જનાન્તિકે
જનાન્તિકે ૧૯૬૫માં ભારતીય લેખક સુરેશ જોષીના અંગત નિબંધોનો સંગ્રહ છે. વી. વાય. કંટકે ઇન્ટિમેટ એસાઇડ્સ (૧૯૯૫) શીર્ષક હેઠળ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
લેખક | સુરેશ જોષી |
---|---|
અનુવાદક | વી. વાય. કંટક |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | અંગત નિબંધો |
પ્રકાશક |
|
પ્રકાશન તારીખ | ૧૯૬૫ |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૧૯૯૫ |
પુરસ્કારો | નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૫) |
OCLC | 34851277 |
મૂળ પુસ્તક | જનાન્તિકે ઓનલાઇન |
પ્રકાશન
ફેરફાર કરોઆ પુસ્તક સૌપ્રથમ ૧૯૬૫માં મુંબઈના સ્વાતિ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયું હતું.[૧] તેમાં ૧૯૫૫થી ૧૯૬૪ના સમયગાળા દરમિયાન જોશીએ લખેલા ૫૧ નિબંધો છે. નિબંધો વિવિધ લંબાઈના છે, જે છૂટક ક્રમમાં ગોઠવાયા છે. નિબંધો શીર્ષક વગરના પરંતુ આંકડા આપીને ક્રમાંકિત છે.[૨]
સમાવિષ્ટો
ફેરફાર કરોક્લાસિકલ સંસ્કૃત નાટ્યશસ્ત્રમાં જનાન્તિકે (બાજુએ) એ એક શબ્દ છે જે એવી પરિસ્થિતિને દર્શાવવા માટે વપરાય છે કે જ્યાં એક પાત્ર બીજા પાત્રના કાનમાં કંઇક ફુસકી નાખે છે, દેખીતી રીતે શ્રોતાઓને તે શૅર કરવાથી બાકાત રાખે છે. જોશીએ સંગ્રહની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે નિબંધો જનાન્તિક સ્વરૂપમાં લખાયેલા છે, અને સૂચવે છે કે તેઓ વ્યક્તિગત નિબંધો છે.[૨]
આવકાર
ફેરફાર કરોજનાન્તિકેને ૧૯૬૫માં નર્મદ સુવર્ણ ચંદ્રક (જેને નર્મદ ગોલ્ડ મેડલ તરીકે પણ ઓળખવામાં આવે છે) નો સાહિત્યિક પુરસ્કાર મળ્યો હતો.[૩] જોશીની સૌથી જાણીતી કૃતિઓમાંની એક, જનાન્તિકે ગુજરાતી નિબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ઇન્ટિમેટ એસાઇડ્સ (૧૯૯૫) શીર્ષક સાથે વી. વાય. કંટકે અંગ્રેજીમાં તેનો અનુવાદ કર્યો હતો.[૪][૫]
ગુજરાતી લેખક મેઘનાદ ભટ્ટે આ સંગ્રહને ગુજરાતી સાહિત્યના નિબંધોનો શ્રેષ્ઠ સંગ્રહ ગણાવ્યો છે.[૬] નિબંધોની 'દુર્લભ આધુનિક સંવેદનશીલતા' ને કારણે, ટીકાકાર દિગીશ મહેતા તેને ગુજરાતી ગદ્ય શૈલીમાં 'નોંધપાત્ર યોગદાન' માને છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Books India, Issue 2. New Delhi: National Book Trust. 1972. પૃષ્ઠ 55.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ મહેતા, દિગીશ (1997). "Janantike". માં George, K. M. (સંપાદક). Masterpieces of Indian Literature. 1. New Delhi: National Book Trust. પૃષ્ઠ 303–305. ISBN 81-237-1978-7.
- ↑ Trivedi, Ramesh M. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. Ahmedabad: Adarsh Prakashan. પૃષ્ઠ 415. ISBN 978-93-82593-88-1.
- ↑ પંચાલ, શિરિશ (2004). Suresh Joshi. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 10–12. ISBN 978-81-260-0373-0.
- ↑ Joshi, Suresh (1995). Intimate Asides. Kantak, Vaman Yeshwant વડે અનુવાદિત. New Delhi: Sahitya Akademi. ISBN 978-81-7201-886-3.
- ↑ Bhatt, Meghnad (1993). "The Indomitable Suresh Joshi". The Indian P.E.N. P.E.N. All-India Centre. 54: 7. OCLC 1716992.