જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત

ગુજરાતનાં સુરતમાં આવેલ માછલીઘર

જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર (અંગ્રેજી: Jagdish Chandra Bose Aquarium) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત શહેર ખાતે પાલ વિસ્તારમાં આવેલું છે. તે ભારત દેશનું પ્રથમ વિવિધ પ્રકારના પાણી (મલ્ટિડિસિપ્લિનરી) ધરાવતું માછલીઘર છે અને તેને બંગાળી વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝની સ્મૃતિમાં નામ આપવામાં આવ્યું હતું. આ માછલીઘરનું ઉદ્‌ઘાટન ૧ માર્ચ, ૨૦૧૪ના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર
Jagdish Chandra Bose Aquarium
જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત
સામાન્ય માહિતી
સ્થાનપાલ, સુરત, ગુજરાત, ભારત

માછલીઘર ખાતે ૧૦૦ થી વધુ પ્રજાતિઓની માછલીઓને મીઠા પાણી, ખારા પાણી અને દરિયાઈ પાણીની ૫૨ જેટલી ટાંકીઓમાં રાખવામાં આવનાર છે. વિવિધ પ્રજાતિઓની જરૂરીયાતો મુજબ જલીય વાતાવરણ ઊભું કરવામાં આવશે અને દરેક ટાંકી પ્રજાતિઓની કુદરતી નિવસન તંત્ર (ઇકોસિસ્ટમ) પ્રમાણે બનાવવામાં આવશે.

૨૫,૭૨૨ ચોરસ મીટર જગ્યા પાછળ ૨૦ કરોડ ભારતીય રૂપિયા જેટલો ખર્ચ થશે. પ્રથમ તબક્કા દરમિયાન માછલીઘરનું બાંધકામ, જેલી ફિશ પૂલ અને એક શાર્ક માટેની ટાંકી મુખ્ય આકર્ષણ રહેશે. શાર્ક ટેન્ક બે માળ જેટલી ઊંચી (૪૦ ફુટ લાંબી, 30 ફુટ પહોળી) અને તેમાં ૭૦૦,૦૦૦ લિટર જેટલું પાણી ભરવામાં આવશે. તે ઘરમાં બે શાર્ક માછલી હશે. બીજા તબક્કા દરમિયાન એક ડોલ્ફીન માટે નહેર- પૂલની રચના ઉમેરવામાં આવશે.[૧]

માછલીઘરની બહારના ભાગમાં એક વિશાળ વ્હેલનું હાડપિંજર રાખવામાં આવશે, જે બગીચા દ્વારા ઘેરાયેલું રહેશે. માછલીઘર બે માળનું હશે, જેમાં ઘણી નાની ટાંકી અને એક મોટી ટાંકી રહેશે.

 
માછલીઘરનો બાહ્ય દેખાવ

પ્રજાતિઓ

ફેરફાર કરો

માછલીઘર ખાતે રાખવામાં આવનાર પ્રજાતિમાં સમાવેશ થાય છે: ગોલ્ડફીશ, માણસ-ખાઉ પિરાન્હા તેમજ અન્ય સ્થાનિક અને વિદેશી પ્રજાતિઓ છે. વિવિધ નાની માછલીઓ અને શાર્ક મોટા ઘરમાં જોવા મળશે; જ્યારે નાની ટાંકીમાં આ માછલીઓનો સમાવેશ કરવામાં આવશે: એલિગેટર ગાર, સિચિલ્ડ, ઘોસ્ટ માછલી, લાયનફીશ, સ્ટારફીશ અને પતંગ આકારની માછલી. આ માછલીઘર ખાતે નીચેની પ્રજાતિઓ પણ જોઈ શકાશે: અમેરિકન ઝીંગા, મોરે ઇલ (સાપ જેવા દેખાવની), સ્નોફ્લેક ઇલ અને કાચબાઓ.

ચિત્રદર્શન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "સુરતમાં દેશનું પ્રથમ ૫૦ મીટર લાંબુ ટનલ એક્વેરિયમ બનાવવા કવાયત". આજનો યુગ, ઇ-સમાચારપત્ર. ૧૯ જાન્યુઆરી ૨૦૧૮. મૂળ માંથી 2019-09-06 પર સંગ્રહિત. મેળવેલ ૦૭ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૯-૦૯-૦૬ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ

ફેરફાર કરો