જંડ હનુમાન
જંડ હનુમાન અથવા ઝંડ હનુમાન એ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલું એક સ્થાન છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. આ સ્થળ તેના પ્રાચીન હનુમાન મંદિર, લોકકથાઓ અને ઐતિહાસિક અવશેષો માટે જાણીતું છે.
ઇતિહાસ અને મહત્વ
ફેરફાર કરોજંડ હનુમાનમાં ૫૦૦ વર્ષથી પણ વધુ જુના શિલ્પો અને મૂર્તિઓ છે. આમાં એક ૨૧ ફૂટ ઊંચી અખંડ હનુમાનજીની મૂર્તિ છે, જે એક જ પથ્થરમાં કોતરવામાં આવી છે. આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે તેમાં શનિ દેવને હનુમાનજીના પગ નીચે કોતરવામાં આવ્યા છે, જે શનિદોષના નિવારણનું પ્રતિક છે.
સ્થાનિક લોકકથાઓ મુજબ પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. અહીંના બે મહત્વના ઐતિહાસિક અવશેષો ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો છે. કહેવાય છે કે અર્જુને દ્રૌપદી માટે બાણ મારી ને પાણી માટે કૂવો બનાવ્યો હતો, આ કૂવાને અર્જુનકુંડ અને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીમની ઘંટીનો ઘેરાવો આશરે પાંચ ફૂટ છે.
ધાર્મિક પ્રથાઓ
ફેરફાર કરોહનુમાન જયંતી પર અહીં હજારો શ્રદ્ધાળુઓ એકત્ર થાય છે. આ પવિત્ર સ્થળને લોકોએ ખૂબ માન્યતા આપી છે અને લોકો અહીં વિઘ્નનિવારણ અર્થે દર્શને આવે છે.
મુલાકાત અંગેની માહિતી
ફેરફાર કરોઆ સ્થળ વર્ષભર મુલાકાતીઓ માટે ખુલ્લું હોય છે. અહીં પહોંચવા માટે જાંબુઘોડા થઈ ને લાંભિયાના માર્ગે જઈ શકાય છે.
અવશેષો અને રચનાઓ
ફેરફાર કરો-
હનુમાનજીની મૂર્તિનું તત્કાલિન સ્વરુપ દર્શાવતી એક જૂની છબી
-
હનુમાનજીની મૂર્તિનું તત્કાલિન સ્વરુપ દર્શાવતી અન્ય એક જૂની છબી
-
મંદિરનું પાટિયું
-
અર્જુનનો કૂવો,અર્જુન કુંડ, બાણાગંગા
-
અર્જુનનો કૂવો,અર્જુન કુંડ, બાણાગંગા