વરૂ
એક જંગલી પ્રાણી
વરૂ એક સસ્તન જંગલી પ્રાણી છે.
વરૂ | |
---|---|
ભારતીય વરૂ | |
સ્થાનિક નામ | નાર, નાઓર ,ભેડીયો, વરૂ |
અંગ્રેજી નામ | WOLF |
વૈજ્ઞાનિક નામ | Canis lupus pallipes (Canis indica) |
આયુષ્ય | ૧૨ થી ૧૫ વર્ષ |
લંબાઇ | ૧૦૦ થી ૧૪૦ સેમી. |
ઉંચાઇ | ૬૫ થી ૭૫ સેમી. |
વજન | ૧૮ થી ૨૭ કિલો |
સંવનનકાળ | ઓક્ટોબર, નવેમ્બર |
ગર્ભકાળ | ૨ માસ |
પુખ્તતા | ૨.૫ થી ૩ વર્ષ |
દેખાવ | પીળા બદામી રંગનું શરીર અને પીઠ પર કાળાશ,આલ્શેસિયન કુતરા જેવડું કદ અને દેખાવ, પુંછડી લાંબી ફરવાળી હોય છે. |
ખોરાક | હરણ, ઘુંટડું, ઘેટાં - બકરાં, ઢોરનાં બચ્ચાં, સસલું અને પક્ષીઓ. |
વ્યાપ | ગુજરાત રાજ્યમાં વેળાવદર, કચ્છ અને સૌરાષ્ટ્રની વીડીઓમાં. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારોમાં પણ. |
રહેણાંક | ઘાસીયા વિસ્તાર અને ઝાડી વાળા આછા જંગલ. |
ગુજરાતમાં વસ્તી | (ભારતમાં ૨ થી ૩ હજાર (૨૦૦૪))[૧] |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક - ૧૨ના આધારે અપાયેલ છે. |
વર્તણૂક
ફેરફાર કરોસાંજનાં સમયે શિકારની શોધમાં ફરતું જોઇ શકાય છે અને ગામમાં રાત્રે ઢોરનું મારણ કરવા પણ આવે છે. વરૂ એક અથવા જુથમાં શિકાર કરે છે, જુથમાં હોય ત્યારે બળદ, જંગલી ભેંસ-પાડા જેવો મોટો શિકાર પણ કરી લે છે, અન્યનો શિકાર પણ ઝુંટવી લે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "યાદવેન્દ્રદેવ વી.ઝાલા". ભારતીય વરૂનું સંરક્ષણ. મૂળ માંથી 2003-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-01.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |