જંગલી કૂતરો
નોંધ: આ લેખ ભારતીય જંગલી કૂતરા (ધોલ) વિશે છે.
જંગલી કૂતરો | |
---|---|
જંગલી કૂતરો | |
સ્થાનિક નામ | જંગલી કૂતરો,ધોલ |
અંગ્રેજી નામ | INDIAN WILD DOG, DHOLE |
વૈજ્ઞાનિક નામ | Cuon alpinus |
લંબાઇ | ૯૦ સેમી. |
ઉંચાઇ | ૫૦ સેમી. |
વજન | ૨૦ કિલો |
સંવનનકાળ | નવેમ્બર, ડીસેમ્બર |
ગર્ભકાળ | ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા |
પુખ્તતા | ૧૨ માસ |
દેખાવ | દેશી કૂતરા જેવો દેખાવ, વરૂ અને શિયાળ વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું, પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે. |
ખોરાક | ગમેતે પ્રાણી, મોટાભાગે હરણ કુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ. |
વ્યાપ | વાંસદા અને ડાંગનાં જંગલ વિસ્તારમાં, શૂલપાણેશ્વર અભયારણ્યમાં પહેલાં જોવા મળતા, હવે ત્યાં અસ્તિત્વ નથી. ગુજરાતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અને વનયજીવ વિભાગ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા કરાયેલ એક શોધમાં ડાંગ માં તેની હાજરી નોંધાઈ છે. |
રહેણાંક | જંગલ વિસ્તાર,કોતરો, નદીનાં કાંઠે. |
ઉપસ્થિતિ ના ચિન્હો | તીણી સીટી જેવા સમુહ અવાજો. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૩ ના આધારે અપાયેલ છે. |
ધોલ (Cuon alpinus), જે એશિયન જંગલી કૂતરો, ભારતીય જંગલી કૂતરો કે રાતો કૂતરો તરીકે પણ ઓળખાય છે.
વર્તણૂક
ફેરફાર કરોજંગલી કૂતરાં જ્યારે માણસને જુએ, ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢીને એકબીજાને સાવચેત કરે. શિકારને સંપૂર્ણપણે ખાઇ જતા હોઇ, મોટાં હાડકાંઓ સિવાય કશું જ રાખે નહીં. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.
વિકિમીડિયા કૉમન્સ પર ધોલ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |