જયાબેન દેસાઈ
જયાબેન દેસાઈ (૨ એપ્રિલ ૧૯૩૩ – ૨૩ ડિસેમ્બર ૨૦૧૦) ગુજરાતી મૂળના પ્રખ્યાત બ્રિટિશ મજૂર સંગઠન નેતા હતા. તેઓ ૧૯૭૬માં લંડનમાં ગ્રનવિક વિવાદમાં હડતાળિયોના અગ્રણી નેતા હતા.[૧]
જયાબેન દેસાઈ | |
---|---|
જન્મની વિગત | ગુજરાત | April 2, 1933
મૃત્યુની વિગત | ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ (ઉંમર ૭૭ વર્ષ) |
રાષ્ટ્રીયતા | બ્રિટિશ |
વ્યવસાય | મજૂર સંગઠન નેતા |
તેમનો જન્મ ગુજરાત, ભારતમાં થયો હતો. દેસાઈ ત્યાંથી ૧૯૬૫માં તાંઝાનિયા સ્થળાંતરિત થયા, પરંતુ ત્યાંથી ભારતીયોની હકાલપટ્ટી કારણે તેઓ બ્રિટન ગયા, જ્યાં તેમણે સીવણ મશીન કામદાર તરીકે કામ શરૂ કર્યા અને પછી ગ્રનવિક ફેકટરીમાં કામે લાગ્યા. કામકાજના મુકરર સમય પછી કામ કરવાના નિયમને કારણે દેસાઈએ નોકરીથી રાજીનામું આપ્યું અને એશિયન અને ખાસ કરીને સ્ત્રી કામદારોને એકઠી કરીને હડતાળ શરૂ કરી હતી. કામ પર ખરાબ માહોલ, પગાર અસમાનતા અને વંશીય ભેદભાવ વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો હતો.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Dromey, Jack (૨૮ ડિસેમ્બર ૨૦૧૦). "Jayaben Desai obituary". The Guardian. London. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૧.
- ↑ http://www.movinghere.org.uk/galleries/histories/asian/politics/grunwick.htm સંગ્રહિત ૨૦૦૭-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન Jeyaben Desai part in the Grunwick Dispute
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |