જસુબેન પિઝા એ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ પિઝાની દુકાન છે. તે લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલી છે અને તેની શરૂઆત જસુબેન શાહ દ્વારા ખોલવામાં આવી હતી.[૧] જ્યારે તેઓ ૧૯૭૬માં લગ્ન પછી પુણેથી અમદાવાદ સ્થાયી થયા હતા.[૨] સફળતા મળ્યા બાદ તેમણે બીજી ૬ શાખાઓ શહેરમાં ખોલી હતી. જસુબેનના પુણે પાછા ચાલ્યા જવા છતા, તેમના ભાગીદાર જોરાવર સિંહ હજુ પણ આ વ્યવસાય ચલાવી રહયા છે.[૩] ૨૦૧૩માં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એ તેમના FICCI ખાતેના વક્તવ્યમાં આ મહિલા ઉદ્યોગની પ્રશંસા કરી હતી ત્યાર બાદ જસુબેનના પિઝા ખુબ ખ્યાતી પામ્યા હતા.[૪]

જસુબેન પિઝા
ઉદ્યોગરેસ્ટોંરા
સ્થાપના૧૯૭૫
મુખ્ય કાર્યાલયઅમદાવાદ, ગુજરાત, ભારત
સેવા અપવામાં અવતા વિસ્તારોઅમદાવાદ
મુખ્ય લોકોજસુબેન, અંદારબેન, જોરાવરસિંહ રાજપૂત
ઉત્પાદનોપિઝા, વડા પાંઉ

ઇતિહાસ ફેરફાર કરો

જસુબેને આ વ્યવસાય ૧૯૯૦ના દાયકામાં અંદારબેન અને જોરાવર સિંહ રાજપુત સાથે શરુ કર્યો હતો. આ વ્યવસાય શરુ કર્યા બાદ જસુબેન પુણે પાછા જતા રહ્યા હતા, પણ અંદારબેને આ વ્યવસાય ચાલુ રાખ્યો હતો. અંદારબેને બાદમાં સોસની ખાનગી રીત બનાવી હતી, જે હજુ પિઝામાં વપરાય છે. એક સમયે જસુબેનના પિઝા, પિઝા હટ અને ડોમીનોઝ પિઝા કરતા વધારે વેચાતા હતાં.[૫]

પિઝા ફેરફાર કરો

આ પિઝા મુળ પિઝાની ભારતીય આવૃતિ છે. તેમાં ગુજરાતી સ્વાદ રહેલો છે અને મેંદાનો લોટ વપરાય છે. બ્રેડમાં ભારતીય બ્રેડ અને ટામેટાંનો મીઠો સોસ વાપરવામાં આવે છે. ઉપરની વસ્તુઓમાં ડુંગળી અને ઘોલર મરચાં ઉમેરવામાં આવે છે, જેેમાં સ્થાનિક ચીઝ અને કાળા મરી પણ હોય છે. આ પીઝા બનાવવા માટે વપરાતું ઓવન અંદારબેન દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં પીઝા એકબીજાની ઉપર મૂકી શકીને બનાવવામાં આવે છે.[૫]

જસુબેનના પિઝા દરરોજ ૨૦,૦૦૦ જેટલાં પિઝા વેચે છે અને એક પિઝાની કિંમત આશરે ૭૦ રૂપિયા હોય છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "The women Modi extolled, and one he did not". Indian Express. ૮ એપ્રિલ ૨૦૧૩. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૩.
  2. Shah, Shreya (૮ એપ્રિલ ૨૦૧૩). "Gujarat Pizza Joint has a moment of fame". Wall Street Journal. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૩.
  3. Bhan, Rohit (૮ એપ્રિલ ૨૦૧૩). "Jasuben and her pizza get big endorsement from Narendra Modi". NDTV. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૩.
  4. "Jasuben ka pizza: Narendra Modi takes a jibe at Rahul Gandhi, media". Daily Bhaskar. ૮ એપ્રિલ ૨૦૧૩. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૩.
  5. ૫.૦ ૫.૧ Ghosh, Partha (૮ એપ્રિલ ૨૦૧૩). "Jasuben Pizza: Success story of Gujarati enterprise?". Economic Times. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૩.