પંચમહાલ જિલ્લો
પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. પાંચ મહેલ દેવગઢ બારીયા, જાંબુઘોડા, લુણાવાડા, સંતરામપુર અને પાવાગઢ હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.
પંચમહાલ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°45′N 73°36′E / 22.750°N 73.600°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | ગોધરા |
વિસ્તાર | |
• કુલ | ૫,૦૮૩.૧૪ km2 (૧૯૬૨.૬૧ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૩,૮૮,૨૬૭ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | panchmahaldp.gujarat.gov.in |
અર્થતંત્ર
ફેરફાર કરોઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો.[૧] તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.[૧]
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી.[૨] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે.[૨] જિલ્લાની વસ્તી ગીચતા 458 inhabitants per square kilometre (1,190/sq mi) છે.[૨] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો.[૨] પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે,[૨] અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.[૨]
વર્ષ | વસ્તી | ±% p.a. |
---|---|---|
૧૯૦૧ | ૨,૮૧,૮૭૬ | — |
૧૯૧૧ | ૩,૬૪,૪૨૪ | +2.60% |
૧૯૨૧ | ૪,૨૩,૯૯૨ | +1.53% |
૧૯૩૧ | ૫,૦૪,૫૮૦ | +1.76% |
૧૯૪૧ | ૫,૮૦,૫૬૩ | +1.41% |
૧૯૫૧ | ૬,૯૪,૦૫૪ | +1.80% |
૧૯૬૧ | ૮,૮૮,૫૪૯ | +2.50% |
૧૯૭૧ | ૧૧,૦૬,૪૪૧ | +2.22% |
૧૯૮૧ | ૧૩,૭૫,૧૦૧ | +2.20% |
૧૯૯૧ | ૧૬,૮૨,૩૩૩ | +2.04% |
૨૦૦૧ | ૨૦,૨૫,૨૭૭ | +1.87% |
૨૦૧૧ | ૨૩,૯૦,૭૭૬ | +1.67% |
સંદર્ભ:[૩] |
તાલુકાઓ
ફેરફાર કરોપંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે:
રાજકારણ
ફેરફાર કરોવિધાન સભા બેઠકો
ફેરફાર કરોમત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૨૪ | શહેરા | જેઠાભાઇ આહિર | ભાજપ | ||
૧૨૫ | મોરવા હડફ (ST) | નિમિષાબેન સુથાર | ભાજપ | ||
૧૨૬ | ગોધરા | સી. કે. રાઉલજી | ભાજપ | ||
૧૨૭ | કાલોલ | ફતેહસિંહ ચૌહાણ | ભાજપ | ||
૧૨૮ | હાલોલ | જયદ્રથસિંહ પરમાર | ભાજપ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. મૂળ (PDF) માંથી April 5, 2012 પર સંગ્રહિત. મેળવેલ September 27, 2011.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- પંચમહાલ જિલ્લા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન
- પંચમહાલ જિલ્લા વિશે માહિતી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |