમાજ | |
૧૯૦૬ | ગીતાસુંદરી | દેશી નાટક સમાજ | |
૬ સપ્ટેમ્બર ૧૯૦૬ | ભગવદગીતા | દેશી નાટક સમાજ | |
૧૯૦૮ | સતી દ્રૌપદી | દેશી નાટક સમાજ | |
૧૯૧૦ | જાલીમ તુલિયા | દેશી નાટક સમાજ | |
૧૧ માર્ચ ૧૯૧૨ | સરસ્વતીચંદ્ર | આર્યનિતિદર્શક નાટક સમાજ | ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા સરસ્વતીચંદ્ર પર આધારિત |
૬ જુલાઈ ૧૯૧૨ | સન્યાસી | દેશી નાટક સમાજ | |
૧૨ ડિસેમ્બર ૧૯૧૨ | કુલીન નાયિકા | દેશી નાટક સમાજ | |
૧૨ એપ્રિલ ૧૯૧૩ | અજીતસિંહ | દેશી નાટક સમાજ | |
૧૯૧૪ | સતી સુલોચના | દેશી નાટક સમાજ | |
૧૯૧૫ | સતી દમયંતી | દેશી નાટક સમાજ | |
૧૯૧૬ | અશોક | દેશી નાટક સમાજ | |
૧૯૧૭ | સિદ્ધ સત્યેન્દ્ર | કચ્છ નીતિદર્શક નાટક સમાજ | મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા ગુલાબસિંહ પર આધારિત |
૧૯૧૮ | અહલ્યાબાઈ | કચ્છ નીતિદર્શક નાટક સમાજ | |
૧૯૧૮ | રૂકમણી સ્વયંવર | કચ્છ નીતિદર્શક નાટક સમાજ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Publications Division (10 September 2016). Indian Drama. Publications Division Ministry of Information & Broadcasting. પૃષ્ઠ 58. ISBN 978-81-230-2635-0.
- ↑ ૨.૦ ૨.૧ ચોક્સી, મહેશ; સોમાણી, ધીરેન્દ્ર, સંપાદકો (2004). ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 124. OCLC 55679037.